Ganesh Mahotsav: વડોદરામાં ભિન્ન ભિન્ન સ્વરૂપે જોવા મળી શ્રીજીની ભક્તિ

Ganesh Mahotsav: વડોદરામાં ભિન્ન ભિન્ન સ્વરૂપે જોવા મળી શ્રીજીની ભક્તિ
ભગવાન ગણેશની મૂર્તી

vadodara news: પર્યાવરણની રક્ષા કરતા શ્રીગણેશની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે ગણેશજીના વિભિન્ન સ્વરૂપો જોવા મળી રહ્યા છે.

  • Share this:
    વડોદરાઃ ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ગણેશોત્સવની ઉજવણી (Ganesh mahotsav) સરકારની ગાઈડલાઈન્સ મુજબ કરવામાં આવી રહી છે. ત્યારે પર્યાવરણની રક્ષા કરતા શ્રીગણેશની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે ગણેશજીના વિભિન્ન સ્વરૂપો જોવા મળી રહ્યા છે.

    1. સુકામેવા તેમજ શ્રીફળનો ઉપયોગ કરીને ગણેશજીની મૂર્તિ બનાવી...



    ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ગણેશોત્સવની ઉજવણી સરકારની ગાઈડલાઈન્સ મુજબ કરવામાં આવી રહી છે. ત્યારે પર્યાવરણની રક્ષા કરતા શ્રીગણેશની સ્થાપના કરવામાં આવી છે. માંજલપુરના પાર્થ પટેલે સુકામેવા તેમજ શ્રીફળનો ઉપયોગ કરીને ગણેશજીની મૂર્તિ બનાવી છે. જે ઈકો ફ્રેન્ડલી છે.

    માંજલપુર વિસ્તારમાં રહેતા પાર્થ પટેલ છેલ્લા 5 વર્ષથી અનોખી રીતે ગણેશજીની પ્રતિમા બનાવીને ભક્તિભાવ પૂર્વક ઘરમાં જ સ્થાપના કરીને ગણેશોત્સવ પર્વ ઉજવે છે. આ વર્ષે સુકામેવા માંથી ગણેશજીની પ્રતિમા બનાવી છે. ગણેશજીનું મુખ શ્રીફળ માંથી બનાવ્યું છે. ઉપરાંત હાથ, કાન અને પેટ અખરોટનો ઉપયોગ કરીને બનાવ્યા છે. જ્યારે દાંત કાજુ માંથી બનાવ્યા છે. ગણેશજીની પ્રતિમા તૈયાર કરવાસ માટે 3 કીલો સુકામેવાનો ઉપયોગ કકરવામાં આવેલ છે.

    2. વેક્સિનેશનની જાગૃતિ ફેલાવતું શ્રીજીનું સુશોભન...

    ગણેશ ઉત્સવને લઈ ઘરે તેમજ પંડાલોમા આજે દુંદાળા દેવ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. સરકારે ગણેશ ઉત્સવમાં છૂટછાટ આપતા ગણેશ ભક્તો ખુશખુશાલ છે. ગણેશ ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહેલા ગણેશ ભક્તો એ ઘરે અને પંડાલોમાં અવનવી થીમ પર ડેકોરેશન કરી ગણેશજીને ધામધૂમથી બિરાજમાન કર્યા છે.

    શહેરના હરિનગર ખાતે આવેલ વ્હાવહનટી માતાજીના મંદિર પાસે ઓધવપુરા યુવક મંડળ દ્ધારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અભિનેતા સોનું સુદ સાથે ગણેશજીની મૂર્તિ બનાવી છે. જેમાં તેમને નરેન્દ્ર મોદી અને સોનું સુદને વેક્સિન અને ઓક્સિજન બોટલ સાથે દર્શાવ્યા છે. ઓધવપુરા યુવક મંડળના નિલેશ પરમાર દ્વારા કોરોના સંક્રમણની કામગીરીને મૂર્તિના સ્વરૂપે બિરદાવી લોકો એ વૅક્સિન લેવી કેટલી જરૂરી છે તે સંદેશ આપવાનો પ્રયાશ કર્યો છે. સાથે અને કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી, તે દર્શાવીને લોકોને હવે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

    3. લાલબાગ કા રાજાની આબેહૂબ શ્રીજી વડોદરામાં બિરાજમાન...

    વડોદરાના માંજલપુર ડ્રિમ આઈકોનીયા ફ્લેટમાં રહેતા ગણેશભક્ત ઘનશ્યામ ફૂલબાજેની વિઘ્નહર્તા પ્રત્યેની અનોખી શ્રદ્ધામાં શ્રીજીને રૂપિયા 1 કરોડથી વધુના આભૂષણો પહેરાવામાં આવેલ છે. આ શ્રીજી ભક્તે તેમના નિવાસ્થાને સ્થાપના કરેલ લાલબાગ કા રાજા મહારાષ્ટ્રની હુબેહુબ શ્રીજીની પ્રતિમાને 1 કરોડ ઉપરાંતના સોનાના આભૂષણોથી શ્રીજીને શણગાર્યા છે. જેમાં સોનાનો હા૨, સોનાના બાજુબંધ, સોનાના હાથના કડા, સોનાના પગ, સોનાનો હાથનો આશીર્વાદ (પંજો), સૂંઠનો સોનાના શણગારના કરવામાં આવ્યો છે.

    મહારાષ્ટ્રના પ્રખ્યાત લાલબાગ કા રાજાની જેમજ પોતાના ઘરમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરતા શ્રીજી ભક્ત ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં પેઢી દર પેઢીથી ચાલતી આવતી પરંપરા મુજબ મહારાષ્ટ્રના લાલબાગ કા રાજાની જેમજ પ્રતિમા બનાવડાવી અમારા ઘરે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે અને દર વર્ષે શ્રીજીની પ્રતિમાને એક નવા સોનાનું આભૂષણ ચઢાવવામાં આવે છે. આ પ્રથા છેલ્લા 10 વર્ષથી કાયમ છે અને સોના ના આભૂષણ ખાસ શ્રીજીની પ્રતિમા માટે જ બનાવવામાં આવે છે. હાલ એક કિલો  સોનાના ઘરેણાં શ્રીજી માટે તૈયાર થયા છે. અમારી આસ્થા એવી છે કે, સોનુ વધારીને શ્રીજીને વધારેમાં વધારે સોનાનો ચઢાવો અર્પણ કરીએ. જ્યારે વર્ષ 2022માં શ્રીજીને હાથમાં સોનાનું ચક્ર છે, તેમજ સોનાની ફરસીનો ઉમેરો કરવામાં આવશે.undefined
    Published by:ankit patel
    First published:Sep 13, 2021, 10:24 pm

    टॉप स्टोरीज