સુરતમાં ભરબપોરે ઘરમાં સૂતેલા વ્યક્તિ પાસેથી આ રીતે ચોરાય છે મોબાઇલ, તમે પણ જોઇ લો Viral CCTV ફૂટેજ

સુરતમાં ભરબપોરે ઘરમાં સૂતેલા વ્યક્તિ પાસેથી આ રીતે ચોરાય છે મોબાઇલ, તમે પણ જોઇ લો Viral CCTV ફૂટેજ
વીડિયોમાં દેખાય રહ્યાં પ્રમાણે, આ ઘટના શનિલારે એટલે 5મી જૂનની બપોરની છે.

વીડિયોમાં દેખાય રહ્યાં પ્રમાણે, આ ઘટના શનિલારે એટલે 5મી જૂનની બપોરની છે.

 • Share this:
  સુરત: શહેરમાં લાંબા સમયથી મોબાઈલ સ્નેચીંગની ઘટનાઓ સુરત પોલીસ માટે માથાના દુખાવા રૂપ સાબિત થઈ રહી છે. ત્યારે હવે મોબાઈલ ચોરી જેવી ઘટનાઓ વધી રહી છે. ત્યારે શહેરના ઉધના વિસ્તારમાં તો એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને મોબાઇલની ચોરી કરી છે. ત્યારે એક વ્યક્તિ ઘરમાં સૂતો હતો. આ મોબાઇલ ચોરીનાં સીસીટીવી ફૂટેજ ઘણી જ તીવ્રતાથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.

  પોલીસે આ અંગે ગુનો નોંધીને ચોરને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં ઘરની બહાર સૂતેલા લોકોને ચપ્પુની અણીએ ડરાવીને મોબાઇલ લૂંટી લેવાની ઘટના સામે આવી હતી.  ઉધના વિસ્તારના ઘરમાં એક વ્યક્તિ ઘૂસીને મોબાઇલ ચોરી લે છે, આ અંગેનાં સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વીડિયોમાં દેખાય રહ્યાં પ્રમાણે, આ ઘટના શનિલારે એટલે 5મી જૂનની બપોરે 1.50 કલાકની  આ ઘટના છે.

  વીડિયોમાંથી લીધેલી તસવીર


  વડોદરા: પત્નીનાં પ્રેમીને પકડવા પતિએ બનાવ્યો એવો પ્લાન કે દંપતીને રાતા પાણીએ રડવું પડ્યું

  મોડાસામાં વીજ વિભાગની બેદરકારી! ઘરમાં એક પંખો અને ટ્યુબલાઇટ તો પણ બિલ આવ્યું 6.32 લાખ રૂપિયા

  ઘટનાને લઇ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, ઘરમાંથી મોબાઇલ ચોરી કરવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેને લઈ મોબાઈલ તસ્કરોનો સુરતમાં કેટલી હદે આંતક છે તે આ પરથી સાબિત થાય છે. ત્યારે જોવાનું રહ્યું કે, આ મોબાઇલ ચોરોને પકડવામાં પોલીસ કેટલી સફળ રહે છે.  નોંધનીય છે કે, અસામાજિક તત્વો દાદાગીરી સાથે લોકો લૂંટી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા લોકો અસમાજિક તત્વોનો ભોગ બન્યા છે. અહીંયા રહેતા કેટલાક શ્રમિક પોતાના ઘરની બહાર ભાર ગરમીને કારણે સુતેલા હતા. ત્યારે બે બાઈક પર આવેલા ચાર જેટલા અસામાજિક તત્વો આ શ્રમિકોના મોબાઇલ ફોનની લૂંટ શરુ કરી હતી. જોકે કોઈ વિરોધ કરે તેને ચપ્પુ બતાવી બીવડાવી લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જોકે, બે જેટલી ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી હતી.undefined
  Published by:Kaushal Pancholi
  First published:Jun 6, 2021, 3:12 pm

  टॉप स्टोरीज