દિવ્યા ખોસલા કુમારે માસ્ક ઉતારી લગાવી કોરોના વેક્સિન, VIDEO VIRAL થતા થઇ ટ્રોલ

દિવ્યા ખોસલા કુમારે માસ્ક ઉતારી લગાવી કોરોના વેક્સિન, VIDEO VIRAL થતા થઇ ટ્રોલ
દિવ્યા કુમાર ખોસલાએ લીધી વેક્સિન

દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar)એ સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો શેર કર્યો છે. જેની સાથે તેણે તેનાં ફેન્સને માહિતી આપી છે. તેણે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. તેની સાથે જ તેણે તેનાં ફેન્સને કોરોના વેક્સીન લગાવવાની અપીલ કરી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેર ખુબજ જાનલેવા સાબિત થતી જોવા મળી રહી છે. કોરોનાને કારણે રાજ્યમાં લોકડાઉન ચાલુ જ છે. મહામારીનાં વધતા પ્રકોપ વચ્ચે ફક્ત વેક્સીન જ એક આશા છે. હાલમાં 18 વર્ષની ઉપરવાળાને ટીકાકરણ શરૂ થઇ ગયુ છે. એવામાં ફક્ત સામાન્ય લોકો જ નહીં પણ સેલિબ્રિટીઝ પણ કોરોના વેક્સીન (Covid Vaccine) લગાવવામાં લાગી ગયા છે. આ લિસ્ટમાં વધુ એક નામ શામેલ થઇ ગયુ છે જે છે એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમાર. દિવ્યાએ (Divya Khosla Kumar)એ પણ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લઇ લીધો છે.

  એક્ટ્રેસે સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો શેર કર્યો છે જેની સાતે તેણે તેનાં ફેન્સને માહિતી આપી છે. ફેન્સે જાણકારી આપી છએ કે, કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લઇ લીધો ચએ અને આ સાથે જ તેમે ફેન્સને કોવિડ વેક્સીન લેવાની અપીલ કરી છે. તેણે આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે ટ્રોલર્સને નિશાને ચડી ગઇ છે. કારણ કે, વેક્સિન લગાવતા સમયે દિવ્યાએ એક ભૂલ કરી લીધી જેને કારણે તે ટ્રોલ થઇ રહી છે.  દિવ્યાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તે કોવિડ વેક્સીન લગાવતી નજર આવી રહી છે. વીડિયો શેર કરતાં એક્ટ્રેસે જણાવ્યું કે, તેણે તેનો પહેલો વેક્સિન ડોઝ લઇ લીધો છે. સાથે જ તેણે ફેન્સને પણ કોરોના વેક્સીન લેવાની વાત કરી છે. પણ વેક્સીનેશન દરમિયાન તેણે તેનું માસ્ક નીચે ઉતારી દીધુ છે. જે અંગે સોશિયલ મીડિયા યૂઝરે તેને ટ્રોલ કરી છે ઘણાં યુઝર્સે વીડિયોનાં કમેન્ટ સેક્શનમાં પ્રતિક્રિયા આપતા એક્ટ્રેસને માસ્ક પહેરવાની સલાહ આપી છે. વીડિયોનાં બેકગ્રાઉન્ડમાં 'ચક દે ઇન્ડિયા' સોન્ગ ચાલે છે.
  ટ્રોલ્સનું કહેવું છે કે, માસ્ક લગાવતા પણ વેક્સીન લગાવી શકાતી હતી. આ માટે ચહેરો દેખાડવો જરૂરી નથી. દિવ્યાએઆ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેનાં પર ઘણાં લોકો કમેન્ટ કરતાં નજર આવી રહ્યાં છે. ઘણાં યૂઝર્સે કમેન્ટ કરતાં દિવ્યા ખોસલા કુમારને વેક્સીન લગાવતા સમયે માસ્ક પહેરવાની વાત કરી છે.undefined
  Published by:Margi Pandya
  First published:May 10, 2021, 1:02 pm

  टॉप स्टोरीज