સાઉદી અરેબિયા પહોંચ્યો ઓમિક્રોન, પહેલો દર્દી મળી આવતાં ગભરાટ ફેલાયો

સાઉદી અરેબિયા પહોંચ્યો ઓમિક્રોન, પહેલો દર્દી મળી આવતાં ગભરાટ ફેલાયો
સાઉદી અરેબિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો પ્રથમ દર્દી મળી આવ્યો છે. (Image- shutterstock)

Omicron variant: સાઉદી અરેબિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો પ્રથમ દર્દી મળી આવ્યો છે. સરકારી સમાચાર એજન્સીએ કહ્યું કે આ વેરિઅન્ટ એક વ્યક્તિમાં જોવા મળ્યો છે જે ઉત્તર આફ્રિકન દેશમાંથી આવ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી. સાઉદી અરેબિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron variant)નો પ્રથમ દર્દી મળી આવ્યો છે. સરકારી સમાચાર એજન્સીએ કહ્યું કે આ વેરિઅન્ટ એક વ્યક્તિમાં જોવા મળ્યો છે જે ઉત્તર આફ્રિકન દેશમાંથી આવ્યો છે. રિપોર્ટ અનુસાર, પોઝિટિવ મળી આવેલ વ્યક્તિને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે અને તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાડી દેશોમાં આ વેરિઅન્ટનો આ પહેલો કેસ છે, જે વિશ્વના 14થી વધુ દેશોમાં ફેલાયો છે. આ વેરિઅન્ટને લઈને વિવિધ દેશોની સરકારોએ એલર્ટ જાહેર કર્યું છે.

  અહીં, અમેરિકન વૈજ્ઞાનિક ડૉ. એન્થોની ફોસીએ કહ્યું કે નવો વેરિઅન્ટ હજુ પણ અમારા માટે શોધનો વિષય છે, તેના વિશે વધુ જાણવા માટે ત્રણથી ચાર અઠવાડિયા લાગી શકે છે. હવે વૈજ્ઞાનિકો તેના લેબ સેમ્પલની તપાસ કરી રહ્યા છે. વિશ્વભરના લોકોમાં Omicron વેરિઅન્ટ અંગે ચિંતા વધી ગઈ છે. આ દરમ્યાન દક્ષિણ આફ્રિકાના એક ડોક્ટરે તેના લક્ષણો જાહેર કર્યા છે. આ ડોકટર આ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના આ ડૉક્ટરનું કહેવું છે કે ઘણા દર્દીઓમાં અગાઉ અજાણ્યા લક્ષણો હતા. જો કે, લક્ષણો હળવા હતા અને દર્દી હોસ્પિટલમાં દાખલ થયા વિના સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો.  લંડન અને એમ્સ્ટરડમમાં પણ પોઝિટિવ દર્દીઓ મળ્યા

  દક્ષિણ આફ્રિકા, યુરોપિયન દેશો, બ્રિટન, નેધરલેન્ડ, લેટિન અમેરિકા સહિત 20થી વધુ દેશોમાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન પહોંચી ગયો છે. એવા અહેવાલો છે કે લંડન અને એમ્સ્ટરડમમાં પણ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. આવી સ્થિતિમાં અહીંના મુસાફરોને લઈને વિશેષ તપાસ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો: Omicron Variant: રેલવે સ્ટેશનો પર ચેકિંગ અને ટેસ્ટિંગમાં વધારો, હવે આ લોકો જ ટિકિટ બુક કરી શક્શે

  કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વિશે AFP સાથેની વાતચીતમાં ડૉ. એન્જેલિક કોએત્જીએ જણાવ્યું કે ઓમિક્રોન દર્દીઓમાં વધુ થાક, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં દુખાવો અને સૂકી ઉધરસ જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું કે કેટલાક દર્દીઓમાં તાપમાન થોડું વધારે હતું.

  કોએત્જીએ સ્વાસ્થ્ય અધિકારીઓને ચેતવણી આપી હતી કે દેશમાં કોરોનાની વર્તમાન તસવીર જૂના વેરિઅન્ટ ડેલ્ટાથી બિલકુલ અલગ છે. જો કે તે સમય સુધીમાં વૈજ્ઞાનિકો પહેલાથી જ વેરિઅન્ટ પર કામ કરી રહ્યા હતા.

  આ પણ વાંચો: Omicron: આજે મધ્યરાત્રિથી ભારતમાં નવા મુસાફરીના નિયમો આવશે અમલમાં, 5 પોઇન્ટમાં જાણો બધું જ

  કોએત્જીએ કહ્યું- અમે એવું નથી કહી રહ્યા કે વધુ ગંભીર બિમારીઓ નહીં હોય પરંતુ હાલમાં અમે એવા દર્દીઓ જોયા છે જેમને રસી આપવામાં આવી નથી તેવા દર્દીઓમાં પણ હળવા લક્ષણો છે. તેમને ખાતરી છે કે યુરોપમાં પહેલાથી જ ઘણા લોકો છે જેઓ આ નવા વેરિઅન્ટથી સંક્રમિત છે. કોએત્જીએ જે રોગીઓની સારવાર કરી તેમાંથી મોટાભાગના દર્દીઓ 40 વર્ષથી ઓછી ઉંમરના પુરૂષો હતા અને તેમાંથી અડધાથી ઓછાને રસી આપવામાં આવી હતી.undefined
  Published by:Nirali Dave
  First published:Dec 1, 2021, 7:55 pm

  टॉप स्टोरीज