સુરતના મહિલાએ અનોખા શ્રીજીને આપ્યો આકાર : નારીયેલમાંથી બનાવ્યા Eco-Friendly ગણેશ

સુરતના મહિલાએ અનોખા શ્રીજીને આપ્યો આકાર : નારીયેલમાંથી બનાવ્યા Eco-Friendly ગણેશ
અદિતી

Surat News: દરેક શુભ કાર્યમાં નાળિયેરનો ઉપયોગ કરાતો હોય છે. જેથી સૂકા નાળિયેલમાંથી આ વર્ષે ગણેશજીની મૂર્તિ બનાવવાનો વિચાર કર્યો હતો.

 • Share this:
  સુરત : 10 દિવસના બાપાના તહેવારની ઉજવણી (Ganesh Chaturthi celebration in Surat) સુરતમાં રંગેચંગે થઈ રહી છે. અવનવા સામાજિક સંદેશા સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં વી. આર. મોલમાં અદભુત નારિયેળથી (Coconut Ganesha) ઇકો ફ્રેન્ડલી ગણેશ (Ecco Friendly Ganesha) બનાવી તેની સ્થાપના કરવામા આવી છે.  આ ગણપતિ લોકોમાં ખૂબ જ આકર્ષણનું માધ્યમ બની રહ્યા છે.

  ગણેશ ઉત્સવ તહેવાર શરૂ થતાની સાથે જ ગણેશ ભક્તો દ્વારા અવનવા થીમ અને અવનવા પ્રકારે ગણેશજીનું નિર્માણ કરી તેમની સ્થાપના કરવામાં આવે છે. આ તહેવાર નિમિતે સમાજમાં એક સારો સંદેશ પહોંચે તેનો પણ ગણેશ ભક્તો અવસર સમજી ઉપયોગ કરતા હોય છે ત્યારે આ વર્ષના ગણેશ ઉત્સવમાં સુરતમાં એક અનોખા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ડોક્ટર એવા અદિતિ મિત્તલે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા ગણપતિ બનાવ્યા છે.  દર વખતે કંઈક અલગ કરવા માંગતી અદિતિએ આ વખતે સૂકા નાળિયેરમાંથી ગણપતિની મૂર્તિ બનાવી સુરતના ડુમસ રોડ પર આવેલા વીઆર મોલમાં તેની સ્થાપના કરી છે.  આ અંગે ડોક્ટર અદિતિ મિત્તલે જણાવ્યું કે, દર વખતની જેમ તેમણે અવનવી વસ્તુમાંથી ગણપતિ બનાવવા હતા. જે પાછળથી ઉપયોગી થઈ શકે, આ માટે તેમણે નાળિયેરનું ફળ પસંદ કર્યું. ઉપરાંત દરેક શુભ કાર્યમાં નાળિયેરનો ઉપયોગ કરાતો હોય છે. જેથી સૂકા નાળિયેલમાંથી આ વર્ષે ગણેશજીની મૂર્તિ બનાવવાનો વિચાર કર્યો હતો. તેમણે 201 નારિયેળમાંથી આ અદભુત ગણેશજી બનાવ્યા છે.  તેમણે નાળિયેલોને કોતર્યા અને તેમના પર હિન્દુ ધર્મના પ્રતીકો અને દેવી -દેવતાઓના ચિત્રો બનાવ્યા. તેને બનાવવા માટે કુલ પાંચ દિવસ લાગ્યા હતા. હવે મોટી વાત એ છે કે, આ મૂર્તિનું વિસર્જન પછી તેનો પ્રસાદ બનાવામાં આવશે. બાદમાં તમામ નારિયેળને પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે.
  આ પણ વાંચો - ગણપતિ બાપાના આ ચમત્કારી 8 મંત્ર આપશે તમને તરત ફળ, તમામ વિઘ્નો કરશે દૂર

  સુરતના ડુમસ રોડ પર આવેલા વિઆરમોલમાં આ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. વી આર મોલમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે ત્યારે તેઓ આ પ્રતિમાને જોઈ ખૂબ આશ્ચર્ય પામી રહયા છે. તેમનામાં આ ગણેશ જી આકર્ષણનું કેન્દ્ર બની રહયા છે. આવતા જતા તમામ લોકો આ નાળિયેલવાળા બાપાને જોઈ સેલ્ફી લઇ રહયા છે અને ફોટો પણ પાડી રહયા છે. આ કોન્સેપટને ખુબજ આવકારી રહયા છે.undefined
  Published by:Kaushal Pancholi
  First published:Sep 15, 2021, 10:25 am

  टॉप स्टोरीज