અમદાવાદ : રાતે ઘરેથી ભાગી પ્રેમી સાથે ગયેલી સગીરાને યુવકે અડપલા કરી સવારે ઉતારી મૂકી

અમદાવાદ : રાતે ઘરેથી ભાગી પ્રેમી સાથે ગયેલી સગીરાને યુવકે અડપલા કરી સવારે ઉતારી મૂકી
પ્રેમિકાને અડપલાં કરી તરછોડી દેનારા યુવકની ધરપકડ

આકાશ સફેદ કલરની ગાડી લઈને સગીરાને લેવા આવ્યો હતો અને બાદમાં નારણપુરા તરફ લઈ ગયો હતો અને રસ્તામાં કોઈ જગ્યાએ ગાડી ઉભી રાખી સગીરાના શરીરના અલગ અલગ ભાગે સ્પર્શ કરવા લાગ્યો

 • Share this:
  અમદાવાદ: શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં (Ghatlodia Police station )  એક પ્રેમી સામે સગીરાની (Teenager) માતાએ અપહરણ અને પોકસો (POCSO) એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાની સગીર વયની દીકરી અવારનવાર આ પ્રેમી સાથે વાત કરવા માતા-પિતાનો ફોન વાપરતી હતી. ચૂપકે ચૂપકે જ્યારે તે ફોન વાપરતી ત્યારે તેની માતા તેને અનેકવાર ઠપકો આપતી હતી. આટલું જ નહીં બાદમાં તો તેને તેના પ્રેમીએ (Lover) એક ફોન પણ આપ્યો હતો. પરંતુ માતાએ તે ફોન થી વાત કરતા દીકરી ને રંગેહાથ પકડી પાડતાં તેને સમજાવી હતી અને બાદમાં ઠપકો આપતાં આ સગીરા ઘરેથી નીકળી ગઈ હતી. રોડ ઉપર જઈને અજાણી વ્યક્તિના ફોનમાંથી તેના પ્રેમીને ફોન કરતા તે કાર લઇને આવ્યો હતો અને બાદમાં કોઈ જગ્યાએ લઇ જઇ આ સગીરા સાથે અડપલા કર્યા હતા. સમગ્ર બાબતને લઈને ઘાટલોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે.

  ઘાટલોડિયામાં રહેતી એક મહિલા ઘરેથી ટિફિન બનાવી પીજીમાં, હોસ્પિટલમાં તેમજ ઓફિસમાં આપવાનું કામ કરે છે. આ મહિલાને સંતાનમાં ત્રણ દીકરા દીકરીઓ છે. આજથી છ એક મહિના અગાઉ મોડી રાત્રે આ મહિલા શૌચ કરવા માટે જતી હતી તે વખતે તેમની સૌથી નાની દીકરી કોઈ છોકરા સાથે વીડિયોકોલ થી વાતચીત કરતી હતી. જેથી આ મહિલાએ તેની પાસેથી ફોન લઈ લીધો હતો અને છોકરા બાબતે પૂછપરછ કરી હતી. ત્યારે આ સગીરાએ તેની માતાને જણાવ્યું કે બે મહિના પહેલા તે મોટા બાપુજી ના વેજલપુર ખાતે ના ઘરે ગઈ હતી ત્યારે આકાશ નામ ના છોકરા એ તેને તેનો મોબાઈલ નંબર અને ઇન્સ્ટાગ્રામ આઈડી આપ્યું હતું અને બાદમાં તેની સાથે ફોનમાં અવારનવાર વાતચીત કરતી હતી.  આ સગીરાએ તેની માતા ના ફોનમાં માતાના નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું અને તેનાથી તે આ છોકરા સાથે વાતચીત કરતી હતી. આકાશ નામના છોકરાએ આ સગીરાને લગ્ન કરવાનું જણાવી તેની સાથે વાતચીત કરતી હતી.

  આ પણ વાંચો : સુરત : ભરવાડ શખ્સની દાદાગીરીનો Viral Video, કામરેજની વિજય હોટલમાં મચાવ્યો આતંક

  જોકે દીકરીની આ પ્રેમ કહાની સામે આવતા માતાએ તેને સમજાવી હતી અને બાદમાં ફોનમાં પીન લોક રાખવાનું માતાએ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તે બનાવના દોઢ મહિના બાદ ફરીથી આ સગીરા તેના પિતાના મોબાઈલ નંબર માંથી આકાશ સાથે વાતચીત કરતી હતી.

  તે સમયે પણ તેને તેની માતાએ સમજાવી હતી અને ફોન આપવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ મહિલાએ તેની દીકરી તથા આકાશ નામના છોકરાને સમજાવ્યા હતા. જો કે સમાજમાં ઈજ્જત ન જાય તે માટે કોઈ ફરિયાદ કરી ન હતી.

  ગત 27 મેના રોજ સાંજે આ મહિલા ઘરે હાજર હતી. તે સમયે તેમની દીકરી પાસેથી એક સાદો મોબાઈલ ફોન પકડાયો હતો અને તે ફોન બાબતે પૂછતાં તેણે જણાવ્યું કે તે ફોન તેને આકાશ એ આપ્યો છે. આ ફોનમાં આ મહિલાના ભાભીનું સીમકાર્ડ લગાવ્યું હતું. જેથી આ મહિલાએ તેની દીકરી ને ઠપકો આપ્યો હતો અને બાદમાં સાંજે તેમની દીકરી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી.

  આ પણ વાંચો : સુરત : નામચીન ચિયા મલિકે રાત્રિ કર્ફ્યૂમાં B-Day ઊજવ્યો, Viral Videoએ પોલીસને કરી દોડતી, કાયદાની 'ઐસી કી તૈસી'

  આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day થયો વિવાદ

  આસપાસમાં તપાસ કરતા આ મહિલાને તેમની સગીર વયની દીકરી મળી આવી ન હતી. સવારે આ મહિલાની સગીર વયની દીકરી ઘરે આવી હતી ત્યારે પૂછ્યા વગર આખી રાત ક્યાં ગઈ હતી તે બાબતે પૂછતાં આ સગીરાએ જણાવ્યું કે ગઈકાલે ફોન રાખવા બાબતે ઠપકો આપતા તેને ખોટું લાગ્યું હતું અને તેથી તે ઘરેથી નીકળી ગઈ હતી.

  રોડ ઉપર બહાર ગઈ હતી ત્યાં રસ્તે જતાં એક ભાઈ પાસેથી મોબાઇલ ફોન લઈ આકાશ ને ફોન કર્યો હતો અને આકાશે આ સગીરાને જણાવ્યું હતું કે તું શાસ્ત્રી નગર ખાતે આવી જા હું તને લેવા આવું છું અને તને મારી સાથે મારા ઘરે રાખીશ તેમ જણાવતાં આ સગીરા ત્યાં પહોંચી હતી. ત્યારે આકાશ સફેદ કલરની ગાડી લઈને સગીરાને લેવા આવ્યો હતો અને બાદમાં નારણપુરા તરફ લઈ ગયો હતો અને રસ્તામાં કોઈ જગ્યાએ ગાડી ઉભી રાખી સગીરાના શરીરના અલગ અલગ ભાગે સ્પર્શ કરવા લાગ્યો હતો.

  આ પણ વાંચો : 59 વર્ષના લાઇનમેનનો જુવાનડાઓને શરમાવે એવો Live Video, વાયર રીપેર કરવા તળાવમાં 100 ફૂટ જેટલું તરીને થાંભલે ચઢ્યા

  આ પણ વાંચો :  જામનગર : યુવરાજસિહના મર્ડરના આરોપીઓ ઝડપાયા, હત્યાનું કારણ રેતીનો ધંધો?

  જેથી સગીરાએ આવું ન કરવા જણાવતા આકાશ તેને સવારે આઠ વાગ્યાની આસપાસ ટેલિફોન એક્સચેન્જ પાસે ઉતારી જતો રહ્યો હતો  બાદમાં સગીરા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી હોવાથી પરિવારજનો ઠપકો આપશે જે બીકે તે ઘરે આવી ન હતી અને તેની એક બહેનપણી ના ઘરે જઈ રાત ત્યાં રોકાઇ હતી. જેથી સમગ્ર બાબતે સગીરાની માતાએ આકાશ નામના છોકરા સામે અપહરણ અને પોકસો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.undefined
  Published by:Jay Mishra
  First published:May 29, 2021, 1:35 pm

  टॉप स्टोरीज