જામનગર : લક્ઝૂરિયસ કારની ટક્કરે બાઇક સવાર ફૂટબોલની જેમ ફંગાળાયો, અકસ્માતનો CCTV Video થયો Viral

જામનગર : લક્ઝૂરિયસ કારની ટક્કરે બાઇક સવાર ફૂટબોલની જેમ ફંગાળાયો, અકસ્માતનો CCTV Video થયો Viral
જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં અકસ્માત, સીસીટીવી વીડિયોમાં લાઇવ ઘટનાક્રમ કેદ

જામનગરના પોશ વિસ્તાર ગણાતા વાલ્કેશ્વરી નગર માં આવેલા રસ્તા પર પુરપાટ ઝડપેે આવેલી લક્ઝૂરિયસ કારે બાઇક સવારનેેેે અડફેટે લીધો હતો

 • Share this:
  કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં (Jamnagar) રવિવારે  અકસ્માતની એક ગોજારી (Accident) ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી (CCTV Video) ફૂટેજ પણ સામે આવ્યા છે. જામનગરના પોશ વિસ્તાર ગણાતા વાલ્કેશ્વરી નગર માં આવેલા રસ્તા પર પુરપાટ ઝડપેે આવેલી લક્ઝૂરિયસ કારે બાઇક સવારનેેેે અડફેટે લીધો હતો આ ઘટનાનેે પગલે સ્થાનિક લોકોએ તાબડતોબ અકસ્માતમાંં ઘવાયેલા યુવકને સારવાાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડયો હતો અને આ ઘટના બાદ વધુ સારવાર માટે યુવકનેેે જામનગર થી રાજકોટ ખસેડવામાં આવ્યોયો હતો જ્યાં તેમની હાલત નાજૂક હોવાનુંં જાણવા મળેે છે. ઘટનાનો વીડિયો (Video)  હાલમાં વાયરલ (Viral) થઈ રહ્યો છે.

  દિવસેને દિવસે લક્ઝરિયસ કાર લઈને દોડતા લોકો નો આતંક વધતો હોય તેમ જામનગરમાં પણ પૈસાદાર પાર્ટીની નબીરાએ બાઈક સવારને હડફેટેે લેવાની ઘટના સામે આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં વધુ એક વખત જામનગરમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થયું છે.  જામનગરમાં ઇલેક્ટ્રોનિક આઈટમ નો શોરૂૂમ ધરાવતા વેપારીની પુત્રીએ આ અકસ્માત સર્જ્યો હોવાનુંં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર ઘટના ઉપર પડદો પાડવા પણ જોર જોરથી પ્રયાસ થઇ રહ્યા હતા પરંતુુ આજ દિવસ સુધી આ અંગે કોઈ જ પોલીસ ફરિયાદ થઇ નથી.

  આ પણ વાંચો : સુરત : લુખ્ખા તત્વોની દાદાગીરીનો Live Video, મહિલા પર કર્યો હુમલો, કારના કાચ તોડી નાખ્યા

  આ પણ વાંચો : સુરત : ગેંગવોરનો Live Video, અનુ-કરીમ ચીનાના શખ્સો બાખડ્યા, પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ

  આ પણ વાંચો : સુરત : રસ્તો ક્રોસ કરવા જતા યુવકને મળ્યું મોત, અકસ્માતનો વિચલિત કરતો CCTV Video વાયરલ

  પરંતુ આ ઘટનાને લઇને જામનગર શહેરમાં અકસ્મામાત બાદ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે અને અકસ્માત સર્જનાર સામે કાર્યવાહી કરાય તેવી પણ લોકોમાંં લાગણી અનેે માંગણી થઈ રહી છે જેથી આવા બનાવો બનતા અટકે અને નબીરાઓને પણ ભાન આવે તે માટે પોલીસે પણ કાયદાનો દંડો ઉગામવો જોઈએ તેવું બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે.  આ પણ વાંચો : દમણથી દારૂ ભરી સુરત જઈ રહેલું દંપતી ઝડપાયું, પોલીસને ચકમો આપવા ઘડ્યો હતો 'માસ્ટર પ્લાન'

  આ પણ વાંચો : સુરત : આશ્ચર્યજનક કરૂણ ઘટના! પતિ કેરીનો રસ લેવાનું ભૂલી જતા થયો ઝઘડો, પત્નીએ કરી આત્મહત્યા

  અકસ્માત બાદ કારમાંથી ઉતરતી એક યુવતી જોવા મળી રહી છે. જોકે, સમગ્ર ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પોલીસ ફરિયાદના અભાવે સામે આવી નથી. પરંતુ જે જગ્યાએ આ અકસ્માત થયો હતો તેનાથી થોડે દૂર આવેલી એક દુકાનના સીસીટીવી એચડી વીડિયોમાં સમગ્ર ઘટનાક્રમ નરી આંખોએ જોવા મળી રહ્યો છે. સાંકડી સેરીમાં આવતી આ કારે બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી તે પણ નરી આખે જોઈ શકાય છે.undefined
  Published by:Jay Mishra
  First published:May 25, 2021, 2:58 pm

  टॉप स्टोरीज