ગોધરામાં સવારથી જ વરસાદી માહોલ, માવઠું પડતા APMCમા પડેલ ઢાક્યા વગરનો માલ પલડયો

ગોધરામાં સવારથી જ વરસાદી માહોલ, માવઠું પડતા APMCમા પડેલ ઢાક્યા વગરનો માલ પલડયો
કમોસમી વરસાદ, ગોધરા, પંચમહાલ

જમીન પર મૂકેલા કેટલાક જથ્થા માં થી અમૂક જથ્થો આસપાસ પાણી નાં ખાબોચિયા ભરાઇ જવાના કારણે...

 • Share this:
  ગોધરા:   આજરોજ આગાહી અનુસાર વહેલી સવારથી જ વરસાદ માહોલ સમગ્ર પંચમહાલ જિલ્લામાં જોવાઇ રહ્યો છે ત્યારે ગોધરા શહેરમાં સવારથી અત્યાર સુધી માં ૧ mm વરસાદ નોંધાયો છે.ત્યારે બીજી તરફ ગોધરા એપીએમસી દ્વારા આપવામાં આવેલા સૂચનો અનુસાર વેપારીઓ દ્વારા અનાજની જણસી ઓને પ્લાસ્ટિક ની ટાટપત્રીથી ઢાંકી દેતાં અનાજનો મોટો જથ્થો પલડતા બચાવી લેવાયો.પરંતુ જમીન પર મૂકેલા કેટલાક જથ્થા માં થી અમૂક જથ્થો આસપાસ પાણી નાં ખાબોચિયા ભરાઇ જવાના કારણે પલડેલો જોવા મળ્યો હતો.

  આ પણ વાંચો: અમદાવાદ : યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો NRI પંકજ પટેલ, પછી શું થયું  ૨. ગતરાત્રે રાજસ્થાન થી વડોદરા જઈ રહેલા વડોદરા ના પરીવાર નો શહેરા નાં રીલાયન્સ પેટ્રોલપંપ પાસે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક નું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે ભટકાઇ હતી. અકસ્માત માં કાર માં બેસી ને જતાં ૬ વ્યક્તિઓ ને ઇજા પહોંચતા તરત એમ્બ્યુલન્સ મારફતે શહેરાની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત ના સ્થળે ડીવાયડર રેલીંગ તોડી કાર ઊંધી થઈ ગઈ હતી જેથી રેલીંગ તૂટવાના અવાજથી ચારેય બાજુ થી કુતૂહલવશ પ્રજા દોડી આવી હતી. બનેલા ગમખ્વાર અકસ્માતમાં સદનસીબે એક પણ મોત ન થતા તમામ નો આબાદ બચાવ થયોundefined
  Published by:kuldipsinh barot
  First published:Dec 1, 2021, 10:22 pm