સુરત : મહારાષ્ટ્રથી સોનાની ચોરી કરવા આવતી હતી મહિલા ગેંગ, CCTV Videoએ ફોડ્યો ભાંડો

સુરત : મહારાષ્ટ્રથી સોનાની ચોરી કરવા આવતી હતી મહિલા ગેંગ, CCTV Videoએ ફોડ્યો ભાંડો
સુરતના સરથાણા વિસ્તારની ચોરીનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સુરતના સરથાણા (Sarthana) વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સની (Jewellers) દુકાનમાં આવેલી ત્રણ મહિલાઓ (Woman) દુકાન માલિકને નજર ચૂકવીને સોનાની (Gold Theft) ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.

 • Share this:
  સુરતમાં (Surat) સતત ચોરીની (Theft) ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના સરથાણા (Sarthana) વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સની (Jewellers) દુકાનમાં આવેલી ત્રણ મહિલાઓ (Woman) દુકાન માલિકને નજર ચૂકવીને સોનાની (Gold Theft) ચોરી કરી ફરાર થઈ જાય છે. જોકે ચોરી થયાનું દુકાન માલિકને ખ્યાલ આવતાં તેણે સીસીટીવી (CCTV Video) ચેક કરતાં ત્રણમાંથી વચ્ચે બેઠેલી મહિલા સોનાની ચેન મૂકતી સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરીની ઘટનાનો લાઇવ (Live) કેદ થયો વીડિયો (Video) જોકે સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ (Viral) થયો હતો. પોલીસે આ મામલે મહારાષ્ટ્રની ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે.  આ મહિલાઓ મહારાષ્ટ્રથી ચોરી કરવા માટે સુરત આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

  સુરતમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજની ઘટનામાં સીસીટીવી જે રીતે વાયરલ થયા છે તેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયું છે. જોકે આ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી માણકી જવેલર્સ નામની દુકાનમાં પણ મહિલાઓ ખરીદી કરવાના બહાને આવી હતી અને એક પછી એક વસ્તુ જોવાનો પ્રયાસ કરી રહી હતી.  સુરત પોલીસે મહારાષ્ટ્રથી સોનાની ચોરી કરવા માટે આવતી મહિલા ગેંગને ઝડપી પાડી છે.


  આ પણ વાંચો : અમદાવાદ : ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે ઝડપાઈ

  આ પણ વાંચો : સુરત : 'છાનીમાની નીકળ, તારા બધા ધંધાની ખબર છે,' BJPની માજી-હાલની નગરસેવિકાની બબાલ, Live video વાયરલ

  જોકે, દુકાન માલિક આ મહિલાઓને વસ્તુ બતાવામાં રહેતા એક મહિલાએ દુકાનદારની નજર ચૂકવીને ક્યારેય સોનાની ચેન તફડાવી પાકીટમાં મૂકી હતી અને મહિલાઓ થોડી જ મિનિટમાં ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. જોકે મહિલાઓ આવ્યા બાદ ઘણો લાંબો સમય દુકાનમાં બેસી કોઈ પણ ખરીદી ન કરતા માલિકને અજુગતું લાગતા તેણે દુકાનમાં સી.સી.ટી.વી ચેક કર્યા હતા.
  આ સાથે આ મહિલાઓ જે રીતે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરે છે તેના સીસીટીવી વાયરલ થતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.  જોકે પોલીસે આ મહિલાઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે આ ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ આવી હતી. આ મહિલાઓએ અગાઉ પણ ઝવેરીની દુકાનમાં આ પ્રકારે હાથ સાફ કર્યો હોવાની કબૂલાત કરી હતી.

  આ પણ વાંચો : હારીજ : ધોળે દિવસે યુવકની છરીના ઘા ઝીંકી ફાયરિંગથી હત્યા કરનાર 3 ઝડપાયા, ખૂની ખેલનું કારણ બહાર આવ્યું

  આ પણ વાંચો : અમદાવાદ : અઝહર કિટલીને મનીયા સુરવે અને સુલતાન મિર્ઝા જેવું બનવું હતું, ફિલ્મોના વિલન જેવી ક્રાઇમ કુંડળી

  જોકે આ મહિલાઓ મહારાષ્ટ્રના સોલાપુરથી સુરત આવીને ચોરી કરતી હતી. ચોરીના ગુનામાં પકડાઇ ચૂકી છે અને આમહિલા ઓની પૂછપરછ કરતા ચોરીના અનેક ભેદ ઉકલે તેવી આશ્કા પણ પોલીસે વ્યક્ત કરી આ મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છેundefined
  Published by:Jay Mishra
  First published:Jun 14, 2021, 2:39 pm

  टॉप स्टोरीज