ડેટિંગ એપ વાપરો છો? તો સાઇબર ફ્રોડથી બચવા ગુજરાત પોલીસે આપેલા સાવચેતીના પગલા જોઇ લો

ડેટિંગ એપ વાપરો છો? તો સાઇબર ફ્રોડથી બચવા ગુજરાત પોલીસે આપેલા સાવચેતીના પગલા જોઇ લો
પ્રતીકાત્મક તસવીર

Gujarat Police Alert: ગુજરાત પોલીસે જાહેર જનતાને ડેટિંગ એપ પર જતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું પણ જણાવ્યુ છે.

 • Share this:
  અમદાવાદ: ગુજરાતમાં ઓનલાઇન ઠગાઇની (Online fraud) સાથે ડેટિંગ એપ (Dating App) પર સાઇબર ફ્રોડ (Cyber fraud) પણ ઘણું જ વધી રહ્યું છે. રાજ્યમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમા ડેટિંગ એપ પર પોતાની માહિતી આપીને લાખો રુપિયા ગુમાવવાનો વારો આવ્યો હોય. ત્યારે ગુજરાત પોલીસે (Gujarat Police) સામાન્ય લોકો આ ડેટિંગ એપનાં ચુંગલમાં ના ફસાઈ જાય તે માટે મહત્તવની વાતો શેર કરી છે. અમદાવાદ પોલીસે પોતાન સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને સાવધાન કરતા લખ્યું છે કે, 'ડેટિંગ એપ્સ સાઇબર ક્રાઇમ કરવાનું મોટું માધ્યમ બની રહ્યા છે. તેમા વ્યક્તિગત માહિતી શેર કરતાં પહેલા પૂરતી ચકાસણી કરો અને સાઇબર ફ્રોડથી સાવધાન રહો.'

  આ સાથે ગુજરાત પોલીસે જાહેર જનતાને ડેટિંગ એપ પર જતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું પણ જણાવ્યુ છે. જે નીચે પ્રમાણે છે.  1. પ્રોફાઇલ બનાવતા પહેલા ડેટિંગ એપ વિષે પૂરી તપાસ કરો.
  2. અજાણ વ્યક્તિનો પ્રોફાઇલ અન્ય સાઇટ પર ચકાસો.
  3. તમારી વ્યક્તિગત માહિતી તથા ફોટોગ્રાફ્સ શેર ના કરો.
  4. અંગત માહિતીના બદલામાં પ્રીમિયમ મેમ્બકશિપની લાલચથી દૂર રહો.

  આ સાથે ગુજરાત પોલીસે માહિતી આપતા જણાવ્યુ છે કે, સાઇબર ક્રાઇમની ફરિયાદ cybercrime.gov.in પર અથવા હેલ્પલાઇન નંબર 155260 પર નોંધાવો.  આ પણ વાંચો: અમદાવાદનો કિસ્સો: ખોદકામમાં સોનાના ચેઇન મળી છે, તેવું કહી ગઠિયો પધરાવી ગયો ખોટી માળા

  એપથી મિત્રતા કેળવી યુવકને લૂંટી લીધો

  થોડા સમય પહેલા આવો એક કિસ્સો પૂણેમાં નોંધાયો હતો. જે તમારે જાણવો જોઇએ. 27 વર્ષની સયાલી કાલે પૂણે પાસે પિંપરી ચિંચવડ વિસ્તારની રહેવાસી અને એક ભણેલી-ગણેલી યુવતી છે. મહામારી દરમિયાન તેની નોકરી જતી રહેતા તે પોતાનુ ગુજરાન કઇ રીતે ચલાવે તે મોટો પ્રશ્ન થયો હતો. હવે સયાલી પર આરોપ છે કે, પૈસા કમાવવા માટે તેણે ડેટિંગ એપનો સહારો લીધો. સયાલીએ એક ડેટિંગ એપ દ્વારા 16 યુવાઓને પોતાના પ્રેમની જાળમાં ફસાવ્યા હતા. જેમાં ચેન્નઈના આશિષ કુમારે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સયાલીએ ડેટિંગ એપ દ્વારા આશિષ કુમાર સાથે ઓળખાણ કરી. ત્યારબાદ તેમમે પૂણે બોલાવ્યા અને એક હોટેલમાં ગયા, આશિષ કુમારના કોલ્ડડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવી તેને પીવડાવ્યો. જે બાદ કિંમતી વસ્તુઓ અને રોકડ રકમ લૂંટી હોવાની ફરીયાદ દાખલ કરી હતી.undefined
  Published by:Kaushal Pancholi
  First published:Sep 14, 2021, 4:18 pm

  टॉप स्टोरीज