અમદાવાદ: કુખ્યાત બુટલેગર બંસીની ધરપકડ બાદ તપાસ અન્ય ઝોનના અધિકારીને સોપાતા અનેક તર્ક વિતર્ક

અમદાવાદ: કુખ્યાત બુટલેગર બંસીની ધરપકડ બાદ તપાસ અન્ય ઝોનના અધિકારીને સોપાતા અનેક તર્ક વિતર્ક
બુટલેગર બંસીની ધરપકડ

બંસી મોટો દારૂનો વેપારી છે, હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરી દારૂનો ધંધો ચલાવતો, તેની બિઝનેસ સ્ટાઈલ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

  • Share this:
    અમદાવાદ: શહેરની ઝોન 5 સ્કવોડ એ કુખ્યાત બુટલેગર અને ખાખીના મિત્ર તરીકે ઓળખાતા એવા બંસી બુટલેગરની ધરપકડ કરી હતી. જોકે બંસીની પૂછપરછ માં તેની બિઝનેસ સ્ટાઇલ જાણી પોલીસ પણ ચોકી ગઈ હતી. બંસી જૂની પુરાણી સ્ટાઈલથી નહીં પણ ટેક્નોલોજીના ઉપયોગ સાથે રીતસર કંપની ફોર્મેટમાં હિસાબ-કિતાબ રાખીને દારૂનો વેપાર થતો હોવાનું દારૂના ડીલર બંસીની ધરપકડમાં ખુલ્યું છે. તે દારૂનો ધંધા કરવા માટે કોલ સેન્ટરમાં વપરાતી 'જેક' ટેક્નોલોજી વાપરતો હતો. ઉલ્લેખનીય છે કે કોઈ પણ મોટા કેસમાં સ્થાનિક પોલીસ ગોઠવણ કરતી હોવાનું ઉચ્ચ અધિકારીઓ ના ધ્યાને આવતું હોય છે અને તેથી અન્ય અધિકારીઓને તપાસ ટ્રાન્સફર કરાતી હોય છે. ત્યારે બંસી કેસની તપાસ ઝોન 4 ના અધિકારીઓને સોપાતા ઉચ્ચ અધિકારીઓ ને સ્થાનિક પોલીસની ગોઠવણ ની ગંધ આવી ગઈ હતી કે શું તેવી ચર્ચા ચાલી છે.

    થોડા દિવસ પહેલા અનેક ગુનામાં વોન્ટેડ બંસી નામના બુટલેગર ની ઝોન 5 ડીસીપી અચલ ત્યાગીની સ્કવોડ એ ધરપકડ કરી હતી. અનેક વાહનો કે હે દારૂની હેરાફેરી માટે વપરાતા હતા તે પણ પોલીસે કબ્જે લીધા હતા. બંસી છેલ્લા ઘણા સમયથી દારૂનો મોટો વેપારી બની ગયો હતો. જેની તપાસ હવે ઝોન 4 ડીસીપીની અધ્યક્ષતા માં મેઘાણી નગર પીઆઇ ને સોપાઈ હોવાનું ડીસીપી અચલ ત્યાગી અને સેકટર 2 જેસીપી ગૌતમ પરમાર એ જણાવ્યું છે. બંસી ખાખી વર્ધિનો સાથ મેળવી દારૂનો મોટો ધંધો કરતા તપાસમાં કોઈ ખામી ન રહે તે માટે અન્ય અધિકારીને તપાસ સોપાઈ હોવાનું મનાય રહ્યું છે. જોકે તેની પૂછપરછમાં સામે આવ્યું કે, તે ધંધાના હિસાબો પણ કંપની ફોર્મેટમાં રાખતો હતો. બંસી દારૂનો ધંધો કંપની ફોર્મેટ હિસાબ રાખતો અને તે આવક-જાવકના હિસાબ અને ખરીદીની સાથે હાઈટેક ટેક્નોલોજીના ઉપયોગ પણ આ દારૂના વેપારમાં કરતો હતો. આ રેકેટમાં સંકળાયેલા વિસેક લોકોના નામ તપાસમાં સામે આવ્યા હોવાનું અચલ ત્યાગીએ જણાવ્યું છે.



    આ પણ વાંચોરાજકોટ : પુત્રની અણધારી વિદાય, પિતાએ મિંઢળ બાંધી-પીઠી ચોળી વરરાજાની જેમ તૈયાર કરી અંતિમયાત્રા કાઢી

    બુટલેગર બંસી અગાઉ કમલેશ ભૈયા સાથે સંકળાયેલો હતો અને બંસી તેની જગ્યા લઈને મોટો વેપારી બનવા માંગતો હતો. તેને કેટલાક બેઇમાન પોલીસવાળા મદદ પણ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં એકાદ બે એજન્સી નો પણ તેને સાથ મળતા તે મોટો વેપારી બની ગયો હતો. આ બધાની વચ્ચે બંસીને અનેક લક્ઝુરિયસ કાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. બંસી અમદાવાદમાં દારૂનો માફિયા બની ગયો અને તેણે પૂર્વ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પણ ઉભી કરી હતી. પોલીસ કહે છે કે બંસી અમદાવાદના અલગ અલગ લોકો મારફતે દારૂ સપ્લાય કરતો હતો. બંસી એક કંપની ફોર્મેટની જેમ દારૂનો વેપાર ચલાવતો હતો. જેનો વ્યવસ્થિત હિસાબ પણ લખતો હતો. જેમાં આવક ખર્ચ સહિતના હિસાબો પોલીસને મળ્યા છે. જેમાં દારૂ માટે ખરીદેલી ગાડીઓના હિસાબ તેની સાથે દારૂ પકડાય અને પછી કોઈ વાહન છોડીને જવું પડે તે ખર્ચનો પણ ઉલ્લેખ કરાયો હોવાનું ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું છે. તે કોને કેટલા રૂપિયા ચૂકવતો તે દરેક બાબતનો હિસાબ પોલીસને નામ સહિત મળ્યો છે જે હવે પોલીસની તપાસમાં બહાર આવશે.

    આ પણ વાંચોજામનગર : તબીબી વિદ્યાર્થીએ એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ કર્યો આપઘાત

    કોલ સેન્ટરમાં વપરાતી જેક સિસ્ટમ જેવી અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ બંસી કરતો હતો. જેનાથી તે કોઈને ફોન કરે તો અમેરિકા, કેનેડા, સિંગાપુરના નંબર ડિસ્પ્લે થતાં હતા અને કોઈ ટ્રેસ કરી શકતા ન હતા. જોકે પોલીસ બેડા ની ચર્ચા મુજબ ખાખીના સાથ વગર આ રીતે મોટા બુટલેગર બનવું અશક્ય છે તેમ બંસી પણ અનેક બેઇમાન પોલીસ ના સાથ થી જ આ ધંધામાં આગળ વધ્યો હતો. જેવો તે પોલીસ પકડમાં આવ્યો તુરંત જ વધુ એક દારૂનો મોટો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલ એ કણભા માંથી પકડ્યો હતો. લાખો રૂપિયાનો દારૂ પકડતા તેના ભાઈને તેણે આ કામ સોંપ્યું હોવાનું સામે આવતા હવે બંસી પર પણ વધુ કાર્યવાહી હાથ ધરી તેનું વર્ચસ્વ નાબૂદ કરવા પોલીસ પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસ પાર પાડવા જ તપાસ અન્ય અધિકારીને સોંપી દેવાઈ છે. ત્યારે આવનારા સમયમાં આ લિકર માફિયા કેસમાં શુ વધારે ખુલાસા થાય તે જોવાનું રહેશે.undefined
    Published by:kiran mehta
    First published:Jun 9, 2021, 7:23 pm

    टॉप स्टोरीज