રાંચી અને મુંબઈ બાદ હવે મહેન્દ્રસિંહ ધોનીએ પુણેમાં ખરીદ્યું નવું ઘર

રાંચી અને મુંબઈ બાદ હવે મહેન્દ્રસિંહ ધોનીએ પુણેમાં ખરીદ્યું નવું ઘર

 • Share this:
  નવી દિલ્લી: પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની કાર અને બાઇક સાથેનું જોડાણ કોઈથી છુપાયેલું નથી. તે રાંચીના પોતાના ફાર્મ હાઉસમાં પાળતુ પ્રાણી સાથે સમય ગાળતો પણ જોવા મળે છે, પરંતુ લાગે છે કે હવે તે તેની સંપત્તિમાં વધારો કરી રહ્યો છે. રાંચી અને મુંબઇ બાદ હવે ધોનીએ પુણેમાં પણ ઘર ખરીદ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ પુણેના પિંપરી-ચિંચવાડમાં પોતાનું નવું નિવાસસ્થાન ખરીદ્યું છે.

  39 વર્ષીય ધોની પાસે રાંચીમાં અનેક એકરમાં ફેલાયેલો ફાર્મ હાઉસ છે. તે ઘણીવાર રાંચીના ફાર્મ હાઉસમાં તેના પરિવાર સાથે સમય ગાળતો જોવા મળે છે. આ પહેલા તેની પત્ની સાક્ષીએ તેના નવા મકાનના બાંધકામની તસવીરો શેર કરી હતી, જે મુંબઈમાં ચાલી રહ્યું છે. ધોનીએ એસ્ટાડો પ્રેસિડેંશિયલ સોસાયટીમાં એક નવું મકાન ખરીદ્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 14 મી સીઝનના સસ્પેન્શન બાદ ધોની હાલમાં રાંચીના પોતાના ફાર્મહાઉસ પર તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.  કારકિર્દીમાં 538 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ધોની ક્રિકેટ પછી મનોરંજન ઉદ્યોગમાં રોકાણ કરવાનું વિચારી રહ્યો છે. તેણે પહેલા જ 'એમએસડી એન્ટરટેઈનમેન્ટ' નામે એક પ્રોડક્શન કંપની બનાવી છે. તેની મુંબઇમાં ઓફિસ પણ છે. ગત વર્ષે ધોનીની કંપનીએ એક ડોક્યુમેન્ટરી બનાવી હતી. આ કંપનીની અધ્યક્ષ તેમની પત્ની સાક્ષી છે.

  ધોની આઈપીએલ-2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)નું નેતૃત્વ કરી રહ્યો હતો અને તેની ટીમે સાતમાંથી પાંચ મેચ જીતી હતી. આ પછી, COVID-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, આ લીગને અનિશ્ચિત સમય માટે સ્થગિત રાખવી પડી. જો કે, બાકીની સિઝન હવે યુએઈમાં યોજાશે.

  સાક્ષીએ તાજેતરમાં ધોનીના ઘોડા ચેતકની માલિશ કરતા રાંચીના ફાર્મહાઉસ પર એક વિડિઓ શેર કર્યો હતો. તેણીના ફાર્મહાઉસમાં પહેલેથી જ ઘણા પાલતુ કૂતરા છે અને સાક્ષી હંમેશાં તેના વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરે છે.undefined
  Published by:kuldipsinh barot
  First published:May 30, 2021, 11:11 pm

  टॉप स्टोरीज