કેજરીવાલનો કેન્દ્રને સવાલ- Pizzaની હોમ ડિલીવરી થઈ શકે છે તો Ration કેમ નહીં?

કેજરીવાલનો કેન્દ્રને સવાલ- Pizzaની હોમ ડિલીવરી થઈ શકે છે તો Ration કેમ નહીં?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

દિલ્હીમાં ઘર-ઘર રાશન યોજના પર વિવાદઃ અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર

 • Share this:
  નવી દિલ્હી. દેશની રાજધાની દિલ્હી (Delhi)માં ‘ઘર-ઘર રાશન યોજના’ (Ghar Ghar Ration Scheme)ને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) અને કેન્દ્ર સરકાર (Central Government) વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન કેજરીવાલે કહ્યું છે કે આગામી સપ્તાહથી ઘરે-ઘરે રાશન પહોંચાડવાનું કામ શરૂ થવાનું હતું. તમામ તૈયારીઓ થઈ ગઈ હતી અને અચાનક તમે બે દિવસ પહેલા તેને કેમ રોકી દીધી? એવું કહીને તેને નકારી દીધી છે કે અમે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી નથી લીધી.

  આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, અમે એક વાર નહીં પાંચ વાર આપની મંજૂરી લીધી છે. કાયદાકિય રીતે મંજૂરીની જરૂર નથી. રાશનની હોમ ડિલિવરી કેમ ન થવી જોઈએ? તમે રાશન માફિયાની સાથે ઊભા રહેશો તો ગરીબોની સાથે કોણ ઊભું રહેશે? તે 70 લાખ ગરીબોનું શું થશે જેનું રાશન આ રાશન માફિયા ચોરી કરી લે છે.  આ પણ વાંચો, આ વર્ષે પણ નહીં યોજાય અમરનાથ યાત્રા, લાઇવ આરતીમાં કરી શકાશે બાબા બર્ફાનીના દર્શન

  પિઝા-બર્ગરની હોમ ડિલીવરી તો રાશનની કેમ નહીં?

  કેજરીવાલે વધુમાં કહ્યું કે, આ દેશમાં જો સ્માર્ટફોન, પિઝાની હોમ ડિલીવરી થઈ શકે છે તો રાશનની કેમ નહીં? પ્રધાનમંત્રી સર આપ રાશન માફિયાનું કેમ સમર્થન કરી રહ્યા છો? તે ગરીબોનું કોણ સાંભળશે? કેન્દ્રએ કોર્ટમાં અમારી યોજનાની વિરુદ્ધ આપત્તિ વ્યક્ત નહોતી કરી તો તેની પર મનાઈ કેમ કરવામાં આવી રહી છે? અનેક ગરીબ લોકોની નોકરી જતી રહી છે. લોકો બહાર નથી જવા માંગતા તેથી અમે ઘરે-ઘરે રાશન મોકલવા માંગીએ છીએ.

  જાણો વિવાદ પાછળનું કારણ

  આવું પહેલીવાર નથી જ્યારે આ પ્રકારથી ડોર સ્ટેપ રાશન ડિલીવરીને લઈને વિવાદ શરુ થયો હોય. આ પહેલા પણ કેન્દ્ર સરકારે એ વાત પર આપત્તિ વ્યક્ત કરી હતી કે આ યોજના કેન્દ્ર સરકારની નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવે છે , જેમાં કોઈ પણ ફેરફાર માત્ર સંસદ કરી શકે છે ન કે રાજ્ય. તેથી દિલ્હી સરકાર આ યોજનાનું ન તો નામ બદલી શકે અને ન તો કોઈ બીજી યોજના સાથે તેને જોડી શકે.

  આ પણ વાંચો, કોરોનાનો ગ્રાફ વધુ નીચે આવ્યો, 24 કલાકમાં 1.14 લાખ નવા કેસ, 2677 દર્દીનાં મોત


  મૂળે, દિલ્હી સરકાર આ યોજનાને મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજનાના નામથી શરૂ કરવા માંગતી હતી, જેની સામે કેન્દ્રની આપત્તિ હતી. વિવાદ થયો તો કેજરીવાલ સરકાર તેની પર સહમત થઇ ગઈ હતી કે તેમાંથી મુખ્યમંત્રી શબ્દ હટાવી દેવામાં આવશે. કેબિનેટની મીટિંગમાં આ શબ્દને હટાવી દેવામાં આવ્યો અને પછી દિલ્હી સરકારે ઘર-ઘર રાશન યોજનાના નામથી તેને શરુ કરવા માટે કેન્દ્રની મંજૂરી માંગી, પરંતુ હવે તેને પણ કેન્દ્રએ મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો છે.undefined
  Published by:Mrunal Bhojak
  First published:Jun 6, 2021, 12:41 pm

  टॉप स्टोरीज