સુરત : દારૂબંધીના ધજાગરા ઉડાડતો Live Video વાયરલ, રેકડીમાં ખુલ્લેઆમ વેચાણ!

સુરત : દારૂબંધીના ધજાગરા ઉડાડતો Live Video વાયરલ, રેકડીમાં ખુલ્લેઆમ વેચાણ!
સુરમાં દારૂ વેચાણનો વીડિયો વાયરલ

સુરતમાં મહામારીના સમયમાં રેકડીમાં સ્ટ્રીટ ફૂડ મળે કે ન મળે દારૂ જોવા મળ્યો, વીડિયો સોશિયલ મીડિયા્માં થયો છે વાયરલ

 • Share this:
  કોરોના મહામારી (Coronavirus) વચ્ચે શહેરી વિસ્તારમાં એકે બાજુ મીની લોકડાઉન (Lockdown) છે ત્યારે તમામ વેપાર ઉધોગ બંધ છે તેવામાં દારૂની હાટડીઓ ખૂલેઆમ ધમધમી રહી છે. પાનના ગલ્લાની જગ્યા પર સુરત શહેરમાં ખુલેઆમ દારૂ વેચાતો (Liquor) હોવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થતા લોકો પણ એક સમયે વિચારમાં પડી ગયા હતા કે ગાંધીના ગુજરાતમાં આવી રીતે દારૂ વેચાય છે કે શું?

  હાલમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે આડકરૂં લૉકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે આવશ્યક ચીજવસ્તુ સિવાય તમામ દુકાનો અને વેપારધંધા બંધ છે ત્યારે સુરતમાં પાનના ગલ્લા ભલે બંધ હોય પરંતુ લારીમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. જોકે આ દાવો અમે નથી કરતા પરંતુ આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  આ પણ વાંચો :  અમદાવાદ : નિકોલમાં Live મારામારીનો Video વાયરલ, સર્કિટ, ભૂરિયો અને બાટલાએ બે યુવકો પર કર્યો જીવલેણ હુમલો

  જોકે, સુરતના છેવાડે આવેલ સચિન ખાતેનો આ વીડિયોમાં છે જેમાં એક યુવક દારૂની પોટલીઓ રેકડીમાં ખુલ્લેઆમ મૂકીને વેચી રહ્યો છે. આ ઘટનો વીડિયો વાયરલ થયો છે. યુવક આ દારૂ કોનો છે તેવું પૂછનાર વ્યક્તિને એક મહિલા બૂટલેગરનું નામ પણ આપે છે.  જોકે ગુજરાત આમતો ગાંધીનું કહેવાય છે અને અહીંયા દારૂ પર પ્રતિબંધ છે ત્યારે ખુલે આમ દારૂ વેંચાતો હોવાને લઈને ગાંધીના ગુજરાતમાં અને તેમાં પણ મહામારીના સમયે આવી રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય તે માટે જવાબદાર કોણ? પોલીસની મીઠી નજર હેઠળ દારૂનું વેચાણ ચાલતું હોવાને લઈને શહેરના એક જવાબદાર નાગરિકે આ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

  આ પણ વાંચો : મોડાસા : કરૂણ ઘટના! પિતા માટે ઑક્સીજન લેવા નીકળેલા પુત્રની કારનો અકસ્માત, બેનાં મોત, બનાવ CCTVમાં કેદ

  આ પણ વાંચો :  સુરત : તાપીમાં મોતની છલાંગ લગાવવા આવેલી યુવતીને લોકોએ બચાવી, ઘટનાનો Live Video વાયરલ

  જોકે, ગાંધીના ગુજરાતમાં આ રીતે દારૂનું વેચાણ થઇ શકે કે શું? આ સવાલ સાથે વાયરલ થયેલા વીડિયોને લઈને અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે ત્યારે આ વીડિયોને લઈને પોલીસના અધિકારી પગલા ભરે છે કે પછી કેમ તે જોવું જ રહ્યું.

  (ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વીડિયો ક્યા વિસ્તારનો છે અને ક્યા સમયનો છે તેની પુષ્ટી કરતું નથી.)undefined
  Published by:Jay Mishra
  First published:May 3, 2021, 9:49 pm

  टॉप स्टोरीज