શ્રાદ્ધ વિશેષ: દુર્લભ થયેલાં કાગડાઓને કાગવાસ નાખવા જૂનાગઢના ભાવિકો અહિં પહોંચ્યા!

શ્રાદ્ધ વિશેષ: દુર્લભ થયેલાં કાગડાઓને કાગવાસ નાખવા જૂનાગઢના ભાવિકો અહિં પહોંચ્યા!
Devotees from Junagadh reached Bhavnath

junagadh News : જૂનાગઢમાં કાગડા દુર્લભ થવાથી, જૂનાગઢમાં વસતા ભાવિકો કાગવાસ નાખવા માટે છેક ભવનાથ સુધી આ જગ્યાએ આવી રહ્યાં છે!

 • Share this:
  હાલમાં ભાદરવા માસ નિમિત્તે થતાં શ્રાદ્ધ  (Shraddh in Month of ?Bhadarvo) અંતર્ગત કાગડાઓને નાખવામાં આવતાં કાગવાસનો વિશેષ મહિમા છે. હિન્દૂ કેલેન્ડર (Hindu calaender) પ્રમાણે આ શ્રાદ્ધ ભાદ્રપદ શુક્લ પૂર્ણિમા થી અશ્વિન કૃષ્ણ અમાવસ્યા સુધી કુલ 16 દિવસ સુધી ચાલે છે. શ્રાદ્ધ પક્ષને લઈને એવી માન્યતા છે કે, આ સમય દરમિયાન આપણાં પૂર્વજો કે પિતૃઓ કાગડાનું રૂપ લઈને આપણાં સ્થાને આવે છે અને શ્રાદ્ધ ભોજન લીધા બાદ તૃપ્ત થાય છે.

  વાત જો જૂનાગઢ (Junagadh) શહેરની કરીએ તો, જૂનાગઢ શહેરમાં એકપણ શેરી મહોલ્લા વિસ્તારમાં કાગડા (Crows) જોવા મળતાં નથી! કદાચ મળી પણ જાય તો, એવું ભાગ્યે જ બનતું હોય છે. ત્યારે જૂનાગઢ શહેરના લોકો કાગડાઓને કાગવાસ નાખવા માટે ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસના પાછળના ભાગે ઓમકારેશ્વર મહાદેવના મંદિર પાસે આવતાં જોવા મળ્યાં છે.  ભવનાથ મંદિર તરફ જતાં રસ્તે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ આવે છે, જેના પાછળના ભાગે ભૈરવનું તથા મહાદેવનું મંદિર આવેલું છે. આ જગ્યાએ બહુ માત્રામાં કાગડાઓ જોવા મળે છે, ત્યારે જૂનાગઢના ભાવિકો શ્રાદ્ધ નિમિતે ભવનાથ સુધી આવીને કાગડાઓને કાગવાસ આપીને ધન્યતા અનુભવતા જોવા મળ્યાં છે.undefined
  Published by:Jay Mishra
  First published:Sep 28, 2021, 12:18 pm