ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, ગુરુવાર બાદ ઠંડીનું જોર વધશે

ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, ગુરુવાર બાદ ઠંડીનું જોર વધશે
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

Gujaart weather forecast: આખા ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં (Gujarat) મંગળવારથી જ વાદળછાયું વાતાવરણ હતુ. ત્યારે હવામાન વિભાગે (Gujarat weather forecast) પહેલી અને બીજી ડિસેમ્બરે ભારેથી અતિભારે માવઠાની આગાહી કરી છે. જેના પગલે અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી (heavy rainfall in Gujarat) ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આવતી કાલ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે આખા ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે બેથી ત્રણ દિવસ બાદ ઠંડી વધવાની પણ આગાહી કરવામાં આવી છે.

  હવામાન વિભાગે કરી ભારે વરસાદ અને ઠંડી વધવાની આગાહી  હવામાન વિભાગના, ડાયરેક્ટર, મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, કાલ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહી સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમને ઠંડી અંગે જણાવ્યું હતુ કે, બે દિવસ બાદ રાજ્યમાં બેથી ચાર ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.

  સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠું

  ગોંડલ અને જસદણ પંથકમાં મોડીરાત્રે પવનના સુસવાટા સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. ભર શિયાળે માવઠાથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. બીજી તરફ રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ ઘટાટોપ વાદળો છવાયા છે. આજે સાંજ સુધીમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા છે.

  આ પણ વાંચો -સાવધાન! સવારથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે આ વિસ્તારોમા ભારે વરસાદની આગાહી

  ખેડૂતો ચિંતામાં

  જસદણના આટકોટ, વીરનગર, જીવાપર, જંગવડ, પીપળીયા, ગુંદાળા, ચિતલીયા સહિત આજુબાજુના ગામોમાં રાત્રે બે વાગ્યે વરસાદ પડ્યો હતો. ધીમી ધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી ગયા હતા. કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાન થયું છે. જીરૂ, ચણા, ડુંગળી, લસણ અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. આ સાથે ગોંડલમાં પણ મોડીરાત્રે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. મોડીરાત્રે પવન સાથે ધીમીધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.  ડાંગમાં પણ વરસાદ

  દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ડાંગના તાલુકાઓમાં પણ સવારથી ઝરમર વરસાદ થઈ રહ્યો છે. જિલ્લાના વઘઈ, સુબિર, આહવામાં સવારથી વરસાદી માહોલ છે. વઘઈના શિવારીમાલમાં સવારે ભારે વરસાદ થતાં રોડ પર પાણી ફરી વળ્યાં હતા. ભરશિયાળે વરસાદ થતાં ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે. રવિ પાકના વાવેતર સમયે જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.undefined
  Published by:Kaushal Pancholi
  First published:Dec 1, 2021, 1:46 pm

  टॉप स्टोरीज