ગણેશોત્સવ ઉજવણી; પંડાલમાં તૈયાર થયેલ ગિરનાર રોપ-વેના ફ્લોટએ ભારે આકર્ષણ જમાવ્યું, તમે પણ કરો દર્શન

ગણેશોત્સવ ઉજવણી; પંડાલમાં તૈયાર થયેલ ગિરનાર રોપ-વેના ફ્લોટએ ભારે આકર્ષણ જમાવ્યું, તમે પણ કરો દર્શન
Girnar rope-way float

જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં રાજવંશી ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવની ઉજવણીમાં ગિરનાર રોપ-વેના ફ્લોટએ ભારે આકર્ષણ જમાવ્યું

 • Share this:
  સમગ્ર ભારતવર્ષમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે સોરઠનું જૂનાગઢ પણ ગણેશજીને રિઝવવામાં પાછળ રહે તેવું નથી! જૂનાગઢમાં ઠેરઠેર પંડાલ બનાવીને ગણેશ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે, સરકારશ્રીની ગાઈડલાઇન્સનું પણ ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે.

  જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં જૂની પંચાયત ચોકમાં સ્થિત રાજવંશી ગ્રુપ દ્વારા છેલ્લાં 14 વર્ષથી ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ગત વર્ષે કોરોના મહામારીને કારણે આયોજન મોકૂફ રખાયું હતું, પણ આ વર્ષે સરકાર દ્વારા મળેલી છૂટછાટને સંદર્ભે કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરતાં કરતાં બમણાં ઉત્સાહ સાથે રાજવંશી ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.  આ વર્ષે રાજવંશી ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ ગણેશ પંડાલમાં તૈયાર થયેલ ગિરનાર રોપ-વે ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગણેશજીને ફરતે ગિરનાર પર્વતમાળાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, જેમાં ગુરુ દત્તાત્રેય ટૂંક, અંબાજી ટૂંક, દાતાર પર્વત વગેરેનો સમાવેશ કર્યો છે. સાથોસાથ ગિરનાર પરથી પડતાં પાણીના ઝરણાં પણ દ્રશ્યમાન થાય છે. આ ઉપરાંત જળાશય બનાવવામાં આવ્યું છે, જેને લાઇટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યું છે.

  ગિરનાર રોપવેની ઝાંખી કરાવતા આ ફ્લોટને બનાવવામાં 7 દિવસ જેટલો સમય લાગ્યો હતો, જેની પાછળ રાજવંશી ગ્રુપના 12થી વધુ સભ્યોએ દિવસ-રાત મહેનત કરી હતી. જોશીપરાના જૂની પંચાયત ચોકમાં સ્થાપિત થયેલ રાજવંશી ગ્રુપના ગણપતિ અને ગિરનાર રોપવેની ઝાંખી કરાવતા અનોખા પંડાલના અનેક ભાવિકો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે.undefined
  Published by:Jay Mishra
  First published:Sep 14, 2021, 7:50 pm

  टॉप स्टोरीज