ગૌરી ખાને ડિઝાઇન કર્યું આલિશાન એપાર્ટમેન્ટ, તસવીરો અને વીડિયો જોઇ આંખો ચાર થઇ જશે

ગૌરી ખાને ડિઝાઇન કર્યું આલિશાન એપાર્ટમેન્ટ, તસવીરો અને વીડિયો જોઇ આંખો ચાર થઇ જશે
ગૌરી ખાને ડિઝાઇન કર્યું નવું એપાર્ટમેન્ટ

લક્ઝુરિયસ, લેવિશ અને લાઇટ કલરનાં દિવાલનાં કલર, ડાર્ક બ્રાઇટ ફર્નિચર અને બધાનું સુંદર કોમ્બિનેશન આ આખુ ઘર શાહરૂખ ખાનની (Shahrukh Khan)પત્ની અને ઇન્ટીરિયર ડિઝાઇનર (Interior Design) ગૌરી ખાન (Gauri Khan) દ્વારા જાતે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. અને તે દેખાવે એટલું સુંદર છે કે, જોઇને લાગે કે ચાલો આપણે પણ આવાં જ ઘરમાં જલદી જ શિફ્ટ થઇ જઇએ.

  • Share this:
    મુંબઇનાં ટ્રમ્પ ટાવરમાં શાહરૂખ ખાનની (Shahrukh Khan) પત્ની અને ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાને (Gauri Khan) હાલમાં જ એક એપાર્ટમેન્ટનું ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે. તેની કંપની D'Decor દ્વારા આ ડિઝાઇન કરામાં આવી છે. અને આ ઘરનાં ઇન્ટિરિયરનો એક વીડિયો (Interior Design) તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ (Instagram Video and Photos) પેજ પર શેર કરવામાં આવ્યો છે અને તેની થોડી તસવીરો પણ શેર કરવામાં આવી છે. આ ઘર એટલું લેવિશ અને લક્ઝુરિયસ લાગે છે કે તેમાં રહેવાની તુંરત જ ઇચ્છા થઇ જાય. લાઇટ કલરનાં દિવાલનાં કલર, ડાર્ક બ્રાઇટ ફર્નિચર અને પડદાં આ બધાનું સુંદર કોમ્બિનેશન ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.










    View this post on Instagram






    A post shared by D'Decor (@ddecordiaries)






    ગૌરી ખાને આ વીડિયો (Gauri Khan Share Video and Photos)શેર કરતાં લખ્યું છે કે, 'જુઓ એક સુંદર અપાર્ટમેન્ટની તસવીરો અને વીડિયો જે ગૌરી ખાન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. ચાલો ત્યારે લોઢાગ્રુપ ઇન્ડિયાનાં મુંબઇનાં ટ્રમ્પ ટાવરમાં આવેલાં અપાર્ટમેન્ટની અંદરની તસવીરો જોઇએ. કન્ટેમ્પરરી ડિઝાઇનમાં ડિ ડેકોરનાં પડદાં, તેની ચાદરો, કુશન, બ્લેકેટ્સ, વોલપેપર બધુજ શાનદાર છે. એક સુંદર ઘર એક સુંદર વાર્તા કહે છે. ' આ સાથે જ તેણે ખુબ બધા હેશટેગ પણ શેર કર્યા છે જેમાં #ddecor #livebeautiful #fabric #livingroom #livingroomideas #livingroomdecor #home #homedesign #homedecoration #homedecor #rugs #sheers #curtain #wallpaper #upholstery #bedlinen #bedding #upholsteryfabric #ddecordiaries #beautifulhomes આ તમામ છે.








    View this post on Instagram






    A post shared by Gauri Khan (@gaurikhan)





    ડિ ડેકોર દ્વારા શેર કરવામાં આવેલાં આ વીડિયો અને તસવીરોને ગૌરી ખાને તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કર્યું છે અને લખ્યું છે, 'હું હમેશાં માનું છુ કે, આપનું ઘર આપની છબી ઉજાગર કરે છે. તમે કેવાં છો તેની વ્યાખ્યા તમારું ઘર છે. ડિડેકોર તમને અઢળક ચોઇસ આપે છે જે તમારા સપનાને સાકાર કરવામાં મદદ કરશે. ડી ડેકોર તમારા દરેક સવાલનો જવાબ છે જે તમને તમારા ઘર માટે જોઇએ છે. '

    આ પણ વાંચો-'તારક મેહતા..'નો રોશન સિંહ સોઢી જ્યારે દેવામાં ડૂબી ગયો હતો.. પાઇ-પાઇ ચૂકવવા કર્યું હતું આ કામ

    આ પણ વાંચો-દિશા પરમારે શેર કરી બિકિની તસવીરો, રાહુલ વૈદ્ય સાથે માલદિવ્સમાં કરી રહી છે રોમેન્સ

    ગૌરી ખાન ઇન્ડસ્ટ્રીમાં ઘણાં બધાનાં ઘર અને ઓફિસનું ઇનટિરિયર ડિઝાઇનિંગ કર્યું છે.  જેની તસવીરો અને વીડિયો તે અવાર નવાર તેનાં ઓફિશિયલ ડિઝાઇનિંગ કંપની પેજ પર શેર કરતી રહેતી હોય છે.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરોundefined
    Published by:Margi Pandya
    First published:Sep 26, 2021, 8:17 am

    टॉप स्टोरीज