Corona during Pregnancy: પ્રેગ્નન્સીમાં મા અને બાળક પર કોરોનાની જુદી-જુદી અસર થાય છે- સ્ટડી

Corona during Pregnancy: પ્રેગ્નન્સીમાં મા અને બાળક પર કોરોનાની જુદી-જુદી અસર થાય છે- સ્ટડી
એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના સંક્રમણ પ્રેગનન્ટ મહિલા અને બાળકોના રોગપ્રતિકારક તંત્ર પર અલગ-અલગ અસર કરે છે. (Image- Shutterstock)

Corona during Pregnancy: હવે પ્રેગ્નન્સી દરમ્યાન કોરોના સંક્રમિત થનારી મહિલાઓ અને તેમના બાળકોથી જોડાયેલા એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના સંક્રમણ પ્રેગનન્ટ મહિલા અને બાળકોના રોગપ્રતિકારક તંત્ર (Immune system) પર અલગ-અલગ અસર કરે છે.

  • Share this:
    છેલ્લા બે વર્ષોમાં આખી દુનિયાને પ્રભાવિત કરનારા કોરોના વાયરસ પરનો અભ્યાસ ઘણાં દેશોમાં ચાલુ છે. તેઓ સ્ટડીઝ પરથી જુદા-જુદા તારણો રજૂ કરી રહ્યા છે. હવે પ્રેગ્નન્સી દરમ્યાન કોરોના સંક્રમિત થનારી મહિલાઓ અને તેમના બાળકોથી જોડાયેલા એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના સંક્રમણ પ્રેગનન્ટ મહિલા અને બાળકોના રોગપ્રતિકારક તંત્ર (Immune system) પર અલગ-અલગ અસર કરે છે. સ્ટડી મુજબ કોવિડ સંક્રમણ પ્રેગ્નન્ટ મહિલાની ઇમ્યુન સિસ્ટમને કમજોર બનાવી નાખે છે અને લક્ષણો વગરની તેમજ ગંભીર રૂપે સંક્રમિત મહિલાઓની ઇમ્યુન સિસ્ટમ પણ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપે છે.

    ક્લીવલેન્ડ ક્લિનીકલ ગ્લોબલ સેન્ટર ફોર પેથોજન એન્ડ હ્યુમન હેલ્થ રિસર્ચ (Cleveland Clinical Global Center for Pathogen and Human Health Research) દ્વારા કરવામાં આવેલી આ સ્ટડીને સેલ રિપોર્ટ્સ મેડિસિન નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. ક્લીવલેન્ડ ક્લિનીકલ ગ્લોબલ સેન્ટરના ડિરેક્ટર જે. જંગે (Jea Jung) કહ્યું, 'અમે જાણીએ છીએ કે ગર્ભાવસ્થા દરમ્યાન કોવિડ સંક્રમણને કારણે મહિલાઓ માટે જોખમ વધી જાય છે. પરંતુ ગર્ભમાં રહેલા બાળક સાથે સંકળાયેલા જોખમોના લાંબા ગાળાના પરિણામો વિશે આપણે જે જાણવું જોઈએ તેના કરતાં આપણે ઓછું જાણીએ છીએ.’



    જે. જંગે ઉમેર્યું કે, 'તેથી આ અભ્યાસમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે ગર્ભાવસ્થા પછી સમયાંતરે તપાસ કરવાથી કઈ રીતે અજાત બાળકમાં અણધાર્યા (unexpected) સંક્રમણના જોખમને ઓળખીને તેને રોકી શકાય છે.’

    આ પણ વાંચો: શિયાળામાં ઇમ્યુનિટી મજબૂત કરવી હોય તો ખાઓ સરસવનું શાક, આ ફાયદા પણ થશે

    આ રીતે કરવામાં આવ્યો અભ્યાસ

    આ અભ્યાસમાં સંશોધકોએ 93 માતાઓ અને તેમાંથી 45ના બાળકોનો સમાવેશ કર્યો હતો જેઓ કોરોના સંક્રમણની ચપેટમાં આવી ચૂક્યા હતા. ટીમે બ્લડથી લેવામાં આવેલા સાયટોકાઇન્સ (Cytokines) અને અન્ય ઇન્ફ્લેમેટરી પ્રોટીન (Inflammatory Proteins)ની 1,400થી વધુ ઇમ્યુન પ્રોફાઈલનો અભ્યાસ કર્યો. સંશોધકોએ માતાઓના કોરોના સંક્રમિત થવાના પ્રારંભિક તબક્કાના બ્લડ સેમ્પલ અને ગર્ભાવસ્થા દરમિયાન અન્ય સમયના સેમ્પલની તુલના કરી. આ દર્શાવે છે કે કેવી રીતે સંક્રમણ માતાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકમાં ફેલાય છે.

    આ પણ વાંચો: ઝડપથી વજન ઘટાડવું હોય તો માનો આયુર્વેદિક એક્સપર્ટની સલાહ, લાઈફસ્ટાઈલમાં કરો આ 8 ફેરફાર

    હજુ પણ ઓછા નથી થઈ રહ્યા કોરોનાના કેસ

    તમને જણાવી દઈએ કે વિશ્વના ઘણા દેશોમાં હજુ પણ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. તાજેતરમાં WHO એ અહેવાલ આપ્યો છે કે ગયા સપ્તાહે યુરોપ ક્ષેત્રમાં કોરોનાના કેસોમાં 11 ટકાનો વધારો થયો છે. આ એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં ઓક્ટોબરના મધ્યથી કેસ વધવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે.undefined
    Published by:Nirali Dave
    First published:Dec 1, 2021, 5:00 pm