દિલ્હી સ્પેશ્યલ સેલે 2 આતંકવાદી સહિત 6 લોકોની ધરપકડ કરી, પ્રખ્યાત લોકોને કરવાના હતા ટાર્ગેટ

દિલ્હી સ્પેશ્યલ સેલે 2 આતંકવાદી સહિત 6 લોકોની ધરપકડ કરી, પ્રખ્યાત લોકોને કરવાના હતા ટાર્ગેટ
દિલ્હી પોલીસે જાહેર કરેલી આતંકવાદીઓની તસવીર

Terrorists- જાણકારી પ્રમાણે બે આતંકીઓની (Terrorists) ટ્રેનિંગ પાકિસ્તાનમાં (Pakistan)થઇ હોવાની વાત સામે આવી છે, આ બધા પાસેથી મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક પણ મળી આવ્યા

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હીની સ્પેશ્યલ સેલે (Delhi Police Special Cell) મોટી કાર્યવાહી કરતા 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બધાનો સંબંધ આઈએસઆઈ (ISI)અને અંડરવર્લ્ડ સાથે બતાવવામાં આવી રહ્યો છે. જાણકારી પ્રમાણે બે આતંકીઓની (Terrorists) ટ્રેનિંગ પાકિસ્તાનમાં (Pakistan)થઇ હોવાની વાત સામે આવી છે. આ બધા પાસેથી મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક પણ મળી આવ્યા છે. સૂત્રોના મતે દિલ્હીની સ્પેશ્યલ સેલે યૂપી એટીએસ સાથે પ્રયાગરાજમાં છાપેમારી કરી તેમની ધરપકડ કરી છે. પ્રયાગરાજના કરેલીમાં આ બધા રોકાયેલા હતા.

  પોલીસના સૂત્રોના મતે આ બધા આતંકી દેશના અલગ-અલગ શહેરમાં મોટું ષડયંત્ર રચી રહ્યા હતા અને આવનાર સમયમાં દહેશત ફેલાવવાનો મોટો પ્લાન તૈયાર હતો. જેનો ખુલાસો કરતા સ્પેશ્યલ સેલ અને યૂપી એટીએસે આ બધાને દબોચી લીધા છે. સાથે દેશના ઘણા મોટા અને નામચીન લોકોને પણ આ લોકો પોતાના નિશાને લેવાના હતા.  આ પણ વાંચો - હોટલમાં બોયફ્રેન્ડ સાથે 15 વર્ષની યુવતી, ત્રીજા માળેથી પટકાઇ, રૂમમાંથી આપત્તિજનક સામગ્રી પણ મળી

  નિશાને હતા મોટા નામ

  આતંકીઓની પૂછપરછમાં પોલીસને ઘણી સાબિતી હાથ લાગી છે. અહીં અલગ-અલગ શહેરોમાં વિસ્ફોટ કરવા અને દહેશત ફેલાવવાની સાથે ઘણા મોટા લોકોને પણ પોતાના નિશાને બનાવીને દેશનો માહોલ બગાડવા માંગતા હતા. સૂત્રોના મતે આવા લોકોમાં રાજનેતાઓની સાથે ઘણા સમાજસેવી અને વેપારીઓના નામ છે. જોકે પોલીસે હજુ સુધી એ વાતનો ખુલાસો કર્યો નથી કે આ આતંકીઓના નિશાને કોણ-કોણ હતા.

  ISIનો પણ હાથ

  બતાવવામાં આવી રહ્યું છે કે જે બે પાકિસ્તાનથી ટ્રેન્ડ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે તેમનો સીધો સંબંધ પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈ સાથે છે. તેમને અંડરવર્લ્ડનું પણ સમર્થન મળી રહ્યું છે. જે માટે મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક પણ જમા કરી લીધા હતા.

  આતંકીઓની પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે. જાણકારી પ્રમાણે આતંકીઓની પાછળ દાઉદ ઈબ્રાહીમના ભાઈ અનીસ ઇબ્રાહીમની પણ મહત્વપૂર્ણ ભૂમિકા સામે આવી રહી છે. જાણકારી પ્રમાણે અનીસ ઇબ્રાહીમ આ આંતકવાદીઓને દહેશત ફેલાવવા માટે દરેક પ્રકારની મદદ કરી રહ્યો હતો. ભારતમાં તેમને રૂપિયા, વિસ્ફોટક અને હથિયાર સુધી પહોંચાડી રહ્યો હતો.undefined
  Published by:Ashish Goyal
  First published:Sep 14, 2021, 7:57 pm

  टॉप स्टोरीज