મકાન ભાડે આપતા પહેલા સાવધાન! સુરતઃ ગોડાદરામાં વિધવા મહિલાનું મકાન ભાડે રાખીને પુનમ અને મંગળા આહિરે પચાવી પાડ્યું

મકાન ભાડે આપતા પહેલા સાવધાન! સુરતઃ ગોડાદરામાં વિધવા મહિલાનું મકાન ભાડે રાખીને પુનમ અને મંગળા આહિરે પચાવી પાડ્યું
પ્રતિકાત્મક તસવીર

surat news: ગોડાદરા માન સરોવર સોસાયટીમાં આવેલુ મકાન ભાડુઆત માતા-પુત્રીએ પચાવી પાડ્યુ હતું તેમજ મકાન ખાલી કરવા માટે કહેતા ઝઘડો કરી તમારાથી થાય તે કરી લો અને હવે પછી પાછા ખાલી કરાવા આવશો તો જીવતા પાછા નહી જવા દેશી હોવાની ધમકી આપી હતી.

 • Share this:
  સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી વિધવા મહિલાનું (Widowed woman) ગોડાદરા માન સરોવર સોસાયટીમાં આવેલુ મકાન ભાડુઆત માતા-પુત્રીએ (rented mother-daughter) પચાવી પાડ્યુ હતું તેમજ મકાન ખાલી કરવા માટે કહેતા ઝઘડો કરી તમારાથી થાય તે કરી લો અને હવે પછી પાછા ખાલી કરાવા આવશો તો જીવતા પાછા નહી જવા દેશી હોવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે પોલીસ મથકમાં ફરિયાદ (Police complaint) નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  મળતી માહિતી પ્રમાણે શહેના ગોડાદરા પોલીસના જણાવ્યા મુજબ અડાજણ આનંદ મહલ રોડ ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા હિનાબેન સંદિપભાઈ શુકલ (ઉ.વ.51)એ સન 2010માં ગોડાદરા માનસરોવર સોસાયટીમાં પ્લોટ નં સી-479-480 મકાન વેચાણ દસ્તાવેજથી ખરીદ્યુ હતું.  સન 2017માં દલાલ મારફતે  ગ્રાઉન્ડ ફ્લોરનો ભાગ પુનમબેન રવિભાઈ આહિરેને માસકિ રૂપિયા 3500ના ભાડે આપ્યો હતો જયારે ઉપરનો માળને તાળુ માર્યું હતું. દરમિયાન પુનમબેનનો ભાડા કરાર નવેમ્બર 2020ના રોજ પુરો થયો હતો.

  આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

  આ પણ વાંચોઃ- Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

  તેઓ નિયમિત ભાડુ આપતા ન હોવાથી મકાન ખાલી કરવા કહેવા છતાંયે ખાલી ન કરી તમારાથી થાય તે કરી લો તેવી ધમકી આપી હતી. તેમજ ઉપરના માળનુ તાળું તોડી તેની માતા મંગલાબેન રહેવા માટે આપી દીધુ હતી.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

  આ અંગેની જાણ થતા હિનાબેનના જેઠ કલ્પેશભાઈ શુકલ મકાન ખાલી કરવા માટે ગયા કહેવા જતા બંને માતા દિકરીએ તેમની સાથે ઝઘડો કરી હવે પછી જા મકાન જાવા આવશો કે ખાલી કરવા આવશો તો તમને જીવતા પાછા નહી જવા દેઈશું મકાન ખરીદી લીધુ છે તમારો કોઈ હક નથી તેવી ધમકી આપી હતી.

  મકાન માલિકે ધમકી આપવાની સાથે આ મહિલાઓ દ્વારા આ મામલે સુરતના ઘોડાદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જોકે ફરીયાદ ના તમામ વિગતો આ મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે હિનાબેનની ફરિયાદ લઈ પુનમ આહિર અને તેની માતા મંગળાબેન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.undefined
  Published by:ankit patel
  First published:Jul 21, 2021, 5:21 pm

  टॉप स्टोरीज