સુરત : 'તુમ મોત નહીં દેખે બાબા... મોત સે આંખ મીચોની ખેલ કે આયે હે,' 'બુલેટ રાજા'નો Video થયો Viral

સુરત : 'તુમ મોત નહીં દેખે બાબા... મોત સે આંખ મીચોની ખેલ કે આયે હે,' 'બુલેટ રાજા'નો Video થયો Viral
બુલેટ રાજાનો વીડિયો વાયરલ થયો

સુરતના સોશિયલ મીડિયોમાં બાઇક સ્ટન્ટના વીડિયો બંધ થવાનું નામ નથી લેતા, સ્ટન્ટનો વધુ એક વીડિયો વાયરલ

 • Share this:
  સુરતમાં (Surat) બાઈક પર સ્ટંટ (Bike Stunt video) કરતા ભૂતકાળમાં અનેક વિડીયો વાયરલ (Viral) થયા છે અને પોલીસે કાર્યવાહી પણ કરી છે ત્યારે શોશિયલ મીડિયામાં (Social Media) એક યુવકનો બાઈક પર સ્ટંટ કરવા સાથે પિસ્તલ જેવા હથિયાર (Viral Video with gun) સાથે સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહેલી બાઈક સુરત શહેરની છે જેથી આ મામલે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે પણ એક મોટો વિષય છે. સુરતમાં ભૂતકાળમાં બાઈક પર સ્ટંટ કરતા કપલ, કોલેજીયન યુવતી અને યુવકનો વિડીયો વાયરલ થયો હતો.

  વના જોખમે બાઈક પર સ્ટંટ કરતા આ વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. અને બાઈક કબજે કરી ધરપકડ કરવા સુધીની કડક કાર્યવાહી કરી હતી. ત્યારે સુરતના શોશ્યલ મીડિયામાં એક યુવકનો બાઈક પર સ્ટંટ કરવા સાથે પિસ્તલ જેવા હથીયાર સાથે સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં એક યુવક બુલેટ બાઈક પર હથીયાર બતાવી તેમજ છુટા હાથે બાઈક ચલાવતો નજરે પડી રહ્યો છે.  આ પણ વાંચો : સુરત : સરથાણામાં અસામાજિક તત્વો વચ્ચે ધીંગાણું, મારામારીનો CCTV વીડિયો થયો Viral

  વાયરલ થયેલા આ વીડિયોમાં જે બાઈક દેખાઈ રહી છે તેનો નંબર સુરત શહેરનો છે. ત્યારે આ વીડિયો વાયરલ થતા પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.  ઉલ્લેખનીય છે કે હાલના જમાનામાં યુવા વર્ગ સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મળવા માટે અવારનવાર વાયરલ થાય તેવા વિડિયો સૂટ કરતા હોય છે પરંતુ ઘણી વખત તેમની આ નાદાની તેમને જેલના સળિયા પાછળ પણ ધકેલી દે છે.

  આ પણ વાંચો : સુરત : મોડી રાત્રે ડબલ મર્ડર! ચાકુનાં 20 જેટલા ઘા ઝીંકી બે મિત્રોની ઘાતકી હત્યા

  આ વિડીયો ઉતારનાર વ્યક્તિએ શોશિયલ મીડિયામાં instagram પર એકાઉન્ટ પણ ધરાવે છે ત્યાં તેના ખુબ ફોલોઅર્સ પણ છે ત્યારે પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે છે તે આવનારા સમયમાં ખબર પડશે.undefined
  Published by:Jay Mishra
  First published:Apr 24, 2021, 6:23 pm