સુરત : તાપીમાં મોતની છલાંગ લગાવવા આવેલી યુવતીને લોકોએ બચાવી, ઘટનાનો Live Video વાયરલ

સુરત : તાપીમાં મોતની છલાંગ લગાવવા આવેલી યુવતીને લોકોએ બચાવી, ઘટનાનો Live Video વાયરલ
નાગરિકોની સતર્કતાએ બચાવ્યો યુવતીનો જીવ

સુરતમાં તાપી નદી પર આવેલા કાપોદ્રા-ઉતરાણને જોડાતા બ્રિજ પર લોખંડની રેલીંગ પર ચઢી રહેલી યુવતીને રાહદારીઓ જોઈ ગયા, લોકોની માનવતાએ નાસીપાસ થયેલી દીકરીનો જીવ બચાવી લીધો

 • Share this:
  સુરતની (Surat) તાપી નદી (Tapi River) ઉપર છેલ્લા લાંબા સમયથી સતત આપઘાત માટે લોકો જતા હોય છે ત્યારે આ જ રીતે તાપી નદીમાં મોતની છલાંગ મારવા (Suicide Attempt) ગઈ એક યુવતીને સ્થાનિક લોકો બચાવી લીધી હતી જોકે આ યુવતીને સ્થાનિક લોકોએ બચાવ્યો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (Live viral Video) થયો છે. સુરતના મધ્યમાંથી પસાર થતી તાપી નદી જાને સુરતના લોકો માટે આપઘાત કરવાનું સરળ સાધન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે સતત તાપી નદી પરથી મોતની છલાંગ મારતા હોય છે.

  જોકે આ ઘટનાઓ અટકાવવા માટે તંત્ર દ્વારા બ્રિજ ઉપર લોખંડના એગલ પણ નખવામાં આવ્યા છે, છતાંય લોકો એગલ પર થી તાપી નદીમાં ઝપલાવી આપઘાત કરતા હોય છે તયારે આજે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ કાપોદ્રા અને ઉતરાણને જોડતા તાપી બ્રિજ પર આજે એક યુવતીએ તાપી નદીમાં મોતની છલાંગ મારવા માટે લોખંડના એંગલ પર ચડી હતી.  આ પણ વાંચો : મોડાસા : કરૂણ ઘટના! પિતા માટે ઑક્સીજન લેવા નીકળેલા પુત્રની કારનો અકસ્માત, બેનાં મોત, બનાવ CCTVમાં કેદ

  જોકે, આ રસ્તામાંથી પસાર થતા લોકોને ખ્યાલ આવી ગયો હતો કે આયુવતી આપઘાત માટે મોતની છલાંગ મારવાની તૈયારી કરી રહી છે. ત્યારે લોકોએ તાત્કાલિક દોડી જઈને આ યુવતીને પકડી પાડી હતી જોત જોતામાં અનેક લોકો એકત્ર થઈ ગયા હતા અને લોખંડના એગલમાં નદી તરફ કૂદવા ચઢેલી યુવતીને પકડી પાડી ભારે જહેમત બાદ યુવતીને બ્રિજ તરફ લાવામાં આવી હતી અને યુવતીને બચાવી લીધી હતી.

  જોકે ઘટના મામલે સ્થાનિક લોકો એ પોલીસને જાણકારી આપતા પોલીસ બનાવ વાળી જગ્યા પર આવીને યુવતીને પોલીસ મથકે લઇ ગયા હતા. જોકે સ્થાનિક લોકોની આ કામગીરી કાબિલે તારીફ હોવાને લઇને રસ્તા માંથી પસાર થતા કોઈ નાગરિકે વીડિયો બનવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

  આ પણ વાંચો : સુરત : કોવિડ હોસ્પિટલમાં PPE કીટ પહેરીને ચોર ઘૂસ્યો, ચોર્યા દર્દીનાં મોબાઇલ Live CCTV

  જોકે, આ બ્રિજ પર આવી એક ઘટના 15 દિવસે જોવા મળતી હોય છે ત્યારે આ યુવતીનું નસીબ સારું હતું કે લોકો દોડી આવીને આ યુવતીને ઉગારી લીધી હતી જોકે સુરત ના બ્રિજ જાણે શહેરી જાણો માટે આપઘાત સરળ સાધન સાબિત થઈ રહ્યું છે. તયારે લોકો યુવતીને બચાવી લેવાના વીડિયો ને લઇને હાલમાં શહેરના લોકો બચાવ કામગીરી કરનાર યુવાનો સાબાશી સાથે આવી કામગીરી કરવા બદલ અભિનંદન પણ આપી રહ્યા છે.undefined
  Published by:Jay Mishra
  First published:May 3, 2021, 1:35 pm

  टॉप स्टोरीज