Viral Video: ક્રિકેટના મેદાન પર Funny Moments, કૂતરું બોલ લઈને ભાગતાં થઈ દોડાદોડ

Viral Video: ક્રિકેટના મેદાન પર Funny Moments, કૂતરું બોલ લઈને ભાગતાં થઈ દોડાદોડ
કૂતરું બોલને મોંમાં દબાવીને ભાગવા લાગ્યું. કૂતરાની પાછળ પાછળ ખેલાડીઓ પણ દોડવા લાગી. (તસવીર- વીડિયો ગ્રેબ)

Cricket Viral Video: મેદાનમાં ઘૂસીને કૂતરાએ બોલ મોંમાં લઈને ભાગવા લાગ્યું, ખેલાડીઓને પકડવા માટે અપનાવી આ યુક્તિ

  • Share this:
    નવી દિલ્હી. સોશિયલ મીડીયા (Social Media) પર ઓલ આયરલેન્ડ ટી20 (All-Ireland T20) મેચનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક કૂતરું મેદાન પર ઉપસ્થિત તમામ ખેલાડીઓને દોડાવતું જોવા મળી રહ્યું છે. મૂળે, બ્રેડી ક્રિકેટ ક્લબ પર બ્રેડી (Bready Cricket Club) અને સીએસએનઆઇની (CSCI) વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન એક કૂતરું (Dog) મેદાનમાં ઘૂસી ગયું અને બોલ લઈને ભાગવા લાગ્યું. આ ઘટના મેચની 9મી ઓવરમાં બની. વરસાદના કારણે પહેલા જ મેચની ઓવરો ઘટાડીને 12 ઓવરની કરી દેવામાં આવી હતી.

    9મી ઓવરમાં એબી લેકીએ સ્ક્વેર લેગની તરફ બોલ ફટકાર્યો અને સિંગલ લેવા માટે દોડી. વિકેટકિપર રિચેલે ઓવર થ્રો કરી દીધો અને ત્યારબાદ કૂતરું બોલને મોંમાં દબાવીને ભાગવા લાગ્યું. કૂતરાની પાછળ પાછળ ખેલાડીઓ પણ દોડવા લાગી. ત્યારબાદ એક દર્શક મેદાન પર કૂતરાને પકડતો જોવા મળ્યો. પરંતુ આ પહેલા નોન સ્ટ્રાઇક એન્ડ પર ઊભેલી ફિશરે કૂતરાને પકડી લીધું.





    આ પણ વાંચો, US Open: બ્રિટનની 18 વર્ષીય Emma Raducanuએ ઈતિહાસ રચ્યો, ગ્રાન્ડસ્લેમ જીતનારી પહેલી ક્વાલિફાયર બની

    મેચ દરમિયાન બનેલી આ ઘટનાએ દરેક લોકોને મનોરંજન પૂરું પાડ્યું. આયરલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર તેનો વીડિયો પોસ્ટ કર્યો, જેને દરેક લોકો પસંદ કરી રહ્યા છે. જ્યાં મેચના પરિણામની વાત છે તો, બ્રેડી ક્રિકેટ ક્લબે આ મેચ સરળતાથી જીતી લીધી. સિવિલ સર્વિસની ટીમ 12 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 63 રન કરી શકી અને ડકવર્થ-લુઇસ નિયમથી બ્રેડી ક્લબે 11 રનથી મેચ જીતી ફાઇનલમાં સ્થાન મેળવ્યું. પરંતુ મેચમાં અસલી મનોરંજનનો કૂતરાના તોફાને જ પૂરું પાડ્યું.

    આ પણ વાંચો, આ સ્ટાર ખેલાડીની થઈ રહી છે વાહ-વાહ, દરિયામાં કૂદીને માસૂમ બાળકનો બચાવ્યો જીવ

    આયરલેન્ડ ટીમની વાત કરીએ તો તેણે ઝિમ્બાબ્વેની વિરુદ્ધ 5 ટી20 અને 3 વનડે મેચ રમવાની હતી. ઝિમ્બાબ્વેએ પ્રારંભિક મેચ જીતીને સીરીઝમાં સરસાઇ મેળવી લીધી. પરંતુ ત્યારબાદ આયરલેન્ડે જોરદાર વાપસી કરી અને સતત 3 મેચ જીતીને સીરીઝ પર કબજો કરી દીધો. આયરલેન્ડ તરફથી પોલ સ્ટાર્લિંગે સીરીઝમાં સૌથી વધુ 234 રન ફટાકાર્યા. બીજી તરફ, સૌથી વધુ 10 વિકેટ માર્ક એડાયરે લીધી. આ ઉપરાંત વનડે સીરીઝની વાત કરીએ તો પહેલી મેચ ઝિમ્બાબ્વેએ 38 રનથી જીતી. જ્યારે વરસાદના કારણે બીજી મેચ ધોવાઈ ગઈ. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ 13 સપ્ટેમ્બરે રમાશે.undefined
    Published by:Mrunal Bhojak
    First published:Sep 12, 2021, 8:48 am

    टॉप स्टोरीज