સુરત : નજીવી બાબતમાં હથિયારો સાથે ઘીગાંણું, મારામારીનો Live Video થયો વાયરલ

સુરત : નજીવી બાબતમાં હથિયારો સાથે ઘીગાંણું, મારામારીનો Live Video થયો વાયરલ
સચિનમાં મારામારીનો વીડિયો થયો વાયરલ

સુરતના સચિન વિસ્તારની ઘટના, શ્વાનની હાજત જેવા મામલે થઈ ગઈ આટલી મોટી માથાકૂટ વીડિયોમાં જુઓ ફિલ્મોના સીન જેવી મારમારીની ઘટના

 • Share this:
  સુરતના (Surat) સચિન નજીક આવેલ લાજપોર (Lajpor) ગામ ખાતે આવેલ એક સોસાયટીમાં રહેતું પરિવાર શ્વાનને સોસાયટી બહાર કુદરતી હાજતે લઇ જતા બીજી સોસાયટીના લોકોએ વિરોધ કર્યો હતો.  જોકે આ મામલે ઝઘડા બાદ પોલીસ મથકે સમાધાન થયું પણ કેટલાક લોકો લાકડી અને બેટ લઇને મારવામાં આવતા મોડી રાત્રે બંને સોસાયટીના લોકો વચ્ચે ધીંગાણું (Rioting) થતા મામલો તંગ બન્યો હતો.જોકે ઘર્ષણ થતા મારામારી સાથે ગાડીયોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ઘટનાનો લાઇવ વીડિયો (live video) સુરતમાં વાયરલ (Viral) થઈ રહ્યો છે.

  સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસે દિવસે લથડીરહી છે. જાણે લોકોને હવે કાયદાનો ડર રહ્યો નથી તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. સુરતના  છેવાડે આવેલા સચિન નજીકના લાજપોર ગામ ખાતે આવેલી બે સોસાયટીના લોકો વચ્ચે મોડી રાત્રે મારામારીની ઘટના સામે આવી છે.  આ પણ વાંચો : સુરત : હાથમાં એરગન સાથે કિન્નર નિક્કીનો Video થયો Viral, ઇન્સ્ટામાં છે 51 હજાર ફોલૉવર

   આ પણ વાંચો : રાજકોટ : શરણાઈના સૂર બદલાયા માતમમાં, પૌત્ર-વધુને આશિષ આપ્યા બાદ દાદાએ પકડી અનંતની વાટ

  જોકે એક સોસાયટીમાં રહેતો એક પરિવાર શ્વાનને સોસાયટીની બહાર કુદરતી હાજતે લઇ જતા બાજુની સોસાયટીના લોકોએ વિરોધ કર્યો હતો. જોકે આ વિરોધ જોતામાં મારામારી અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ સમગ્ર મામલો સચિન પોલીસ મથકે પહોંચતા પોલીસે આ બંને પક્ષકારો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.  પણ સમાધાન બાદ મોડી રાત્રે કેટલાક યુવાનો હાથમાં લાકડીઓ અને ક્રિકેટ બેટ લઇને જે સોસાયટીમાં શ્વાન હતો તે સોસાયટીમાં પહોંચ્યા હતા અને ત્યાં રહેલા લોકોને માર મારવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી જેને લઇ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું.

  આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day, થયો વિવાદ

  આ પણ વાંચો : સુરત : રૂંવાડા ઊભા કરી નાખતો હત્યાકાંડ, યુવકનું ગળું કાપી માથું ધડથી નોખું કરી નાખ્યું હતું

  જોકે આ મારામારીમાં સોસાયટીમાં રહેલી કેટલીક ગાડીઓને પણ તોડફોડ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા સચિન પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડયો હતો જોકે પોલીસ સ્ટેશનમાં સમાધાન બાદ બંને પક્ષો વચ્ચે જે રીતે ધીંગાણું થયું હતું જેને લઇ સચિન પોલીસે બંને જૂથો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છેundefined
  Published by:Jay Mishra
  First published:Jun 1, 2021, 12:54 pm

  टॉप स्टोरीज