સુરત : 'મારી પત્નીને કેમ મેસેજ કરે છે', રત્નકલાકારનું કર્યું અપહરણ, વરાછા લઈ જઈ કરી પીટાઈ

સુરત : 'મારી પત્નીને કેમ મેસેજ કરે છે', રત્નકલાકારનું કર્યું અપહરણ, વરાછા લઈ જઈ કરી પીટાઈ
અમરોલી પોલીસ

અશોકે કહ્યું, 'મે તારી પત્નીને કોઈ મેસેજ કર્યા નથી તેમજ અમે બંને તમારા લગન્ પહેલા મેસેજમાં વાત કરતા હતા અને...

 • Share this:
  સુરત : શહેરમાં ગુનાહીત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હત્યા, મારા મારી, અપહરણ જેવી ઘટનાો સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુનેગારોને પોલીસની કે કાયદાની બીક જ ન રહી હોય તેમ રોજે-રોજ ક્રાઈમની ગટનાઓ સામે આવી રહી છે. આજે સુરતના અમરોલી વિસ્તારમાં આવી જ એક અપહરણની ઘટના સામે આવી છે જેમાં પત્નીને મસેજ કરનાર યુવકનું પતિએ અપહરણ કરી ઢોર માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, અમરોલી ફાયર સ્ટેશન પાસે રહેતા રત્ન કલાકારને ગઈકાલે મોડી સાંજે મારી પત્નીને કેમ મેસેજ કરે છે હોવાનું કહી ચાર જણા બાઈક પર અપહરણ કરી વરાછા વર્ષા સોસાયટીમાં આવેલ સ્કુલ પાસે લઈ ગયા અને ઢીક્કા-મુક્કીનો મારમાર્યો હતો તેમજ પોલીસમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.  આ પણ વાંચો - સુરત : CNG ગેસ પંપ પર ગેસ ભરાવતા સાવધાન, અડાજણમાં રિક્ષા સળગતા દોડધામ - Video

  વિગતે ઘટનાની વાત કરીએ તો, આ બનાવ અંગે અમરોલી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ અમરોલી ફાયર સ્ટેશનની સામે ગણેશ રેસીડન્સીમાં રહેતા મૂળ ગીર સોમનાથના વતની અશોકભાઈ રમેશભાઈ પોરીયા (ઉ.વ.૨૩) કતારગામમાં પરીશી ડાયમંડમાં હિરામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અશોકભાઈ ગઈકાલે મોડી સાંજે ઘરે હતો તે વખતે તેનો મિત્રબીટુ જયસુખ ડોડીયાઍ ફોન કરી જયદીપ રીધમ રેસીડેન્સની ટાકી પાસે મળવા બોલાવે છે હોવાનું કહેતા, અશોક મળવા માટે ગયો હતો. ત્યાં જયદીપ સાથે અન્ય ત્રણ અજાણ્યાઓ પણ હતા.

  આ પણ વાંચો - અમદાવાદ : માસ્કના દંડને લઈ મહિલાએ હદ વટાવી, જાહેરમાં ઉતારવા લાગી કપડા, પોલીસને માર્યા લાફા

  ફરીયાદી અનુસાર, જયદીપે કહ્યું, 'તુ મારી પત્નીને કેમ ઈન્સ્ટ્રાગામ પર ફેક આઈડી બનાવી મેસેજ કરે છે', આવું કહેતા અશોકે કહ્યું, 'મે તારી પત્નીને કોઈ મેસેજ કર્યા નથી તેમજ અમે બંને તમારા લગન્ પહેલા મેસેજમાં વાત કરતા હતા અને તમારા લગન્ થયા બાદ કોઈ વાત કરી નથી, કે કોઈ મેસેજ કર્યો નથી' હોવાનુ કહ્નાં હતું છતાંયે જયદીપે ગાળાગાળી કરી હતી અને તેની સાથે આવેલા અજાણ્યાઍ ચપ્પુ બતાવી બાઈક પર બેસાડી વરાછા વર્ષા સોસાયટી પાસે સ્કુલના ગેટ પાસે લઈ ઢીકમુક્કીનો મારમાર્યો હતો, અને કાપોદ્રા હીરાબાગ પાસે ઉતારી પોલીસમાં ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાંખીશ દેવી ધમકી આપી હતી. આ મામલે પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે, પોલીસે મારા મારી, અપહરણ અને ધમકી આપનાર લોકોને જડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે.undefined
  Published by:kiran mehta
  First published:Mar 27, 2021, 9:15 pm

  टॉप स्टोरीज