વિવાદ વધતા હરભજનસિંહે કરેલી પોસ્ટ અંગે માંગી માફી, ખાલિસ્તાનીને કહ્યો હતો શહીદ

વિવાદ વધતા હરભજનસિંહે કરેલી પોસ્ટ અંગે માંગી માફી, ખાલિસ્તાનીને કહ્યો હતો શહીદ

 • Share this:
  નવી દિલ્લી: અનુભવી ઓફ સ્પિનર હરભજનસિંહે (Harbhajan Singh)એ ખાલિસ્તાનના શહીદ કહીને પોસ્ટ માટે માફી માગી હતી. તેણે ટ્વિટર પર રિવરારે એક પોસ્ટ કરીને તે અંગે માફી માગી હતી. તેણે કહ્યું કે, આ એક વોટ્સએપનો ફોરવર્ડ મેસેજ હતો જેને ઉતાવળમાં મારા દ્વારા ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કરવાની ભૂલ કરી દીધી હતી.

  હરભજન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે પરંતુ આ વખતે તે તેની એક પોસ્ટને લઈને વિવાદમાં આવી ગયો છે. તેમણે શનિવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે અમૃતસરના સુવર્ણ મંદિરમાં માર્યા ગયેલા ખાલિસ્તાનીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેને શહીદ ગણાવ્યો હતા. હરભજને પણ તેમની પોસ્ટ અંગે ટ્રેંડ શરૂ કરી થયો હતો.  હરભજને માફીમાં માગતા લખ્યું, 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, આ વોટ્સએપ પર એક ફોરવર્ડ સંદેશ હતો, જેને મેં તપાસ કર્યા વિના ઉતાવળમાં પોસ્ટ કર્યો. તે મારો દોષ છે જે હું સ્વીકારું છું. કોઈ પણ રીતે હું તે પોસ્ટ અને તેમાંના લોકોના મંતવ્યો સાથે સંમત નથી. હું એક શીખ છું ભારત માટે લડીશ પરંતુ દેશના વિરોધમાં નથી.

  harbhajan singh apology

  તેણે આગળ લખ્યું કે, 'દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગીએ છીએ. હું મારા દેશવાસીઓ વિરુદ્ધ કામ કરનારી કોઈ પણ દેશ વિરોધી કે સંસ્થાને સમર્થન આપતો નથી અને ક્યારેય કરીશ નહીં. મેં 20 વર્ષથી દેશ માટે લોહી અને પરસેવો વહેવડાવ્યો છે અને હું ભારત વિરોધી જેવા કંઈપણનું સમર્થન નહીં કરીશ.undefined
  Published by:kuldipsinh barot
  First published:Jun 7, 2021, 10:09 pm

  टॉप स्टोरीज