ફોન કરીને મહિલાને બહાર બોલાવ્યા બાદ પડોશી યુવકે ચપ્પાના ઉપરા છાપરી ઘા ઝીંક્યા, હુમલાનો કમકમાટી ભર્યો live video

ફોન કરીને મહિલાને બહાર બોલાવ્યા બાદ પડોશી યુવકે ચપ્પાના ઉપરા છાપરી ઘા ઝીંક્યા, હુમલાનો કમકમાટી ભર્યો live video
ઘટના સ્થળની તસવીર

મહિલાને તેણે ફોન કરીને ઘરની બહાર બોલાવી હતી અને ત્યારબાદ ચપ્પા વડે હુમલો કર્યો હતો. આરોપીનું નામ નરેશ ઉર્ફે રાજુ છે. તે મહિલાનો પડોશી છે.

 • Share this:
  નવી દિલ્હીઃ મહિલા સુરક્ષા અંગેના તમામ દાવાઓ છતાં મહિલાઓ (woman) સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી અટકતી નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (delhi) એક મહિલાને ચપ્પાના ઘા (knife attack) મારવાની ઘટના સામે આવી છે. આ ઘટના દિલ્હીના રોહિણી વિસ્તારની છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ (CCTV) થઈ હતી. ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને પોલીસે (police) વધુ તપાસ હાથધરી છે.

  પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક રુંવાડા ઊભા કરનારી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. રોહિણી સેક્ટર 11માં એક 28 વર્ષની મહિલા ઉપર તેના પડોશીએ ચપ્પા વડે હુમલો કર્યો હતો.  પડોશીએ ચપ્પાના અનેકવાર હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્યારબાગ ગંભીર રીતે ઘાયલ મહિલાને દિલ્હીના સફરદજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની હાલત ગંભીર બતાવી હતી.

  આ પણ વાંચોઃ-વાપીઃ ST બસ ડ્રાઈવર અને મહિલા કંડક્ટર રંગેહાથે ઝડપાયા, બંને બસનો ઉપયોગ કરી કરતા હતા 'કાળું કામ'

  આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

  દિલ્હી પોલીસ પ્રમાણે શાહાબાદ ડેરી પોલીસ સ્ટેશનને ગુરુવારે રાત્રે 8.30 વાગ્યે સૂચના મળી હતી કે એક મહિલાને એક વ્યક્તિએ ચપ્પાના ઘા માર્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથધરી હતી. ચપ્પાના અનેક વખત વાર કરતા ગંભીર રૂપથી ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલાવમાં આવી હતી.

  આ પણ વાંચોઃ-જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

  આ પણ વાંચોઃ-રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારો પર આભ તૂટી પડ્યું

  પોલીસ પ્રમાણે તપાસમા એ વાત સામે આવી છે કે આરોપીનું નામ નરેશ ઉર્ફે રાજુ છે. તે મહિલાનો પડોશી છે. મહિલાને તેણે ફોન કરીને ઘરની બહાર બોલાવી હતી અને ત્યારબાદ ચપ્પા વડે હુમલો કર્યો હતો.  પીડિતાના પરિજનો પ્રમાણે થોડા દિવસ પહેલા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ થઈ રહી છે. આ સંબંધમાં જાણકારી આપવાની વાત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.undefined
  Published by:ankit patel
  First published:Jun 4, 2021, 6:34 pm

  टॉप स्टोरीज