TMKOC: 'રોશન ભાભી'નું બાળપણનું સપનું પૂર્ણ થયું, ગિફ્ટમાં મળી શાનદાર બાઇક

TMKOC: 'રોશન ભાભી'નું બાળપણનું સપનું પૂર્ણ થયું, ગિફ્ટમાં મળી શાનદાર બાઇક
જેનિફરનું બાળપણનું સપનું થયુ પૂર્ણ

Taarak Mehta Ka Ooltah Chashmah: જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer MIstry Bansiwal)નાં પતિએ મેરેજ એનિવર્સરી પર તેને ખુબજ સુંદર ગિફ્ટ આપી છે. એક્ટ્રેસે સોશિય મીડિયા પર તેનાં વીડિયોઝ શેર કર્યા છે. જેમાં તે BMW, જાવા, ટ્રાયમ્ફમાં જલવાં વિખેરતી નજર આવે છે. વીડિયોમાં એક્ટ્રેસ ઘણી જ ખુશ છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી જગતનાં પોપ્યુલર શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)ની મિસિસ રોશન સિંહ રોઢી એટલે કે જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer MIstry Bansiwal) હાલમાં ખુબજ ખુશ છે કારણ કે તેનાં પતિ બોબી બંસીવાલ (Bobby Bansiwal) સાથે તેનાં લગ્નની 20મી વર્ષગ્રાઠ ઉજવી રહી છએ. આ સમયે તેનાં પતિએ તેને શાનદાર ગિફ્ટ આપી તી. જેનિફર મિસ્ત્રી બાળપણથી જ તેનાં બાઇકનું સપનું જોતી હતી જે હવે પૂર્ણ થઇ ગયુ છે.

    એક્ટ્રેસનાં પતિએ મેરેજ એનિવર્સરી પર તેને બાઇક ગિફ્ટ આપી છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર તેનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે BMW, જાવા ટ્રાયમ્ફ ફેરવતી નજ રઆવે છે. વીડિોયમાં તે ઘણી જ ખુશ છે. અને આ વીડિયો શેર કરતાં સાથે જ એક્ટ્રેસે તેનાં ફેન્સને સવાલ કર્યો છે કે, 'આપને શું લાગે છે, મે કઇ બાઇક ખરીદી છે?'



    ક્લિપ શેર કરતાં જેનિફરે જણાવ્યું કે, પહેલી બાઇક છે અને આ તેનાં પતિ બોબી બંસીવાલે તેને 20મી એનિવર્સરી પર ગિફ્ટ આપી છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી છે. જેમાં તેનાં પતિ રોયલ એનફિલ્ડની સવારી કરે છે અને તે આ બાઇક ચલાવવાં ઇચ્છે છે.




    જોકે તેનાં પતિએ તેને બાઇક લેવાની પરમિશન ન આપી અને આગળ કહ્યું કે, આખરે તેનાં પતિએ એમ કહીને તેને બાઇક ચલાવવાની રજામંદી આપી કે તારા પગ પહોંચી જાય તો લઇ લો. આખરે એક્ટ્રેસનું બાળપણનું સપનું પૂર્ણ થયું અને આ માટે તેણે પતિનો આભાર પણ માન્યો.undefined
    Published by:Margi Pandya
    First published:Apr 13, 2021, 5:40 pm

    टॉप स्टोरीज