રોડ અકસ્માતનો live Video જોઇ તમારા રૂવાડાં ઉભા થઈ જશે, મોર્નિંગ વોક પર નીકળેલા ચાર લોકોને ડમ્પર કચડી નાંખ્યા

રોડ અકસ્માતનો live Video જોઇ તમારા રૂવાડાં ઉભા થઈ જશે, મોર્નિંગ વોક પર નીકળેલા ચાર લોકોને ડમ્પર કચડી નાંખ્યા
અકસ્માતનો વીડિયો અને સ્થળની તસવીર

આ ઘટના સવારે 5.15 વાગ્યે બની હતી, જ્યારે આ લોકો મોર્નિંગ વોક પરથી પસાર થઈ રહ્યા હતા. આરોપી ડમ્પર ચાલકની ઓળખ રાજેશ તરીકે થઈ છે. સ્થાનિક લોકોએ તેને પકડી પોલીસના હવાલે કર્યો હતો.

 • Share this:
  નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીના (delhi) નજફગઢ વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો છે. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એકની હાલત ખૂબ જ ગંભીર છે. એવું કહેવામાં આવે છે કે, તેમાંથી ત્રણ એક જ પરિવારના (family) હતા. આ અકસ્માત શુક્રવારે સવારે થયો હતો. એવું કહેવામાં આવે છે કે, બધા લોકો મોર્નિંગ વોક (morning walk) માટે રવાના થયા હતા, તે દરમિયાન એક ફૂલ સ્પીડે આવી રહેલા ડમ્પરે પાંચ લોકોને કચડી નાખ્યા હતા, જેમાંથી ચારના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થતા જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આરોપી ડમ્પર ચાલકને (Dumpar driver) કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

  મળતી માહિતી મુજબ, આ ઘટના સવારે 5.15 વાગ્યે બની હતી, જ્યારે આ લોકો મોર્નિંગ વોક પરથી પસાર થઈ રહ્યા હતા. આરોપી ડમ્પર ચાલકની ઓળખ રાજેશ તરીકે થઈ છે. સ્થાનિક લોકોએ તેને પકડી પોલીસના હવાલે કર્યો હતો.  આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ અશોક, તેની પત્ની કિરણ, પુત્ર ઇશાંત અને અન્ય એક વ્યક્તિ જસવંતસિંહ તરીકે થઈ છે. ત્યારે, આ અકસ્માતમાં અશોક દેવનો બીજો એક પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો છે.

  આ પણ વાંચોઃ-પંચમહાલઃ પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ! એક જ યુવતીના પ્રેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી બાઈક સાથે બાંધી કૂવામાં ફેંક્યો

  આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

  આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

  એવું કહેવામાં આવે છે કે, ડ્રાઇવરને સવારે ઝોકુ આવી જતા તેણે ડમ્પર ફૂટપાથ પર ચઢાવી દીધુ હતું. આ સમગ્ર ઘટના ત્યાં નજીકમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે કેવી રીતે ડમ્પર ત્યાંથી પસાર થતા લોકોને કચડી નાખી આગળ વધી જાય છે.  આ અકસ્માતમાં રસ્તાની સાઈડ પર પાર્ક કરેલી કેટલીક કારને મોટું નુકસાન પહોંચ્યું છે. તમને જણાવી દઈએ કે, સરકાર દ્વારા અનેક ઉપાયો કરવા છતા, વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે.undefined
  Published by:ankit patel
  First published:Jun 11, 2021, 6:31 pm

  टॉप स्टोरीज