ભુજ: નકલી નોટથી ખરીદી કરનાર બંટી-બલીનો CCTV વીડિયો, ચાર દુકાને 2,000ની નોટ વટાવી

ભુજ: નકલી નોટથી ખરીદી કરનાર બંટી-બલીનો CCTV વીડિયો, ચાર દુકાને 2,000ની નોટ વટાવી
અજાણ્યા દંપતી વિરુદ્ધ કચ્છના ભૂજ શહેરમાં પોલીસ ફરિયાદ

વેપારીઓનો છેતરપિંડીની જાણ થતા પોલીસ ફરિયાદ કરી, બજારમાં ફરી રહેલા આ દંપતીનો સીસીટીવી વીડિયો જુઓ

 • Share this:
  મેહુલ  સોલંકી, કચ્છ : ભુજમાં (Bhuj) વેપારીઓને બે હજારની નકલી નોટ પધરાવાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં વાણિયાવાડ, તળાવ શેરી,અનમ રિંગ રોડ સહિતની બજારમાં 4 સ્થળે વેપારીઓને 2000 હજારની નકલી નોટ આપી એક દંપતી (Couple shopped with fake currency note) દ્વારા ખરીદી કરાઈ હતી,નકલી નોટથી ખરીદી કરનાર દંપતી સીસીટીવી ફુટેજમાં કેદ થયા છે,વેપારીઓ  નકલી નોટ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે સીસીટીવી ફૂટેજ લઈ રજુઆત કરવા પહોંચ્યા હતા.વેપારીઓના મતે સારા ઘરના લાગતા આ દંપતી બપોરના 1:30 થી 3 સુધી મુખ્ય બજારમાં વિવિધ સ્થળે ફરીને 2000ની નકલી નોટોથી  ખરીદી કરી હતી.

  આ દંપતીએ મુખ્ય બજારની 4 દુકાનોમાં જ્યાં જ્યાં ખરીદી કરી તે તમામ દુકાનોમાં સીસીટીવી માં કેદ થયા છે,વેપારીઓએ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે CCTV સાથે (CCTV Video) જાણવા જોગ ફરિયાદ અરજી આપી છે સાથેજ આ દંપતીને વહેલી તકે પકડવા માંગ કરી હતી જેથી અન્ય કેટલા વેપારીઓ આ દંપતિનો ભોગ બન્યા છે તે બહાર આવશે

  તો આ દંપતી પકડાયા બાદજ અન્ય કેલા સ્થળે આ નકલી નોટો અપાઈ છે,તેમજ કેટલી અપાઈ,આ નકલી નોટો ક્યાંથી આવી તેઓ સાથે અન્ય કોઈ વ્યક્તિ સમિલ છે કે,કેમ સહિતની વિગતો બહાર આવશે,હાલ પોલીસ દ્વારા વેપારીઓએ આપેલી જાણવા જોગના આધારે તપાસ કરાઈ રહી છે.

  આ પણ વાંચો : કચ્છ : જઘન્ય ઘટના! ભાઈ બન્યો 'હત્યારો' જાહેરમાં બહેનની કરી હત્યા, Live video વાયરલ

  આ દંપતીએ મુખ્ય બજારની 4 દુકાનોમાં જ્યાં જ્યાં ખરીદી કરી તે તમામ દુકાનોમાં સીસીટીવી માં કેદ થયા છે. વેપારીઓએ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે CCTV સાથે જાણવા જોગ ફરિયાદ અરજી આપી છે સાથેજ આ દંપતીને વહેલી તકે પકડવા માંગ કરી હતી જેથી અન્ય કેટલા વેપારીઓ આ દંપતિનો ભોગ બન્યા છે તે બહાર આવશે.

  આ પણ વાંચો : રાજ્યમાં ફરી coronaના કેસમાં ઉછાળો, સુરત-અમદાવાદમાં વિસ્ફોટ

  તો આ દંપતી પકડાયા બાદ જ અન્ય કેટલા સ્થળે આ નકલી નોટો અપાઈ છે,તેમજ કેટલી અપાઈ,આ નકલી નોટો ક્યાંથી આવી તેઓ સાથે અન્ય કોઈ વ્યક્તિ સમિલ છે કે,કેમ સહિતની વિગતો બહાર આવશે,હાલ પોલીસ દ્વારા વેપારીઓએ આપેલી જાણવા જોગના આધારે તપાસ કરાઈ રહી છેundefined
  Published by:Jay Mishra
  First published:Mar 16, 2021, 8:13 pm

  टॉप स्टोरीज