અમદાવાદ : શું પ્રાથમિક શાળાઓ શરૂ કરવી જોઈએ, જાણો શું કહી રહ્યા છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ

અમદાવાદ : શું પ્રાથમિક શાળાઓ શરૂ કરવી જોઈએ, જાણો શું કહી રહ્યા છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ
પ્રતિકાત્મક તસવીર

ICMRના વડાના નિવેદનથી આ ચર્ચા ફરી શરૂ થઈ છે ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશના તબીબી નિષ્ણાંતો શું માની રહ્યા છે તે જાણવું પણ જરૂરી છે

 • Share this:
  અમદાવાદ : કોરોનાના સંક્રમણના કારણે છેલ્લા દોઢ બે વર્ષથી બંધ રહેલી પ્રાથમિક શાળાઓ (Primary School)શરૂ કરવા મામલે ચર્ચાએ જોર પકડયું છે. ICMRના વડાના નિવેદનથી આ ચર્ચા ફરી શરૂ થઈ છે ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશના (Ahmedabad Medical Association) તબીબી નિષ્ણાંતો શું માની રહ્યા છે તે જાણવું પણ જરૂરી છે. ન્યૂઝ 18ની ટીમે તબીબોના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો. જોકે આ મામલે તબીબોના અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે.

  ICMRના વડા ડો. બલરામ ભાર્ગવે સેકન્ડરી શાળાઓ શરૂ કરતાં પહેલાં પ્રાયમરી શાળાઓ શરૂ કરવાની સલાહ આપી છે. 10થી 17વર્ષના બાળકોમાં 61.6 ટકા એન્ટીબોડી જ્યારે 6થી 9ના બાળકોમાં 57.2 ટકા એન્ટીબોડી હોવાના તારણના આધારે પ્રાયમરી શાળાઓ પહેલા ખોલવાની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી ડો. સાહિલ શાહે જણાવ્યું કે બાળકો માટેની વેકસીન જો આપણી પાસે અવેલેબલ જ ન હોય તો પછી આ પ્રકારનો અખતરો કરવો ના જોઇએ. નાના બાળકોને શાળાએ ભેગા કરવાથી નિયમો જળવાશે નહીં.  આ પણ વાંચો - રાજકોટ : પિતાએ 500 રૂપિયા ના આપતા યુવકે કર્યો આપઘાત, ચાર બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો

  તેમણે કહ્યું હતું કે બાળકો સતત માસ્ક પહેરવા ટેવાયેલા હોતા નથી. તેમજ સોશિયલ ડિસ્ટનસનું પાલન પણ જળવાઈ ના શકે. તેવી જ રીતે કોલેજો શરૂ કરતાં પહેલાં પણ વિદ્યાર્થીઓનું વેકસીનેશન જરૂરી છે. નહીં તો એ બાળક કે વિદ્યાર્થી જે તે સ્ટાફમાં તેમજ પરિવારમાં સંક્રમણ ફેલાવી શકે તેવું જોખમ વધી જાય છે.

  અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય ડો. વસંત પટેલે જણાવ્યું કે આ સીરો સર્વે થયો તેના તારણો ચકાસવા પડે. સીરો સર્વે ક્યાં રાજ્યમાં અંને જે તે રાજયના જીલ્લાઓમાં થયો છે. કારણ કે દરેક જિલ્લાની અને વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ હોય છે. એટલે જે તે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને શાળા ખોલવા અંગે નિર્ણય લઈ શકાય. જે જિલ્લામાં સર્વે થયો છે અને તે જીલ્લામાં એન્ડીબોડીનું પ્રમાણ પોઝિટિવ આવ્યું છે તો ત્યાંની પરિસ્થિતિ અનુસાર શાળાઓ શરૂ કરવા નિર્ણય લેવો જોઈએ. બાકી સર્વે બીજા કોઈ રાજ્યમાં થયો હોય અને શાળા શરૂ કરવાનો નિર્ણય જોઈ અલગ રાજયમાં લેવાય તેવું ના થવું જોઈએ.undefined
  Published by:Ashish Goyal
  First published:Jul 21, 2021, 9:12 pm

  टॉप स्टोरीज