OMG! દેશી જુગાડથી 150 રૂપિયામાં એક જ દિવસમાં બનાવ્યું Wi-Fi-Bluetooth ડિવાઇસ

OMG! દેશી જુગાડથી 150 રૂપિયામાં એક જ દિવસમાં બનાવ્યું Wi-Fi-Bluetooth ડિવાઇસ
મજૂરી કામ કરતો ઉમેશ માર્કેટમાં મળતા મોંઘા બ્લૂટૂથ ડિવાઇસ નહોતો ખરીદી શકતો, જુગાડુ ટેકનીકથી તૈયાર કર્યું દેશી ડિવાઇસ

મજૂરી કામ કરતો ઉમેશ માર્કેટમાં મળતા મોંઘા બ્લૂટૂથ ડિવાઇસ નહોતો ખરીદી શકતો, જુગાડુ ટેકનીકથી તૈયાર કર્યું દેશી ડિવાઇસ

  • Share this:
    જસબીર કુમાર, હમીરપુર. તે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)થી મજૂરી કરવા માટે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) આવ્યો હતો. ઘરનું ગુજરાન ચલાવવા માટે આખો દિવસ કાળી મજૂરી કરે છે. પરંતુ તેને નાનપણથી જ ઇલેક્ટ્રોનિક સામાન બનાવવાનો શોખ છે અને આ શોખના કારણે આ યુવકને નવી ઓળખ મળી છે. મૂળે, દેશી જુગાડથી હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક પ્રવાસી યુવક વાઇ-ફાઇ બ્લૂટૂથ બનાવ્યું છે. આ યુવક છૂટક મજૂરીનું કામ કરે છે. યુવક ઉમેશ કુમારે દોઢ સો રૂપિયાના ખર્ચે એક જ દિવસમાં વાઇ-ફાઇ (Wi Fi) અને બ્લૂટૂથ ડિવાઇસ (Bluetooth Device) તૈયાર કર્યું છે.

    આ ડિવાઇસ આમ તો બજારમાં 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીમાં મળે છે. ઉમેશ મજૂરીની સાથોસાથ ધોરણ-12 કોમર્સનો અભ્યાસ પણ કરી રહ્યો છે. ગુજરાન ચલાવવા માટે પોતાના સાથીઓની સાથે દિવસભર મહેનત કરે છે. ઉમેશ કુમારે બનાવેલા ડિવાઇસથી દિવસભર કામમાં વ્યસ્ત બાકી મજૂરોનું પણ મનોરંજન કરે છે. સાથોસાથ ઉમેશ આ રીતે આવા કામોમાં રૂચિ હોવાના કારણે તેના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.



    આ પણ વાંચો, આપની પાસે છે 1, 5 અને 10 રૂપિયાની આ નોટ? તો મળી શકે છે પૂરા 1 લાખ, જાણો કેવી રીતે

    ઉમેશનું શું કહેવું છે?

    ઉત્તર પ્રદેશના વતની ઉમેશ કુમારે જણાવ્યું કે, નાનપણથી જ ઇલેક્ટ્રોનિક સામાન બનાવવાનો શોખ રહ્યો છે. તેને કારણે જ પહેલા માઇક ઇયર ફોન પણ જાતે જ તૈયાર કર્યો હતો. બજારમાં મોંઘા ભાવે વેચાતા વાઇફાઇ ડિવાઇસ ખરીદી નહોતા શકતા, તેથી શોખને કારણે એક દિવસમાં જ સ્પેરપાર્સ્ણ ખરીદ્યો અને વાઇ-ફાઇ ડિવાઇસ તૈયાર કર્યું, જેને કોઈ પણ મોબાઇલ ફોન સાથે કનેક્ટ કરી શકાય છે.

    આ પણ વાંચો, માતાની હત્યા કરી તેની લાશના 1000 ટુકડા કરી ખાઈ ગયો, હવે મળી 15 વર્ષની સજા


    દોસ્તો કહ્યું- ઉમેશ બધાનું કરે છે મનોરંજન

    ઉમેશ કુમારની સાથે મજૂરી કામ કરી રહેલા અખિલેશે જણાવ્યું કે, ઉમેશે વાઇ-ફાઇ ડિવાઇસ તૈયાર કર્યું છે. જેનાથી કામ કરતી વખતે તમામ લોકોનું મનોરંજન પણ થાય છે. તમામ લોકો આ ડિવાઇસને લઈ કુતૂહલ વ્યક્ત કરી રહ્યા છે.undefined
    Published by:Mrunal Bhojak
    First published:Jun 17, 2021, 9:22 am

    टॉप स्टोरीज