IPL 2021: બીસીસીઆઈ શેડ્યુલમાં કરશે ફેરફાર, એક જ સ્થળે રમાશે નોકઆઉટ મેચ!

IPL 2021: બીસીસીઆઈ શેડ્યુલમાં કરશે ફેરફાર, એક જ સ્થળે રમાશે નોકઆઉટ મેચ!

  • Share this:
    નવી દિલ્લી: કોરોના વાયરસ (Coronavirus)ને કારણે આઇપીએલ (IPL 2021)ની 14મી સિઝનમા 29 મેચો બાદ સ્થગિત કરી દેવમાં આવી હતી. જો હવે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઈમાં પૂરી થશે. જો કે હજુ સુધી તારીખ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે, બીસીસીઆઈ શેડ્યૂલમાં મોટો ફેરફાર કરી શકે છે. આ સંદર્ભે બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ દુબઈ ગયા છે. ઇનસાઇડ સ્પોર્ટ મુજબ, સ્થળના પરિવર્તન સિવાય શેડ્યૂલમાં ફેરફારની પણ ટૂંક સમયમાં જાહેરાત કરી શકાય છે.

    બોર્ડ 25 દિવસના વિંડોમાં 31 મેચનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે. સમાચાર મુજબ, બીસીસીઆઈ 25 દિવસની વિંડોમાં 8 ડબલ હેડરોને ફીટ કરવા માટે એક નવું શેડ્યૂલ બનાવી રહ્યું છે. બોર્ડ ટૂર્નામેન્ટની બીજી સીઝન 17 થી 19 સપ્ટેમ્બરની વચ્ચે શરૂ કરી શકે છે અને જૂનની અંતમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે.



    દુબઇમાં યોજાઈ શકે છે નોકઆઉટ મેચ

    બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, શેડ્યૂલમાં ફેરફાર બે કારણોસર કરવામાં આવી રહ્યા છે. જો કોરોનાને કારણે આ આઇપીએલની મોસમ મોકૂફ રાખવામાં ન આવી હોત, તો પછી ફક્ત 6 ડબલ હેડર બાકી હતા. પરંતુ હવે બોર્ડની વિંડો ઓછી છે અને ટી 20 વર્લ્ડ કપ પહેલા લીગ પૂર્ણ કરવાનું પણ એક પડકાર છે. તેથી જ બોર્ડ 8 થી 10 ડબલ હેડરોની યોજના બનાવી રહ્યું છે.

    આ પણ વાંચો: HBD બેન સ્ટોકસ: મારામારી કરી જેલ જનાર કેવી રીતે બન્યો મહાન ઓલરાઉન્ડર

    ગયા વર્ષની જેમ આઇપીએલ યુએઈના ત્રણ શહેરો શારજાહ, અબુધાબી અને દુબઇમાં રમાશે. બીસીસીઆઈ નોકઆઉટ સહિતની લીગ મેચની ફાઇનલનું આયોજન ફક્ત એક જ સ્થળે કરવાની યોજના બનાવી રહ્યું છે. દુબઇએ પહેલી પસંદ હોઈ શકે છે, કેમ કે, મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓએ પહેલાથી જ હોટલો બુક કરાવી છે.undefined
    Published by:kuldipsinh barot
    First published:Jun 4, 2021, 4:20 pm

    टॉप स्टोरीज