અમદાવાદઃ પ્રેમિકાની સગાઈ થતાં પ્રેમીએ મંગેતરની હત્યા કરી કેનાલમાં ફેંક્યો, સરફરાજ મુલ્લા ઝડપાયો

અમદાવાદઃ પ્રેમિકાની સગાઈ થતાં પ્રેમીએ મંગેતરની હત્યા કરી કેનાલમાં ફેંક્યો, સરફરાજ મુલ્લા ઝડપાયો
આરોપી સરફરાજ મુલ્લાની અમદાવાદ SOG ક્રાઇમે ધરપકડ કરી

Ahmedabad crime news: પોલીસે પકડેલા આરોપીએ પ્રેમના ચક્કરમાં એક યુવકની હત્યા કરવાનો તેની પર આરોપ લાગ્યો છે. આરોપીનું નામ સરફરાજ મુલ્લા છે. આરોપી સરફરાજ મુલ્લાની અમદાવાદ SOG ક્રાઇમે કડીમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.

 • Share this:
  અમદાવાદઃ અમદાવાદના સરખેજ (Ahmedabad sarkhej area) વિસ્તારમાં રહેતા એક યુવકનો મૃતદેહ કડીમાંથી (boy found dead) મળી આવ્યા બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે. ગત 18 જુલાઈના રોજ ગુમ નદીમ કુરેશી પોતાની મંગેતરને પહેલા મળ્યો અને બાદમાં હત્યા કરાયેલી હાલતમાં કેનાલમાંથી મૃતદેહ મળી આવતા કડી પોલીસેના હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ (Kadi police arrested accused) કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પકડેલા આરોપીએ પ્રેમના ચક્કરમાં એક યુવકની હત્યા કરવાનો તેની પર આરોપ લાગ્યો છે. આરોપીનું નામ સરફરાજ મુલ્લા છે. આરોપી સરફરાજ મુલ્લાની અમદાવાદ SOG ક્રાઇમે (Ahmedabad SOG crime) કડીમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.

  બનાવ અંગેની હકીકતની વાત કરીએ તો ગત 18 જુલાઇના રોજ નદીમ કુરેશી પોતાની મંગેતર બિલકીશ બાનુંને મળવા માટે અમદાવાદથી કડી ગયો હતો. ત્યારબાદ ઘરે પરત નહિ ફરતા પરિવારે સરખેજ વિસ્તારમાં ગુમ થયા બાબતની જાણવા જોગ નોંધાવી હતી. જે અંગે SOGની ટીમે ખાનગી રાહે તપાસ કરતા પ્રેમ પ્રકરણમાં બનાવ બન્યાનું સામે આવ્યું હતું.  આ દરમિયાન બીજા દિવસે કડી પાસે રંગપુરડા નજીક નર્મદા કેનાલમાંથી નદીમનો મૃતદેહ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કેનાલમાંથી મળ્યો હતો. જે અંગે કડી પોલીસ સ્ટેશનમાં  હત્યાનો ગુનો નોંધાયો હતો. SOGની ટીમને ચોક્કસ હકીકત મળતા મૃતકને છેલ્લે રસ્તામાં સરફરાજ નામના વ્યક્તિએ ઊભો રાખી વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હોવાની વિગતો મળી હતી.

  આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

  આ પણ વાંચોઃ- Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

  જે આધારે  SOG ક્રાઈમે આરોપી સરફરાજ મુલ્લાની પુછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો અને હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે કડી ખાતેથી ધરપકડ કરી હતી.   આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે સરફરાજ મુલ્લા છેલ્લા ઘણા સમયથી મૃતકની મંગેતરને સાથે પ્રેમસંબંધમાં હતો.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

  છેલ્લા એકાદ વર્ષથી નદીમ કુરેશી સાથે બિલકીશબાનુંની સગાઈ થયાની જાણ થતા પ્રેમસંબંધમાં તકરાર ઉભી થઈ હતી. જેને પગલે સરફરાજે નદીમનું કાસળ કાઢી નાખવાના ઈરાદે બિલકીશ બાનુની મદદ લઇ નદીને કડી ખાતે મળવા બોલાવ્યો હતો.

  બાદમાં કાવતરુ રચી આરોપીને મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ તો સરફરાજ મુલ્લાની ધરપકડ કરતાં હત્યાના ષડયંત્રમાં અન્ય આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. જે અંગે વધુ તપાસ કરવા માટે એસ.ઓ.જી ક્રાઈમે  આરોપીને કડી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.  મહત્વનું છે કે આ કેસમાં આરોપી સરફરાજનો ભાઈ અને નદીમની મંગેતરની પણ સંડોવણી સામે આવી છે. જેને પગલે પોલીસે તેમની ધરપકડ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.undefined
  Published by:ankit patel
  First published:Jul 21, 2021, 7:19 pm