અમદાવાદ : વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા શાળા સંચાલકો વાલીઓ પર કરી રહ્યા છે દબાણ, જાણો શા માટે

અમદાવાદ : વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા શાળા સંચાલકો વાલીઓ પર કરી રહ્યા છે દબાણ, જાણો શા માટે
વાલીઓએ જણાવ્યું જે તેઓને શાળાના સંચાલકો ફોન કરી ધમકાવે છે

Gujarat Corona case : સંચાલકો પાછલા બારણે ઓનલાઇન એજ્યુકેશન બંધ કરવાની ફિરાકમાં

 • Share this:
  અમદાવાદ : કોરોનાના કેસ (Corona case)ઓછા થતા રાજ્ય સરકાર (Gujarat Government)અને શિક્ષણ વિભાગે (Department of Education)ધોરણ 6થી 12ના ઓફલાઇન વર્ગો (Offline classes)તબક્કાવાર શરૂ કર્યા છે. પરંતુ આ કલાસ શરૂ થતાં જ હવે કેટલીક શાળાના સંચાલકો દબાણ પર ઉતરી આવ્યા છે. હવે સંચાલકો ઓનલાઈન એજ્યુકેશન (Online education)બંધ કરવાની ફિરાકમાં જણાઈ રહ્યા છે. જેને લઈ સંચાલકોએ વાલીઓ પર બાળકોને શાળાએ મોકલવા દબાણ શરૂ કર્યું છે. રાજ્ય સરકારે શાળાઓમાં ઓફલાઇન વર્ગો તો શરૂ કર્યા સાથે જે બાળક બીમાર હોય અને શાળાએ આવવા સક્ષમ ન હોય તેવા સંજોગોમાં તેમજ જે વાલીઓ પોતાના બાળકને શાળાએ મોકલવા સહમત નથી તેવા કિસ્સામાં બાળકને ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવાની ખાસ સૂચના આપવામાં આવી છે છતાં ખાનગી શાળાના સંચાલકોએ હવે વાલીઓ પર દબાણ શરૂ કર્યું છે.

  વાલીઓએ જણાવ્યું જે તેઓને શાળાના સંચાલકો ફોન કરી ધમકાવે છે. બાળકને શાળાએ ફરજીયાત મોકલવા દબાણ કરે છે. સ્કૂલમાં પણ બાળકોને ધમકાવવામાં આવી રહ્યા છે. જેને લઈ વાલીઓમાં નારાજગી પ્રવર્તિ છે. શિક્ષણ વિભાગે ખાસ સૂચના આપી છે કે શાળાઓ 50 ટકા કેપેસિટી સાથે ચલાવવી કોવિડની ગાઈડલાઈનનું ફરજીયાત પાલન કરવાનું છે. છતાં સંચાલકો ફોન કરી બાળકને શાળાએ કેમ મોકલતા નથી અને બાળકને શાળાએ મોકલવું જ પડશે તેવુ કહી વાલીઓને ધમકાવવામાં આવી રહ્યા છે.  આ પણ વાંચો - અમદાવાદ : મોંઘી કાર લઇને અલગ અલગ રાજ્યોમાં મંદિરમાં કરતા હતા ચોરી, આવી છે મોડસ ઓપરેન્ડી

  વાલીઓનું કહેવું છે કે શાળાના સંચાલકો બાળકોને શાળાએ મોકલવા માટે દબાણ કરી રહ્યા છે તેની પાછળનું કારણ ફી છે. જો બધા જ વાલીઓ બાળકને શાળાએ મોકલતા થઈ જાય તો 25 ટકા ફી માફી આપવામાંથી છુટકારો મળી જાય. આ મામલે વાલીઓએ વાલીમંડળમાં પણ ફરિયાદ કરી છે.

  બીજી તરફ આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીએ જણાવ્યું કે શાળાના સંચાલકો માત્ર વાલીઓને હિંમત આપી સમજાવી શકે પરંતુ વાલીઓ પર કોઈપણ પ્રકારનું દબાણ કરી શકે નહીં. જો આ મામલે ફરિયાદ મળશે તો શાળા વિરુદ્ધ ધારાધોરણો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જો શાળાઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું હશે અને તેની પણ ફરિયાદ જો મળશે તો તે મામલે પણ કાર્યવાહી કરવાના આદેશ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરાયા છે. મહત્વનું છે કે હાલમાં શાળાના સંચાલકોએ શાળાઓમાં ઓફલાઇન અને ઓનલાઈ બંને પ્રકારે શિક્ષણ આપવાનું હોય છે પણ તેમાં શિક્ષકોને ડબલ મહેનત થઈ રહી છે.undefined
  Published by:Ashish Goyal
  First published:Sep 14, 2021, 8:52 pm

  टॉप स्टोरीज