રાજકોટ: GujCTOCનો આરોપી નિખિલ દોંગા બે સાગરિતોની ચાલાકીથી થયો ફરાર, CCTVમાં દેખાયો આખો માસ્ટર પ્લાન

રાજકોટ: GujCTOCનો આરોપી નિખિલ દોંગા બે સાગરિતોની ચાલાકીથી થયો ફરાર, CCTVમાં દેખાયો આખો માસ્ટર પ્લાન
રત ફરતી વખતે કોઇને માલુમ ન પડે તે માટે ભરત રામાણીનું સફેદ ટી-શર્ટ તેમજ તેના ચહેરા પર લગાવેલ માસ્ક નિખિલ પહેરીને ભાવિક સાથે બહાર આવે છે. 

રત ફરતી વખતે કોઇને માલુમ ન પડે તે માટે ભરત રામાણીનું સફેદ ટી-શર્ટ તેમજ તેના ચહેરા પર લગાવેલ માસ્ક નિખિલ પહેરીને ભાવિક સાથે બહાર આવે છે. 

 • Share this:
  ગુજસીટોકનો (GujCTOC) આરોપી નિખિલ દોંગા (Nikhil Donga) ભુજ હોસ્પિટલમાંથી (Bhuj Hospital) ફરાર થઈ ચૂક્યો છે. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV) સામે આવ્યા છે.  રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નિખિલ દોંગા અને તેની ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

  હાલ જે પ્રકારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે મુજબ ભુજ હોસ્પિટલમાં 28 માર્ચ 2021ની રાત્રે 11 : 42 કલાકે નિખિલના બે સાગરિત ભરત રામાણી અને ભાવિન ખૂંટ હોસ્પિટલમાં પ્રવેશ કરે છે.  ત્યારબાદ 29 માર્ચ 2021ની મોડી રાત્રે ભાવિન ખોટ અને નિખિલ દોંગા હોસ્પિટલમાંથી બહાર નીકળે છે અને ત્યારબાદ નંબર વગરની સફેદ કલરની મારુતિ સ્વીફ્ટ કારમાં બેસીને ફરાર થઈ જાય છે.  નિખિલ દોંગાની ફાઇલ તસવીર


  સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે ભરત રામાણી અને ભાવિક કુંડ જ્યારે હોસ્પિટલમાં પ્રવેશ કરે છે ત્યારે બંને એ પોતાના ચહેરા પર માસ્ક લગાવેલું હોય છે. તો સાથે જ દર્દીને આપવા માટેની કોઈ વસ્તુ થેલીમાં લઈને તેઓ દેખાઈ રહ્યા છે. જોકે, પરત ફરતી વખતે કોઇને માલુમ ન પડે તે માટે ભરત રામાણીનું સફેદ ટી-શર્ટ તેમજ તેના ચહેરા પર લગાવેલ માસ્ક નિખિલ પહેરીને ભાવિક સાથે બહાર આવે છે.

  રાજકોટ: કોરોના કહેર વચ્ચે શાળા કોલેજો બંધ પરંતુ પ્લે હાઉસ ચાલુ! સંચાલકની ધરપકડ

  કુખ્યાત નિખિલ દોંગા અને તેની ટોળકી વિરૂદ્ધ 117 ગુના નોંધાઈ ચુક્યા છે. જે ગુનામાં ગોંડલ, લોધીકા વીરપુર, કોટડાસાંગાણી, ભાયાવદર, જેતપુર, લીમડી, થાન, કેશોદ, જોરાવર નગર તેમજ રાજકોટ શહેરના ભક્તિનગર, માલવિયાનગર, તાલુકા પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ, પ્રદ્યુમન નગર તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિતના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે.

  સોમનાથમાં walkway પૂર્ણતાના આરે, Videoમાં જોઇલો કેટલો સુંદર લાગે છે નજારો

  ત્યારે કુખ્યાત નિખિલ દોંગાને ઝડપી પાડવા અનેક શહેર તેમજ જિલ્લાની પોલીસ હાલ એક્ટિવ થઈ ચૂકી છે.  હ્યુમન ઇન્ટેલિજનસ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.undefined
  Published by:Kaushal Pancholi
  First published:Apr 1, 2021, 7:03 am

  टॉप स्टोरीज