સુરત : 12 વર્ષની કિશોરી પાડોશી યુવાનને ઘરે પપીને રમાડવા જતી, યુવાને દારૂ પીવડાવી આચર્યુ દુષ્કર્મ

સુરત : 12 વર્ષની કિશોરી પાડોશી યુવાનને ઘરે પપીને રમાડવા જતી, યુવાને દારૂ પીવડાવી આચર્યુ દુષ્કર્મ
અડાજન પોલીસ સ્ટેશન

યુવાન કિશોરીને મોટર સાઈકલ પર મિત્રના ઘરે લઈ ગયો, ત્યાં દારૂ પીવડાવ્યો અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું. કિશોરીએ જ સમગ્ર ઘટનાનો ભાંડો ફોડ્યો

 • Share this:
  સુરત : સોશિયલ મીડિયામાં દ્વારા સંપર્કમાં આવેલ કિશોરી યુવકના ઘરે પપીને રમાડવા જતા યુવાન કિશોરીને પહેલા ફરવા લઇ ગયો, બાદ આ કિશોરીને દારૂ પીવડાવીને યુવાને દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે કિશોરીએ પરિવારને જાણકારી આપતા પરિવારે આ મામલે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

  સુરતમાં સતત મહિલા સાથે શારીરિક છેડતી એન તેમાં પણ નાની બાળકી સાથે દુષ્કર્મની સતત ઘટના વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના સમયે આવી છે સુરતના અડાજણથી. અહીં મોબાઇલની દુકાનમાં કામ કરતા યુવાનને સોશિયલ મીડિયામાં એક કિશોરી સાથે ઓળખ થઈ હતી, પોતાના ઘર નજીક રહેતી આ કિશોરી સંપર્કમાં આવ્યા બાદ આ કિશોરી છેલ્લા એક મહિનાથી આ યુવકના ઘરે રહેલ પપીને દરરોજ રમાડવા જતી હતી, ત્યારે આ યુવાને આ કિશોરીને વિશ્વાસમાં લઇને આજથી સાત દિવસ પહેલા પોતાની મોટર સાઇકલ પર ફરવા માટે લઇ ગયો હતો અને પહેલા ઓલપાડ ખાતે લઇ ગયા બાદ એક મિત્રના ઘરે લઇ તેણે પહેલા આ કિશોરીને દારૂ પીવડાવ્યો બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.  આ પણ વાંચો - OMG! રામપુરમાં અચાનક ઝાડ પરથી થવા લાગ્યો 200 અને 500ની નોટો વરસાદ, લોકોએ ચલાવી લૂંટ

  આ કિશોરી પોતાના ઘરે ગયા બાદ તેણે સમગ્ર ઘટનાની જાણકારી પરિવારને આપી હતી, જેને લઈને પરિવારે આ મામલે અડાજણ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ મામલે આજ રોજ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે.

  આ પણ વાંચો - Live Video: લોકો દેખતા રહ્યા ને યુવતીએ લગાવી તળાવમાં છલાંગ, બહેનને તડપતી જોઈ ભાઈ પણ કુદ્યો, અને પછી...

  તમને જણવી દઈએ કે, દુષ્કર્મ આચરનાર યુવાન 23 વર્ષનો છે અને ભોગ બનાર કિશોરી માત્ર 12 વર્ષની હોવાને લઈને પોલીસે પોક્સો એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરીને કિશોરીને મેડિકલ માટે હોસ્પિટલ ખસેડી છે. જોકે આ ઘટનાને પગલે અડાજણ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપી યુવાનને પકડી પાડવા માટે ખાસ કવાયત હાથ ધરી છે.undefined
  Published by:kiran mehta
  First published:May 18, 2021, 10:59 pm

  टॉप स्टोरीज