ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે ભારે હોબાળો, કોંગ્રી ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા

ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે ભારે હોબાળો, કોંગ્રી ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા
વિધાનસભાની ગઇકાલની તસવીર

Gujarat legislative Assembly updates: સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, કોરોનાકાળમાં સરકારની આવકમાં ઘટાડો નોંધાયો નથી.

 • Share this:
  ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું (Gujarat legislative Assembly) બે દિવસીય ચોમાસું સત્રનો (Monsoon Session) આજે છેલ્લો દિવસ છે. આજે ગૃહમાં કેગનો રિપોર્ટ (CAG report) રજૂ કરવામાં આવ્યો છે. વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી સાથે ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી. જેમા વિપક્ષે આરોગ્ય મંત્રી સહિત સરકારને ઘેરવાના પ્રયાસ કર્યો હતો. આ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ (Gujarat Congress) કોરોનાથી મૃતકોનાં આંકડાને લઇને હોબાળો મચાવ્યો હતો અન વેલમાં પણ આવી ગયા હતા. જે બાદ ગૃહની કામગીરીને મુલતવી રાખવામાં આવી હતી. જે બાદ આ કામગીરી ફરીથી શરૂ કરી દેવામાં પણ આવી છે.  વિધાનસભામાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને પહેલા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જે બાદ તેમનુ સસ્પેન્શન રદ્દ કરાયું હતુ.

  મળતી માહિતી પ્રમાણે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અઘ્યક્ષ નીમાબેન આચાર્યની ચેમ્બરમાં ગયા હતાં. ગૃહની કાર્યવાહી ફરીવાર શરૂ થતાં કોંગ્રેસના સભ્યોએ ફરીથી હોબાળો મચાવ્યો હતો. જે બાદ વિપક્ષે ગૃહમાં જોર જોરથી તાળી પાડીને 'રઘુપતિ રાધવ રાજા રામ સબકો સન્મતિ દે ભગવાન'ની ધૂન શરૂ કરી હતી.  વર્ષમાં અમદાવાદમાં કોરોનાની કુલ 34610064 લોકોને રસી અપાઇ

  ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં આપેલા જવાબ પ્રમાણે, છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેરમાં કોરોનાની કુલ 34610064 લોકોને રસી આપવામાં આવી. જેમાં 4487654 કોવિશિલ્ડ 229035 કોવેકસીનના અને 7933 સુપત્નીકની રસી આપવામાં આવી. જ્યારે અમદાવાદ જિલ્લામાં કુલ 1195218 કોવોશિલ્ડ, 95951 કોવેકસીનની રસી આપવામાં આવી છે.  કોરોનાથી મોતના વિવાદિત આંકડા

  કોરોના મોત આંકડા પર ફરી એક વિવાદ સામે આવ્યો છે. રાજ્યમા કોરોના પગલે 10 હજાર 82 લોકોના મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં આપેલી માહિતી મુજબ, માત્ર 3864ના મોત થયા છે. સરકારની પ્રેસમાં 10 હજાર મોત અને વિધાનસભામાં પુછેલી માહિતીમાં 3864 મોતનો આંકડો આવ્યો છે.  રાજ્યમાં રસીનાં આટલા ડોઝ બગડ્યા

  કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશના કોરોના રસીના બગાડ અંગેના સવાલમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં જણાવાયુ હતુ કે, રાજ્યમાં રસીકરણ મુદ્દે બગાડનો સરકારે સ્વીકાર કર્યો હતો. જાન્યુઆરી 2021થી જુલાઈ 2021 દરમિયાન કેન્દ્ર સરકારે 3.19 કરોડ ડોઝ રાજ્યને આપ્યા. રાજ્ય સરકારે જુલાઈ મહિના સુધીમાં 3.32 કરોડ નાગરિકોને રસી આપી. રસીનો વાયલ ખોલ્યા બાદ ચાર કલાક સુધીમાં વપરાશ કરવાનો હોય છે, સમય વીતી જતા ડોઝનો બગાડ થતો હોવાનું સરકારે કારણ આપ્યુ હતુ.  રેમડેસિવર ઈન્જેક્શનના ગેરકાયદેસર જથ્થાના કેસ અંગે ખુલાસો

  કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં રેમડેસિવર ઈન્જેક્શનના ગેરકાયદેસર જથ્થાના કેસો સામે આવ્યા હતા. જેમા અમદાવાદમાં 56 વ્યક્તિઓ અને વડોદરામાં 15 વ્યક્તિઓ પાસે ગેરકાયદેસર જથ્થો પકડાયો. 54 ઈસમો સામે કોર્ટમાં કેસ દાખલ થયા જ્યારે 17 ઈસમો સામે કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે.

  47.96 લાખની ગ્રાંટ વણવપરાયેલ રહી

  રાજ્યમાં બિન અનામત આયોગ દ્વારા છેલ્લા બે વર્ષે માં 174.01 લાખની ગ્રાંટ ફળવામાં આવી.જેની સામે છેલ્લા બે વર્ષે માં 126.05 રૂપિયાની ગ્રાંટ વાપરવામાં આવી. 47.96 લાખની ગ્રાંટ વણવપરાયેલ રહી છે. વિધાનસભા ગૃહમાં સરકારનો લેખિત જવાબ વહીવટી કારણોસર ગ્રાંટ વણવપરાયેલ રહેલ છે.

  કોરોના વોરિયર્સને સહાય આપવાની બાકી

  અમદાવાદ શહેરમાં કોરોનાને કારણે કુલ 14 આરોગ્ય અધિકારી કર્મચારીના મૃત્યુ થયા હતાં.જે પૈકી 11 આરોગ્ય અધિકારી કર્મચારીઓના પરિવારને સહાય ચૂકવામાં આવી છે. પરિવારજનોને પ્રતિ કોરોના વોરિયર્સને રૂપિયા 50 લાખની સહાય ચૂકવામાં આવી છે. અન્ય મૃત્યુ પામેલા દર્દીના વારસદારને અત્યાર સુધી કોઈ રકમની સહાય ચુકવવાની થતી નહિ હોવાનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે.  કોરોનાકાળમાં સરકારની આવકમાં ઘટાડો નોંધાયો નથી

  કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠોડના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, કોરોનાકાળમાં સરકારની આવકમાં ઘટાડો નોંધાયો નથી. સપ્ટેમ્બર 2019થી ઓગસ્ટ 2020 સુધીમાં SGSTમાં સરકારને 29 હજાર 257 કરોડની આવક થઈ છે. આ સમય ગાળામાં વેટમાં સરકારને 20 હજાર 036 કરોડની આવક થઈ છે. સપ્ટેમ્બર 2020 થી ઓગસ્ટ 2021 દરમિયાન સરકારને SGSTમાં 38,645 કરોડની આવક જ્યારે વેટમાં 25,456 કરોડની આવક થઈ છે.  રાજુલામાંથી 31 સિંહોને ખસેડવામાં આવ્યા

  કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરના સવાલમાં સરકારે જવાબમાં કહ્યું કે, છેલ્લા 2 વર્ષમાં જાફરાબાદ અને રાજુલામાંથી 31 સિંહોને ખસેડવામાં આવ્યા છે. બીમાર સિંહોની સારવાર અને સ્વાસ્થ્યની ચકાસણી માટે ખસેડયા હોવાનું સરકારે જણાવ્યું છે. આ પૈકી 23 સિંહોને રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં, 5 સિંહોને ગીર રક્ષિત વિસ્તારમાં મુક્ત કરાયા છે. 3 સિંહોના સારવાર દરમિયાન મોત થયા છે.undefined
  Published by:Kaushal Pancholi
  First published:Sep 28, 2021, 12:15 pm