સુરત : કતારગામમાં સોનાની ડસ્ટ ભરેલા થેલાની ચોરી, CCTV વીડિયોના આધારે ઝડપાયા તસ્કરો

સુરત : કતારગામમાં સોનાની ડસ્ટ ભરેલા થેલાની ચોરી, CCTV વીડિયોના આધારે ઝડપાયા તસ્કરો
સુરતમાં વિચિત્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

સોનાની ડસ્ટ પણ તસ્કરોના નિશાને ! જ્વેલરે પોતાની ઓફિસની ગેલેરીમાં થેલીઓ ભરીને રાખી હતી. જોકે, ચોરીનો વીડિયો સીસીટીવીમાં કેદ થઈ જતા ઝડપાાયા તસ્કરો, જુઓ વીડિયો

 • Share this:
  સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક જવેલર્સે પોતાની ઓફીસની ગેલેરીમાં મુકેલી સોનાના ડસ્ટની 10 થેલીમાંથી રૂ. 1.20 લાખની મત્તાની 150 કિલો ડસ્ટ ભરેલી 6 થેલીની ચોરી કરી બે અજાણ્યા ગત શનિવારે રાત્રે ફરાર થઈ ગયા હતા. જો કે આ સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે ૩ લોકોની ધરપકડ કરી છે. અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

  સુરતમાં સતત ચોરીની ઘટના વધી રહી છે. ત્યારે સુરતનાં કતારગામ વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના બની અને એ પણ સોનાના ડસ્ટ ભરેલા થેલાની.સુરતમાં કતારગામ હરિઓમ મિલની સામે ગોપીનાથ રો હાઉસમાં રહેતા નરેન્દ્રભાઇ પ્રતાપભાઇ દેવાણી કતારગામ મહેતા પેટ્રોલપંપની સામે અવધ બિલ્ડીંગના પહેલા માળે નીતી જવેલ્સના નામે જવેલરી બનાવવાનું કામ કરે છે.

  તેમની ઓફિસમાં કુલ 50 માણસો કામ કરે છે. ગત રવિવારે ઓફિસમાં રજા હતી. પરંતુ પરચુરણ કામ માટે નરેન્દ્રભાઈ સવારે 9 વાગ્યે ઓફિસમાં મેનેજર રાજુભાઈ અટાળે અને પટ્ટાવાળા કિશોરભાઈ સાથે હાજર હતા.

  આ પણ વાંચો :  સુરત : 'મારે હવે જીવવું નથી, દેવાંગ પાસે જવું છે,' પુત્રના વિરહમાં પિતાએ જિંદગી ટૂંકાવી

  ત્યારે કિશોરભાઈ ઓફિસના પાછળના ભાગે કારીગરોના કપડાં લેવા ગયા હતા. ઓફિસમાં દાગીના બનાવતી વખતે નીકળતા કચરા- સોનાની ડસ્ટ અને પ્લાસ્ટીકની 10 થેલીઓમાં ભરી ગેલેરીમાં મૂકી હતી. તેમાંથી 6 થેલી નજરે નહીં ચઢતા કિશોરભાઈએ નરેન્દ્રભાઈને જાણ કરી હતી. નરેન્દ્રભાઈએ ગેલેરીના સીસીટીવી ફૂટેજ ચકાસતા 6 થેલી બે અજાણ્યા લઈ જતા નજરે ચઢયા હતા.

  આ પણ વાંચો : સુરત : STના કર્મચારીઓએ હદ વટાવી, દારૂની મહેફિલનો Live Video થયો વાયરલ

  રૂ.1.20 લાખની અંદાજીત કિંમતની અંદાજીત 150 કિલો સોનાની ડસ્ટની ચોરી અંગે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપી દેવીસિંગ ખેમસિંગ સિસોદીયા, સુનીલ કિશોરભાઇ રાઠોડ, અને મહેશકુમાર રામચન્દ્ર ડિસલેને ઝડપી પાડ્યા હતા. અને તેને આ ચોરી કેમ કરી, અને આ ડસ્ટ તેને ક્યા અને કોને આપી તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.undefined
  Published by:Jay Mishra
  First published:Mar 19, 2021, 4:24 pm

  टॉप स्टोरीज