સુરત: વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી યુવકે કરી બીભત્સ માંગણી, બ્લેકમેઇલ કરી પૈસા પડાવ્યાં

સુરત: વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી યુવકે કરી બીભત્સ માંગણી, બ્લેકમેઇલ કરી પૈસા પડાવ્યાં
આરોપી ધ્રુવ સુરતી.

Surat news: ધ્રુવ પ્રકાશ સુરતી (Dhruv Prakash Surati)એ ઈન્સ્ટગ્રામ પર એક સગીરા સાથે મિત્રતા કેળવી હતી. પછી પોતે સગીરાને પ્રેમ કરતો હોવાનું કહીને તેણીના ફોટા મંગાવ્યા હતા.

 • Share this:
  સુરત: સગીર વિદ્યાર્થિની સાથે દોસ્તી કરી તેની અર્ધનગ્ન તસવીરો મેળવી બ્લેકમેઇલ (Student blackmailed) કરવાની ફરિયાદ સુરત પોલીસના ચોપડે નોંધાઈ છે. જેમાં એક યુવાને ઇન્સ્ટાગ્રામ પર જહાંગીરપુરાની સગીરા સાથે મિત્રતા કેળવીને તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં સગીરા પાસે ફોટા મંગાવી (Pictures of teenager)ને તેણીને બ્લેકમેઈલ કરવાનું શરુ કર્યું હતું. વિદ્યાર્થિની બદનામીથી બચવા ઘરેથી રૂપિયાની ચોરી કરીને યુવાનને આપવા લાગી હતી. આખરે સગીરાના પરિવારે જહાંગીરપુરા પોલીસ (Jahangirpura police) મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

  ઉગત કેનાલ રોડ પર આવેલી જાનકી રેસિડેન્સીમાં રેહતા ધ્રુવ પ્રકાશ સુરતી (Dhruv Prakash Surati)એ ઈન્સ્ટગ્રામ પર એક સગીરા સાથે મિત્રતા કેળવી હતી. પછી પોતે સગીરાને પ્રેમ કરતો હોવાનું કહીને તેણીના ફોટા મંગાવ્યા હતા. જેથી સગીરાએ તેનો અર્ધનગ્ન ફોટો સોશિયલ સાઇટ વડે ધ્રુવને મોકલ્યો હતો. જે બાદમાં ધ્રુવે પોતાનું પોત પ્રકાશ્યું હતું. ધ્રુવે સગીરાના આ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. ડરને કારણે સગીરા પોતાના જ ઘરમાંથી રોકડની ચોરી કરતી હતી અને પછી ધ્રુવ સુરતીને આપતી હતી.  ત્યારબાદ સગીરાએ ધ્રુવને બ્લોક કરી દીધો હતો. બાદમાં ધ્રુવે તેના મિત્રની આઈડી પરથી સગીરાને પરેશાન કરી હતી અને બ્લેકમેઇલ કરી બીજા 15 હજાર પડાવ્યા હતા. સગીરાએ તેને પણ બ્લોક કરી દીધો હતો. પછી ધ્રુવે સગીરાના પિતરાઈ બહેનના માધ્યમથી તેનો સંપર્ક કર્યો હતો. પિતરાઈ બહેનને ખબર જ ન હતી કે ધ્રુવ તેની સાથે શું વાત કરે છે. ધ્રુવે ફરી બ્લેકમેઇલ કરતાં સગીરાએ બીજા 25 હજાર આપ્યા હતા.

  આટલા રૂપિયા લીધા છતાં પણ ધ્રુવે બ્લેકમેઇલિંગ ચાલુ રાખ્યું હતું. આખરે બ્લેકમેઇલિંગને કારણે સગીરા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. ઘરમાં કોઈ સાથે વાત કરતી ન હતી. પોતાના રૂમમાં જ રહેતી હતી. સમયસર જમતી ન હતી. તેણી ડઘાઈ ગઈ હતી. સગીરા સતત આત્મહત્યાનો વિચાર કરતી હતી. જે બાદમાં તેણી બે દિવસ પહેલાં ઘરેથી ગુમ થઈ હતી.

  નીચે વીડિયોમાં જુઓ: વરસાદની આગાહીને પગલે તંત્ર અલર્ટ પર  સગીરા ઘરેથી ગુમ થઈને સોસાયટીના બગીચામાં બેસી રહી હતી. બીજા દિવસે પરિવારને સગીરા મળી આવી હતી. પરિવારે ગુમ થવાનું કારણ પૂછતા સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદમાં સગીરાના પરિવારે ધ્રુવ સુરતી અને તેના મિત્ર વિરુદ્ધ ખંડણી અને પોક્સો એક્ટ હેઠળ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.undefined
  Published by:Vinod Zankhaliya
  First published:Sep 28, 2021, 1:28 pm