સુરત : પોલીસને માસ્કના દંડના બહાને 'તોડપાણી' કરવું ભારે પડ્યું! Video Viral થતા કાર્યવાહી

સુરત : પોલીસને માસ્કના દંડના બહાને 'તોડપાણી' કરવું ભારે પડ્યું! Video Viral થતા કાર્યવાહી
સુરત પોલીસનો વાયરલ વીડિયો પૈસા લીધા પાવતી ન આપી

Surat Police Mask fine Viral : સુરત પોલીસનો વાયરલ વીડિયો પુણા પોલીસ મથકના કોન્સ્ટેબલે રીતસરના પૈસા લઈ લીધા અને 500ની પાવતી ન હોવાની વાત કરી ચાલતી પકડી હતી

 • Share this:
  કોરોનાની (Coronavirus) મહામારી દિવસથી શરૂ થઈ છે તે દિવસથી સુરત પોલીસના (Surat Police) જવાનો લોકોને અટકાવી માસ્કના નામે દંડની (Mask Fine) બીક  બતાવી લોકો પાસેથી પૈસા એકઠા કરતી હોવાની સતત ફરિયાદો સુરત પોલીસ કમિશનર સુધી આવી રહી છે. ત્યારે સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક સુમસામ  જગ્યા ઉપર લોકોને અટકાવી  રૂપિયા ખંખેરતા હોવાનો  વીડિયો (Vide) સોશલ  મીડિયામાં વાઇરલ (Viral) થતાની સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગઈકાલે મોડી રાત્રે પોલીસે પુણા PCR વાનના ડ્રાઈવર સહીત બે પોલીસકર્મી સામે ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કર્યો હતો.

  સુરત પોલીસના જવાનો ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. આ વખતે લોકો પાસે દંડ  નામે પૈસાની ઉઘરાણી કરવાનો મામલો ફરી એકવાર સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કારણ કે જે દિવસથી કોરોનાની મહામારી આવી છે તે દિવસથી સતત સુરત પોલીસ દંડના નામે લોકોને હેરાન પરેશાન કરવા સાથે પૈસાનો તોડવાની કરતી હોવાની ફરિયાદો આવી રહી છે.  આ પણ વાંચો : જૂનાગઢ : અજગરે ગળી ગયેલો નોળિયો બહાર કાઢ્યો, દુર્લભ ઘટનાનો Live video થયો વાયરલ

  ત્યારે સોમવારે સુરતની પુણા  પોલીસ સ્ટેશનની પીસીઆર નંબર 23માં કર્મચારી તરીકે નીરલ  કિરીટભાઈ તેમજ કોન્સ્ટેબલ મુકેશ રમણભાઈ ફરજ પર હતા ત્યારે પીસીઆરને  સુમસાન રોડ પર ઊભા રાખીને ત્યાંથી પસાર થતા ટુ વ્હીલર ટેમ્પો ચાલકોને રોકી દંડના નામે પૈસા ઉઘરાવી અને તેમને રસીદ ન આપતા હોવાની વિગતો સામે આવી હતી.  જોકે જાગૃત નાગરિકે આ બાબતે વીડિયો ઉતારીને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વીડિયોમાં પોલીસ કર્મચારી માસ્ક ના નામે હજાર રૂપિયા દંડ કરવાનું કહે છે જોકે ત્યારે સામેવાળી વ્યક્તિ પોતાની પાસે પૈસા ન હોવાનું કહેતા તેની પાસેથી 500 રૂપિયા લઇ તેને કોઈ પણ જાતની રસીદ આપ્યા વગર રવાના કરી દે છે.

  આ પણ વાંચો : સિદ્ધપુર : પ્લાસ્ટિકની બોટલમાં ભરીને ફેંકી દીધેલા 13 ભ્રુણ મળ્યા, 'માનવતાની હત્યા'નો વધુ એક કિસ્સો

  જોકે જાગૃત નાગરિકે પોતાના કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ કરી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. જોકે વિડીયો વાઇરલ થતા અને આ વીડિયો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે ત્યારે ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગઈકાલે રાત્રે પીસીઆરના ડ્રાઇવર અને કોન્સ્ટેબલ સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્યો છે.undefined
  Published by:Jay Mishra
  First published:Jul 21, 2021, 9:15 pm

  टॉप स्टोरीज