IND vs SL: રાહુલ દ્રવિડ હશે ટીમ ઈન્ડિયાનો કોચ, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કરી પુષ્ટી

IND vs SL: રાહુલ દ્રવિડ હશે ટીમ ઈન્ડિયાનો કોચ, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કરી પુષ્ટી

  • Share this:
    નવી દિલ્લી: પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ (Rahul Dravid) શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાનો કોચ હશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ પણ આ અંગે પૃષ્ટી કરી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગાંગુલીએ શ્રીલંકાના પ્રવાસ માટે રાહુલ દ્રવિડની કોચ તરીકે નિમણૂંક અંગે પૃષ્ટી કરી દીધી છે. કારણ કે તે જ સમયે વિરાટ કોહલી (Virat Kohli)ની કેપ્ટનશીપમાં એક ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં વ્યસ્ત હશે. દ્રવિડ છેલ્લા કેટલાક સમયથી ભારતીય અંડર 19 અને ભારત એની ટીમને કોચીંગ આપી રહ્યો છે. તેણે ભારતની બેંચ સ્ટ્રેન્થને વધું મજબૂત કરી છે.

    શિખર ધવનની કેપ્ટનશીપમાં ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 સિરિઝ માટે આ મહિનાના અંત સુધીમાં શ્રીલંકા જવા રવાના થશે. આ તૈયારની ભાગ રૂપે ભારતીય ખેલાડીઓ મુંબઈ પહોંચી ગયા છે. જ્યાં શ્રીલંકા જતા પહેલા તેમને 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.



    બીસીસીઆઈ સરકારના જવાબની રાહમાં

    તે જ સમયે ટી 20 વર્લ્ડ કપના આયોજન પર ગાંગુલીએ કહ્યું કે, અમે ભારત સરકારને કર મુક્તિ આપવા માટે એક પત્ર લખ્યો છે અને અમે તેમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. અમારી પાસે હજી સમય છે. બીસીસીઆઈ જલદીથી નિર્ણય લેશે.

    આ પણ વાંચો: WTC Final:વિજેતા ટીમની ઇનામની રકમ વિરાટ કોહલીના આઈપીએલ પગારથી પણ ઓછી

    મહત્વનું છે કે, દેશમાં કોરોનાના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને, અહીં ટી -20 વર્લ્ડ કપનું આયોજન કરવું મુશ્કેલ લાગે છે. આવી સ્થિતિમાં આઇસીસીએ યુએઈને એક વિકલ્પ તરીકે રાખ્યો છે. આઇસીસીએ બીસીસીઆઈને આ અંગે નિર્ણય લેવા માટે 28 જૂન સુધીનો સમય આપ્યો છે. બીસીસીઆઈએ 15 જૂન સુધીમાં આઇસીસીને ટેક્સ છૂટ અંગે માહિતી આપવી પડશે.undefined
    Published by:kuldipsinh barot
    First published:Jun 15, 2021, 4:24 pm

    टॉप स्टोरीज