અમદાવાદ : મોંઘી કાર લઇને અલગ અલગ રાજ્યોમાં મંદિરમાં કરતા હતા ચોરી, આવી છે મોડસ ઓપરેન્ડી

અમદાવાદ : મોંઘી કાર લઇને અલગ અલગ રાજ્યોમાં મંદિરમાં કરતા હતા ચોરી, આવી છે મોડસ ઓપરેન્ડી
ક્રાઇમ બ્રાન્ચે સુરેશ સોની, ધર્મેન્દ્ર ઉર્ફે ધમાં રાવ અને જગદીશ કુમાવત નામના આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad news- મંદિરમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે (crime branch)ધરપકડ કરી

 • Share this:
  અમદાવાદ : મંદિરમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે (crime branch)ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ગુજરાત (Gujarat), મહારાષ્ટ્ર (Maharashtra), રાજસ્થાન (Rajasthan)અને ગોવામાં મંદિરમાં ચોરીનો (Theft)ભેદ ઉકેલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે સુરેશ સોની, ધર્મેન્દ્ર ઉર્ફે ધમાં રાવ અને જગદીશ કુમાવત નામના આરોપીઓની ધરપકડ કરી છે.

  આરોપી સુરેશ સોની અમદાવાદના (Ahmedabad)મણિનગર વિસ્તારમાં રહે છે જ્યારે ધર્મેન્દ્ર ઉર્ફે રાવ અને જગદીશ કુમાવત રાજસ્થાનના સિરોહી જિલ્લામાં રહે છે. આ ત્રણેય આરોપીઓ આઇ 20 કાર લઇને ગુનાને અંજામ આપવા માટે જતા હતા. ક્રાઇમ બ્રાન્ચે આઇ 20 કાર સાથે ત્રણે આરોપીઓને ઝડપી પાડયા છે.  આરોપીઓની મોડસ ઓપરેન્ડીની જો વાત કરીએ તો ત્રણે આરોપીઓ પહેલા મંદિરની રેકી કરતા હતા. જે મંદિરમાં અને તેની આસપાસ સીસીટીવીના હોય તેવા મંદિરને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ ત્રણેય આરોપીઓ રાજસ્થાનના સમેરપુર વિસ્તારમાં મંદિરના પૂજારીની હત્યા કારી ભાગી ગયા હતા. અને ત્યાર બાદ રાજસ્થાનમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયા હોવાનું પણ સામે આવ્યું છે.

  આ પણ વાંચો - રાજકોટ : ઘૂંટણ સમા પાણીના પ્રવાહને ચીરીને આગળ વધી પોલીસ વાન, વીડિયો વાયરલ

  હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને નોર્થ ગોવામાં કરેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીઓએ ચોરી કરેલો મુદ્દામાલ કયા અને કોને વેચ્યો છે તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે acp ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે આરોપીઓ ખૂબજ રીઢા છે અને અગાઉ તો એક મંદિરમાં ચોરી કરતી વખતે પૂજારીની હત્યા કરી નાખી હતી.

  અમદાવાદમાં એમડી ડ્રગ્સ ઝડપાયું

  યુવાધનને બરબાદ કરતું ડ્રગ્સ એટલે એમડી ડ્રગ્સ (MD Drugs)છે. શહેરમાં (Ahmedabad)હાલ પણ કેટલાક યુવક- યુવતીઓ ડ્રગ્સના નશામાં સામેલ જ છે. જે આ પકડાયેલા ડ્રગ્સ અને ડ્રગ્સ ડીલર પરથી સાબિત થાય છે. શહેરમાં ગઈકાલે એમડી ડ્રગ્સ અને તેના સોદાગરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. દાણીલીમડા પોલીસે (Danilimda police)બાતમીના આધારે મુંબઈના (Mumbai)બે ડ્રગ્સ ડીલરો અને અમદાવાદના એક યુવક સહિત ત્રણ આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. અમદાવાદના દાણીલીમડામાં રહેતા અને એમડી ડ્રગ્સનો કારોબાર કરતા રઝીન સૈયદે ડ્રગ્સ ડીલરો પાસે મુંબઈથી ડ્રગ્સ વેચાણ માટે મંગાવ્યું હતું. જે પૈકી ગઈકાલે રાત્રે મુંબઇના ઈરફાન અને સર્જીલ રઝીન સૈયદને ડિલિવરી આપવા દાણીલીમડામાં આવેલી હોટલ માલવા પાસે આવ્યા હતા. જ્યાં વોચમાં રહેલી પોલીસે આરોપીઓને ડીલ કરતા રંગેહાથ ઝડપી લીધા હતા.undefined
  Published by:Ashish Goyal
  First published:Sep 14, 2021, 6:10 pm

  टॉप स्टोरीज