IPL 2021: જાડેજાએ પહેલા 5 બોલમાં 21 રન કરીને CSKને જીતાડ્યું, પછી દીકરીને આપ્યું ખાસ ગિફ્ટ

IPL 2021: જાડેજાએ પહેલા 5 બોલમાં 21 રન કરીને CSKને જીતાડ્યું, પછી દીકરીને આપ્યું ખાસ ગિફ્ટ
IPL 2021: જાડેજાએ પહેલા 5 બોલમાં 21 રન કરીને CSKને જીતાડ્યું

CSK vs KKR: ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં તેની ટીમ માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી. અને ઈનિંગની 19મી ઓવરમાં 5 બોલમાં 21 રન કર્યા અને મેન ઓફ ધ મેચ બન્યો હતો.

  • Share this:
    નવી દિલ્હી: આઈપીએલ 2021 (IPL 2021)ના બીજા હાફમાં ચેન્નાઈ સુપકિંગ્સ (Chennai Suprkings)ની જીત યથાવત છે. ધોનીની ટીમે સતત 3જી મેચમાં જીત મેળવીને પોઈન્ટ ટેબલ પર ટોપનું સ્થાન પ્રપ્ત કરી લીધું છે. દરેક મેચમાં કોઈ એક નવો ખેલાડી મેચ વિનર બનીને સામે આવી રહ્યો છે. પ્રથમ મેચમાં ગાયકવાડ અને બ્રાવોએ જોરદાર પ્રદર્શન કર્યું જેથી ટીમની જીત મળી તો બીજી મેચમાં ટોપના ચાર ખેલાડીઓએ સારી ઈનિંગ રમી હતી,. રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) હીરો બનીને સામે આવ્યો હતો. તેણે પ્રસિદ્ધ કિષ્ણા (Prasidh Krishna)ની ઓવરમાં 5 બોલમાં 21 રન કરીને ચેન્નાઈની ટીમને જીત અપાવી હતી. એટલુ જ નહિ આ મેચમાં તેણે બોલિંગ પણ સારી કરી અને 4 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ પણ લીધી હતી. આ પ્રદર્શનને કારણે તેને મેન ઓફ ધ મેચનો (Man Of The Match) એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

    સીએસકેએની જીતનો હીરો બનેલા જાડેજાએ મેચ બાદ જે કાર્ય કર્યું જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. રવિૃવારે ઈન્ટરનેશનલ ડોટર્સ ડે (International Daughters Day) હતો. એવામાં ઘોનીના આ ખાસ પ્યેલરે તેનો મેન ઓફ ધ મેચનો એવોર્ડ તેની દીકરીને સમર્પિત કરી દીધો હતો. સીએસકે દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ સાથે સંબંધિત તેમની એક તસવીર શેર કરવામાં આવી હતી. આ તસવીરમાં જાડેજા તેની પુત્રી નિધ્યાના સાથે ઉભેલા જોવા મળે છે. પણ બંને વચ્ચે કાચની દીવાલ છે.



    CSK vs KKR: રવિન્દ્ર જાડેજાએ તેમનો મેન ઓફ ધ મેચ એવોર્ડ તેમની પુત્રીને સમર્પિત કર્યો. CSK દ્વારા આની એક તસવીર શેર કરવામાં આવી છે. (CSK Twitter)


    આ તસવીર સાથે એક હૃદયસ્પર્શી કેપ્શન પણ લખવામાં આવી હતી. તેમણે લખ્યું - આ તમારા માટે છે નિધ્યા (Ravindra Jadeja Daughter Nidhyana). જાડેજાએ 19મી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાને બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 21 રન ( એક ઓવરમાં 22 રન) બનાવ્યા હતા. અહીંથી આખી મેચ પલટાઈ ગઈ હતી અને અંતે ચેન્નાઈની ટીમનો શાનદાર વિજય થયો હતો.

    આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં બળવો, આ સીનિયર ખેલાડીએ BCCIને કરી હતી વિરાટ કોહલીની ફરિયાદ

    મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા બાદ જાડેજાએ કહ્યું આ મુશ્કેલ છે. તમે 5 મહિનાથી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા છો અને અચાનક તમારે મર્યાદિત ઓવરોનું ક્રિકેટ રમવું પડશે. તે મુશ્કેલ હતું. હું નેટ્સમાં પણ બેટિંગ કરતો હતો, તેથી હું વિચારી રહ્યો હતો કે મેં જે પણ નેટ્સમાં કર્યું છે, હું તે જ મેચમાં તેને રિપીટ કરવાનો પ્રયત્ન કરીશ. છેલ્લી ઓવરમાં મને જે રન મળ્યો તે વિકેટ કરતાં વધુ મહત્વનો હતો, કારણ કે તે અમારા માટે મેચ વિનર સાબિત થયા હતા.
    જાડેજાએ IPL 2021માં અત્યાર સુધી બોલ અને બેટ બંને સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 10 મેચમાં 179 રન કરવાની સાથે 7 વિકેટ પણ લીધી છે.undefined
    Published by:kuldipsinh barot
    First published:Sep 27, 2021, 5:17 pm