ઇન્ટરનેટ પર સર્ચ કરીને ચર્ચિત સુસાઇડ પોઇન્ટ ખાતે પહોંચ્યો યુવક, બચાવનારા તમામ ક્વૉરન્ટીન!
ફાઇલ તસવીર.
Roghi Suicide Point in Kinnaur: કિન્નૌરના કલ્પાની પાસે આવેલું રોઘી ખૂબ પ્રસિદ્ધ છે. અહીં દૂર દૂરથી પર્યટકો આવે છે. પરંતુ હવે તે સુસાઇડ પોઇન્ટથી પ્રસિદ્ધ થઈ ગયું છે.
શિમલા: હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લા (Kinnaur district)ના ચર્ચિત રોઘી સુસાઇડ પોઇન્ટ (Roghi Suicide Point)થી નોઇડનો એક યુવક કૂદી ગયો હતો. ઇન્ટરનેટ (Internet) પર ચર્ચ કર્યા બાદ યુવક અહીં આપઘાત (Suicide) કરવા માટે પહોંચ્યો હતો. આત્મહત્યાના પ્રયાસમાં યુવકને ગંભીર ઈજા પહોંચી છે. આશરે 500 મીટર ઊંડી ખીણમાં પડેલા યુવકને સ્થાનિક લોકો અને પોલીસે રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યો હતો. યુવકને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કોરોના તપાસ બાદ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદમાં બચાવ કરનાર યુવકો ક્વૉરન્ટીન થઈ ગયા છે.
કોણ છે યુવક?
પ્રાપ્ત વિગત પ્રમાણે યુવકની ઓળખ રાહુલ શર્મા તરીકે કરવામાં આવી છે. રાહુલ ઉત્તર પ્રદેશના નોઇડાનો નિવાસી છે. આ બનાવ શનિવારનો છે. યુવક બપોરે રોઘી ગામ પાસે આવેલા સુસાઇડ પોઇન્ટ ખાતે પહોંચી ગયો હતો અને ઊંડી ખીણમાં કૂદી ગયો હતો. યુવકને ગંભીર ઈજા પહોંચી છે. આસપાસના લોકોએ યુવકને ખીણમાં કૂદતો જોઈને પોલીસને જાણ કરી હતી. તમામ લોકોએ સાથે મળીને યુવકને ખીણમાંથી બહાર કાઢ્યો હતો. જે બાદમાં યુવકને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સુધારા પર છે.
ઉલ્લેખનીય છે કે કિન્નૌરના કલ્પાની પાસે આવેલું રોઘી ખૂબ પ્રસિદ્ધ છે. અહીં દૂર દૂરથી પર્યટકો આવે છે. પરંતુ હવે તે સુસાઇડ પોઇન્ટથી પ્રસિદ્ધ થઈ ગયું છે. આ પહેલા પણ અહીં અનેક લોકોએ આપઘાત કર્યો છે. કહેવામાં આવે છે કે યુવકે ઇન્ટરનેટ પર સર્ચ કર્યા બાદ આ સ્થળની પસંદગી કરી હતી.
મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,23,144 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 2771 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,76,36,307 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 14,52,71,186 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.undefined