પાકિસ્તાનમાં પૂર્વ ડિપ્લોમેટની પુત્રીની હત્યા, માથું કર્યું ધડથી અલગ, પછી પણ મારી ગોળી

પાકિસ્તાનમાં પૂર્વ ડિપ્લોમેટની પુત્રીની હત્યા, માથું કર્યું ધડથી અલગ, પછી પણ મારી ગોળી
પ્રતિકાત્મક તસવીર

pakistan - નૂરની હત્યા કરનાર વ્યક્તિ પાકિસ્તાનના મોટા બિઝનેસમેનનો પુત્ર છે

 • Share this:
  ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં (Pakistan) એક પૂર્વ ડિપ્લોમેટની પુત્રીની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ઘટનાની જાણકારી આપતા કહ્યું કે પૂર્વ ડિપ્લોમેટની પુત્રીની હત્યા પહેલા તેનું માથું કાપવામાં આવ્યું હતું. ઘટના મંગળવારે બની હતી. આ ઘટનાને ઇસ્લામાબાદમાં એક ઘરની અંદર અંજામ આપવામાં આવ્યો છે. 27 વર્ષની મૃતક યુવતીનું નામ નૂર મુકાદમ (Noor Mukadam)છે. જે શૌકત મુકાદમની પુત્રી છે. પોલીસનું કહેવું છે કે નૂરને ગોળી માર્યા પહેલા તેના પર ચાકુથી પ્રહાર કરીને મારવામાં આવી છે.

  પોલીસના મતે હત્યામાં કથિત રીતે સંડાવાયેલો હોવાના આરોપમાં પીડિતાના એક મિત્રની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે કથિત રીતે નૂરની હત્યા કરનાર વ્યક્તિ દેશના મોટા બિઝનેસમેનનો પુત્ર છે. મામલાની ફરિયાદ નોંધવામાં આવી છે.  આ પણ વાંચો - પાકિસ્તાનમાં કેમ વધી રહ્યો છે તાલિબાન માટે સપોર્ટ

  પોલીસે હત્યાના કેસની તપાસ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સંદિગ્ધે નૂરનું માથું ધડથી અલગ કરી દીધું હતું પછી તેને ગોળી પણ મારી હતી.

  પકડાયેલા આરોપીની ઓળખ ઝહીર જાફર તરીકે થઈ છે. તે અને નૂર લાંબા સમયથી મિત્ર હતા. શરૂઆતના રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે નૂર સોમવારે સંદિગ્ધના ઘરે ગઈ હતી. સંદિગ્ધ વ્યક્તિને નશાની લત છે અને તેની માનસિક સ્થિતિ ઠીક નથી.undefined
  Published by:Ashish Goyal
  First published:Jul 22, 2021, 12:08 am

  टॉप स्टोरीज