બાળકો માટે ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે Covaxinના ટ્રાયલ, એક્સપર્ટ પેનલે કરી ભલામણ

બાળકો માટે ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે Covaxinના ટ્રાયલ, એક્સપર્ટ પેનલે કરી ભલામણ
ભારત બાયોટેકને મળી 2થી 18 વય જૂથના લોકો પર કોવેક્સીનના ટ્રાયલની મંજૂરી

ભારત બાયોટેકને મળી 2થી 18 વય જૂથના લોકો પર કોવેક્સીનના ટ્રાયલની મંજૂરી

  • Share this:
    નવી દિલ્હી. ભારત બાયોટેક (Bharat Biotech) ટૂંક સમયમાં જ 2-18 આયુવર્ગ માટે માટે વેક્સીન ટ્રાયલ (Corona Vaccine Trial) શરૂ કરી શકે છે. મંગળવારે એક્સપર્ટ પેનલે આ વર્ગના લોકો માટે ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin)ના બીજા/ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલ કરવાની ભલામણ કરી છે. ખાસ વાત અ છે ફાર્મા કંપનીએ થોડા સમય પહેલા જ આ ટ્રાયલ્સ માટે મંજૂરી માંગી હતી. હાલ એક્સપર્ટ્સ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ત્રીજી લહેર સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે.

    સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી એટલે કે SECએ મંગળવારે ક્લીનિકલ ટ્રાયલ્સની ભલામણ કરી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે 2 થી 18 વર્ષના લોકોમાં સુરક્ષા, પ્રભાવો અને રોગ પ્રતિરોધક ક્ષમતાની જાણકારી મેળવવા માટે ટ્રાયલસની મંજૂરી માંગી હતી. અહેવાલ છે કે ટ્રાયલ્સ એઇમ્સ દિલ્હી, એઇમ્સ પટના સહિત અનેક સ્થળો પર 525 સબ્જેક્ટ્સ પર કરવામાં આવશે.



    આ પણ જુઓ, ‘પ્લીઝ કોરોના મામલે બિનજવાબદાર ન બનો...’ જુઓ ગર્ભવતી ડૉક્ટરનો છેલ્લો Video Message

    ન્યૂઝ એજન્સી પીટીઆઇના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું કે, ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ કમિટીએ 2થી 18 આયુવર્ગ માટે ફેઝ 2/3ના ટ્રાયલની ભલામણ કરી છે કે કંપની સ્ટડીના ફેઝ 3 ટ્રાયલ શરૂ કરતાં પહેલા CDSCOને DSMB ભલામણો ની સાથે ફેઝ 2 ક્લીનિકલ ટ્રાયલના સેફ્ટી ડેટા જમા કરાવશે. આ પહેલા કંપનીને 24 ફેબ્રુઆરીએ આયોજિત થયેલી SECની મીટિંગમાં રિવાઇઝ્ડ ક્લીનિકલ ટ્રાયલ પ્રોટોકોલ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો, ગાજીપુર-બક્સર: ગંગા નદીમાં વહી રહી હતી 100 લાશો, ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોમાં ડર


    નોંધનીય છે કે, થોડા સમય પહેલા એક ટ્વીટ વાયરલ થયું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવેક્સીનને મંજૂરી મળી ગઈ છે. આ દરમિયાન સરકારે આ પ્રકારના અહેવાલોનું ખંડન કર્યું છે. કોવેક્સીનને ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ની સાથે મળી તૈયાર કરી છે. દેશમાં હાલ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ વેક્સીન આપવામાં આવી રહી છે.undefined
    Published by:Mrunal Bhojak
    First published:May 12, 2021, 11:22 am

    टॉप स्टोरीज