US Open: બ્રિટનની 18 વર્ષીય Emma Raducanuએ ઈતિહાસ રચ્યો, ગ્રાન્ડસ્લેમ જીતનારી પહેલી ક્વાલિફાયર બની

US Open: બ્રિટનની 18 વર્ષીય Emma Raducanuએ ઈતિહાસ રચ્યો, ગ્રાન્ડસ્લેમ જીતનારી પહેલી ક્વાલિફાયર બની
પ્રશંસકો સાથે સેલ્ફી લેતી એમ્મા (તસવીર સૌજન્ય- @EmmaRaducanu twitter)

US Open ફાઇનલમાં એમ્મા રાદુકાનુએ કેનેડાની લેલા ફર્નાન્ડિઝને 6-4, 6-3થી હરાવી, 53 વર્ષ બાદ ટાઇટલ જીતનારી પહેલી બ્રિટિશ મહિલા ખેલાડી બની

  • Share this:
    નવી દિલ્હી. બ્રિટનની 18 વર્ષીય યુવા ટેનિસ ખેલાડી એમ્મા રાદુકાનુએ (Emma Raducanu) ઈતિહાસ રચી દીધો છે. તે યૂએસ ઓપનની (US Open) નવી ચેમ્પિયન બની ગઈ છે. એમ્મા રાદુકાનુએ કેનેડાની (Canada) 19 વર્ષીય લેલા ફર્નાન્ડિઝને (Leylah Fernandez) હરાવીને મહિલા યૂએસ ઓપન સિંગલનું ટાઇટલ જીતી લીધું છે. ટેનિસ જગતની આ બે યુવા ખેલાડીઓ વચ્ચે ફાઇનલ મેચ 1 કલાક અને 51 મિનિટ સુધી ચાલી રહી, જેમાં રાદુકાનુએ 6-4, 6-3થી બાજી મારી દીધી હતી.

    એમ્મા રાદુકાનુની થોડા દિવસ પહેલા રેન્કિંગ 150મી હતી અને લગભગ બે સપ્તાહ પહેલા ભાગ્યે જ કોઈ તેનું નામ જાણતું હતું. તે ક્વાલિફાયર રમ્યા બાદ ગ્રાન્ડસ્લેમ જીતનારી પહેલી ટેનિસ ખેલાડી બની ગઈ છે. તેના પહેલા પુરૂષ અને મહિલા બંનેમાં કોઈ પણ ક્વાલિફાયર આવો કમાલ નથી દર્શાવી શક્યું.





    રેન્કિંગમાં પણ રાદુકાનુની લાંબી છલાંગ

    યૂએ ઓપન ટાઇટલ પોતાના નામે કર્યા બાદ એમ્મા રાદુકાનુ 1977માં વેડ બાદ ગ્રાન્ડસ્લેમ સિંગલ્સનો ખિતાબ જીતનારી બ્રિટનની પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે. વેડે 1977માં વિમ્બલ્ડનનું ટાઇટલ જીત્યું હતું. આ પહેલા રાદુકાનુએ સેમીફાઇનલમાં 17મો રેન્કિંગ પ્રાપ્ત મારિયા સકારીને 6-1, 6-4થી હરાવી દીધી હતી. તે પહેલીવાર કોઈ ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં પહોંચી હતી અને તે તેની કારકિર્દીનો પહેલો ખિતાબ પણ છે. આ જીતની સાથે તે પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચી ગઈ છે. એમ્મા રાદુકાનુ 23મા સ્થાને પહોંચી ગઈ છે.

    આ પણ વાંચો, આ સ્ટાર ખેલાડીની થઈ રહી છે વાહ-વાહ, દરિયામાં કૂદીને માસૂમ બાળકનો બચાવ્યો જીવ

    રાદુકાનુ એક પણ સેટ નથી હારી

    એમ્મા રાદુકાનુએ ફાઇનલ મેચ પણ સીધા સેટમાં જીતી. તેણે યૂએસ ઓપનમાં એક પણ સેટ ગુમાવ્યો નથી. તેણે પોતાના તમામ 20 સેટ જીત્યા છે. જેમાં ક્વાલિફાયર ચરણની 3 અને મુખ્ય ડ્રોની 7 મેચ સામેલ છે. 1999 બાદ પહેલીવાર યૂએસ ઓપન ટાઇટલ માટે બે યુવા ખેલાડી સામ સામે આવી હતી. 1999માં 17 વર્ષીય સેરેના વિલિયમ્સ અને 18 વર્ષીય માર્ટિના હિંગિસની વચ્ચે ટાઇટલ મેચ રમાઈ હતી.

    આ પણ વાંચો, IND vs ENG: ઈંગ્લેન્ડને અબજો રૂપિયાનું નુકસાન, વહેલી તકે બ્રિટનમાં જશે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી

    રાદુકાનુએ ટાઇટલ પોતાના નામે કર્યા બાદ કહ્યું કે, મેં ન્યૂયોર્કમાં ત્રણ સપ્તાહ પસાર કર્યા છે અને હું એવું ચોક્કસ કહીશ કે મને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. મારી ટીમના તમામ સાથી સઅને ઘરેથી ટીવી પર સપોર્ટ કરી રહેલા તમામ લોકોનો ખૂબ-ખૂબ આભાર. અહીં ઉપસ્થિત તમામ લોકોને મને સ્પેશલ બનાવવા માટે પહેલી ક્વોલિફાયર મેચથી લઈને ફાઇનલ સુધીની મેચમાં સપોર્ટ કરવા માટે આભાર.undefined
    Published by:Mrunal Bhojak
    First published:Sep 12, 2021, 7:46 am

    टॉप स्टोरीज