સુરત: યુવાન સાથે શરીર સંબંધ બાંધ્યો, પતિને ખબર પડતા પત્નીએ પ્રેમી પર કર્યો એસિડ અટેક

સુરત: યુવાન સાથે શરીર સંબંધ બાંધ્યો, પતિને ખબર પડતા પત્નીએ પ્રેમી પર કર્યો એસિડ અટેક
પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

Surat News: પતિની દુકાને બેસતા યુવક સાથે આંખ મળી, પત્નીએ મરજીથી શરીર સંબંધ પણ બાંધ્યો

 • Share this:
  સુરત:  શહેરના  (Surat) ગોડાદરા વિસ્તારમાં પરિણીતાએ પતિ (husband wife) સાથે મળી લબરમૂછીયા પ્રેમી (Acid attack of lover) પર એસિડ એટેક કરતા તે આંખ અને કાનમાં ગંભીર રીતે દાઝી ગયો હતો. લબરમુછીયો પ્રેમિકાની દુકાનમાં બેઠો હતો ત્યારે જ પ્રેમિકાએ (married woman affair) હુમલો કરતા યુવાન સાથે પતિ પણ દાઝી ગયો હતો.. ગોડાદરા પોલીસે પ્રિન્સની ફરિયાદના આધારે મેવાડા દંપત્તી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  પહેલા પતિ સાથે મિત્રતા થઇ હતી   મૂળ ઝારખંડનો વતની અને સુરતમાં ગોડાદરા નારાયણ નગરની સામે સાંઈકૃપાની સોસાયટી ઘર નંબર ૪૩માં રહેતો ૨૦ વર્ષીય પ્રિન્સ રાજુભાઈ શાહ ઉધના સીટીઝન કોલેજમાં બીએસસીનો અભ્યાસ કરે છે. દોઢ વર્ષ અગાઉ ગોડાદરા રાજ એમ્પાયરમાં શિવાય એમ. આર.ક્લોધીંગ નામે રેડીમેઈડ કપડાંની દુકાન ધરાવતા મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં ગોડાદરા કેશવપાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશ રમેશભાઈ મેવાડા સાથે તેની મિત્રતા થઈ હતી,

  યુવાન અને મિત્રની પત્નીએ શરીર સંબંધ બાંધ્યો હતો

  પ્રિન્સ ભાવેશની દુકાને બેસતો થયો હતો અને ધરે પણ , અવરજવર થતા તેની મિત્રતા ભાવેશની પત્ની પૂજા સાથે થઈ હતી. બંનેની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી અને બંનેએ મરજીથી  શરીર સંબંધ પણ બાંધ્યો હતો. આ અંગે  ભાવેશને જાણ થઈ હતી પણ તેણે પ્રિન્સને કશું કહ્યું નહોતું. ત્યાર બાદ પણ ભાવેશની દુકાને જઈ બેસતો પ્રિન્સ આજે બપોરે ૧૨. ૩૦ વાગ્યે ભાવેશની દુકાને ગયો ત્યારે ત્યાં માત્ર કારીગર જ હતો. બે વાગ્યે ભાવેશ ત્યાં આવ્યો હતો અને સામાન્ય વાતચીત કરી ચાલ્યો ગયો હતો.

  અચાનક હુમલો કર્યો

  સવા ત્રણ વાગ્યે ભાવેશ પત્ની પૂજા સાથે દુકાને આવ્યો ત્યારે પૂજાના હાથમાં થેલી હતી. દુકાનના કાઉન્ટર પર બેઠેલા પ્રિન્સની સામે ખુરશી પર બેઠેલી પૂજાએ પ્રિન્સ મોબાઈલ ફોન જોવામાં મશગુલ હતો.  ત્યારે તેના પર એસિડ ફેંકતા તે જમણી આંખ, કાન અને ખભાના ભાગે દાઝી ગયો હતો. તેમજ તેનું ટીશર્ટ પણ ફાટી ગયું હતું. પ્રિન્સને આખા શરીરે બળતરા થતા તે તે બિલ્ડીંગમાં આવેલી હોસ્પિટલમાં દોડી ગયો હતો. ત્યાં તે આંખ અને કાનના ભાગે ગંભીર રીતે. દાઝી ગયો હોય સારવાર માટે દાખલ કરાયો હતો.

  આ પણ વાંચો - 'તારા માસાને કહે કે કેસ પાછો ખેંચી લે, નહીંતર હું કંઇ કરીશ', પૂર્વ પ્રેમીની યુવતીને ધમકી

  આ તરફ પ્રિન્સ પર એસિડ એટેક કરી પતિ- પત્ની ત્યાંથી ભાગ્યા હતા. પરંતુ પૂજાએ પ્રિન્સ પર એસિડ ફેંક્યું તે ભાવેશ પર પણ ઉડતા તે પણ દાઝયો હતો. આથી તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા દોડી ગયેલી ગોડાદરા પોલીસે પ્રિન્સની ફરિયાદના આધારે મેવાડા દંપત્તી વિરુદ્ધ ગુનો નોંધી ભાવેશ સારવાર હેઠળ હોય અને પૂજા તેની ચાકરીમાં હોય ત્યાં પોલીસ જાપ્તો ગોઠવ્યો છે.undefined
  Published by:Kaushal Pancholi
  First published:Sep 15, 2021, 9:01 am

  टॉप स्टोरीज